ફોકસઃ યોગ દ્વારા નવપલ્લવિત થતી બેડરૂમ લાઈફ

ઝુબૈદા વલિયાણી
મુંબઈ સમાચાર અખબારમાં દર ગુરુવારે પ્રગટ થતી લાડકી પૂર્તિની વ્હાલી વાચક બહેન-દીકરીઓ!
-શું તમારી પર્સનલ લાઈફ સખળડખળ ચાલી રહી છે તો તમે યોગક્રિયાઓ દ્વારા શરીર અને મનને સ્વસ્થ બનાવીને તમારી બેડરૂમ લાઈફને ઈઝી બનાવી શકો છો.
-યોગાસનો દ્વારા તમે તમારી લાઈફ'નેરિચાર્જ’ કરી શકો છો.
-બેડરૂમ લાઈફમાં પ્રવત્ત થવા માટે જરૂરી છે કે તમે શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ હો, કારણ કે હેલ્ધી શરીરના કારણે જ
- ધર્મ,
- અર્થ,
- કામ જેવાં કાર્યો પૂરાં થાય છે.
- જેટલા તમે હેલ્ધી અને ફિટ હશો એટલી તમારી બેડરૂમ લાઈફ સરળ રહેશે.
આ પણ વાંચો: ફોકસઃ જાણો કયા દેશમાં સોશ્યલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ થાય છે?
-યોગ માનસિક રીતે તો સ્વસ્થ બનાવે છે, સાથે સાથે શરીરની કાર્યક્ષમતા પણ વધારે છે.
-યોગથી માનસિક શાંતિ મળે છે અને મન એ કામ શક્તિનું નિયંત્રક તથા સંચાલક હોવાથી સ્વસ્થ શરીર અને મન દ્વારા જ સાચા અર્થમાં જાતીય જીવનનો સાચો આનંદ મેળવી શકાય છે.
-શરીરનો મધ્ય ભાગ કામઊર્જા સાથે સંકળાયેલો છે. જો શરીરનો આ ભાગ વ્યવસ્થિત રીતે વિકસિત ન થયો હોય તો તમે જાતીય સુખ માણવામાં તકલીફ અનુભવો છો.
- સૂર્ય નમસ્કાર,
- ભૂજંગાસન,
- પવન મુક્તાસન જેવાં અનેક આસનો છે જેની અસર શરીરના મધ્ય ભાગ પર પડે છે.
- યોગનાં વિવિધ આસનોથી શરીરનાં અંગો સુદૃઢ બને છે ને તેનાથી
હેલ્ધી' રીતેપ્રવૃત્ત’ રહેવાની શક્તિ વધે છે. આ બાબતો માટે વૈજ્ઞાનિક સંશોધનો પણ થયેલાં છે. - સેક્સોલૉજિસ્ટ પણ એવું માને છે કે,
- યોગાસન કરવાથી સ્ત્રીઓના હૃદયના ધબકારા તથા લોહીના પ્રવાહમાં વધારો થાય છે.
- પુરુષો માટે પણ યોગાસન કોઈ વરદાન કરતાં ઓછાં નથી.
- યોગાસન કરવાથી વ્યક્તિ માનસિક રીતે તો મજબૂત થાય છે, ઉપરાંત તેનું મન પણ સ્થિર થાય છે.
આ પણ વાંચો: ફોકસઃ ત્વચા સંભાળ માટે ભૂલ સાબિત થશે આવી ખોટી માન્યતા…
-શરીરમાં આવેલી ગ્લેન્યુલર સિસ્ટમ એટલે કે ગ્રંથિઓની કાર્ય કરવાની પ્રણાલીને જાણવી જરૂરી છે.
- જુદી જુદી ગ્રંથિઓનો શરીરને ઉત્તેજિત કરવામાં મહત્ત્વનો ફાળો હોય છે જેને એન્ડોફાઈન ગ્લેંડસ કહેવાય છે માટે એ જરૂરી છે કે તમારા શરીરની આ ગ્રંથિઓ સ્વસ્થ રહે.
-કેટલાંક યોગાસનો કરવાથી શરીર એકદમ ચૂસ્ત રહે છે તો સાથે સાથે કેટલીક યોગિક મુદ્દાઓના કારણે શરીરની `શક્તિ’માં વધારો થાય છે.
- ચક્રાસન,
- મહામુદ્રા,
- મુદ્રા
- મૂળબંધ વગેરે મુદ્રાઓ શરીરની કામેચ્છાને જાગૃત કરે છે.
-સાથે સાથે અશ્વિની
- શીઘ્રપતન,
- વધારે પડતા રક્તસ્ત્રાવ તથા
- મેનોપોઝના પ્રોબ્લેમમાં મદદરૂપ છેથાય કરવાથી ફાયદો થાય છે.
-પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિ વધી જવી, એ ઉપરાંત નપુંસકતા જેવી પરિસ્થિતિને રોકવા પણ યોગ લાભકારક છે.
-લાડકી પૂર્તિને નિયમિત વાંચતી વ્હાલી બહેનો!
-યોગની અસર આપણા શારીરિક, માનસિક સ્વાસ્થ્ય પર પણ પડતી હોઈ. કેટલાંક સરળ યોગાસનોથી સચોટ ઈલાજો દર્શાવતા આસનો વિશે આવતા અંકના બીજા અને છેલ્લા ભાગમાં રોશની નાખીશું.



