લાડકી

ફલેરી ડેનિમ્સ! વાય્ નોટ?

ફેશન -ખુશ્બુ મુણાલી ઠક્કર

ડેનિમ એ એક ક્લાસિક આઉટફિટ છે કે જે ક્યારેય પણ આઉટ ઑફ ફૅશન થતું નથી. સમય અને ફૅશન અનુસાર ડેનિમની સ્ટાઈલમાં થોડો ઘણો ફર્ક જોવા મળે છે. જેમ કે, વોર્ન આઉટ ડેનિમ, સ્કિની ડેનિમ કે પછી ફલેરી ડેનિમ્સ. ડેનિમનું ફિટ ખૂબ જ મહત્ત્વનું હોય છે. તમારા બોડી ટાઈપ અનુસાર તમે ડેનિમના ફિટની પસંદગી કરી શકો. હાલમાં ફલેરી ડેનિમ્સ ફૅશનમાં છે. આ ફલેરી ડેનિમ્સ યંગ યુવતીઓમાં તો પ્રચલિત છે જ, પરંતુ ઑફિસ જતી મહિલાઓ પણ ફલેરી ડેનિમ્સ પહેરવાનું પ્રિફર કરે છે. ફલેરી ડેનિમ્સ એટલે, જે ડેનિમ કમર, હિપ અને ગોઠણ સુધી ટાઈટ ફિટિંગમાં હોય અને ગોઠણ પછી ફ્લેર હોય તેને ફલેરી ડેનિમ કેહવાય. ફલેરી ડેનિમ મોટે ભાગે બધી જ રીતે પહેરી શકાય જેમ કે, કેઝ્યુઅલી, પાર્ટી વેર કે પછી ફૉર્મલી. શર્ત માત્ર એટલી જ કે, તમને ફૅશનની આગવી સૂઝ હોવી જોઈએ કે તમે તમારા બોડી ટાઈપ પર કઈ ટાઈપના ટૉપ્સ મિક્સ એન્ડ મેચ કરી શકો. ચાલો જાણીએ ફલેરી ડેનિમ કઈ કઈ રીતે પહેરી શકાય.

કેઝ્યુઅલી – ફલેરી ડેનિમ એ કેઝયુઅલ લુક માટે એક ઉત્તમ ઓપ્શન છે. ફલેરી ડેનિમમાં પણ ફ્લેરના વેરિએશન આવે છે જેમ કે, સ્ટ્રેટ ફિટમાં ફ્લેર કે પછી બેલ બોટમ સ્ટાઈલમાં ફ્લેર. તમારી બોડી ટાઈપ મુજબ તમે ડેનિમમાં કેટલો ફ્લેર જોઈએ તે ડિસાઈડ કરી શકો. જે યુવતીઓનું સુડોળ શરીર હોય તેઓ ફલેરી ડેનિમ સાથે ક્રોપ ટોપ પહેરી શકે. મોટે ભાગે ફલેરી ડેનિમ્સ મિડ વેસ્ટ અને હાઈ વેસ્ટ પર પહેરવામાં આવે છે. ફલેરી ડેનિમ સાથે ટ્યુબ ટોપ કે હોલ્ટર ટોપ પહેરી તેની સાથે ડેનિમ જેકેટ પણ પહેરી શકાય.જો તમારું શરીર ભરેલું હોય એટલે કે હિપનો ભાગ વધારે હોય તો તમે ફલેરી ડેનિમ સાથે લુઝ અથવા તો ફિટેડ કોટનના હિપ લેન્થના ફૅન્સી ટોપ્સ પહેરી શકો. કેઝ્યુઅલ લુકમાં ડેનિમ સાથે સ્નીકર્સ પહેરી એક સ્માર્ટ લુક આપી શકાય.

પાર્ટી – ફલેરી ડેનિમ જો તમારે પાર્ટીમાં પહેરવાનું હોય તો, ડાર્ક કલર સિલેક્ટ કરવો. જેમ કે ડાર્ક બ્લુ ફલેરી ડેનિમ સાથે બેક કલરનું શિમર ફેબ્રિકવાળું હોલ્ટર નેજકનું કાઉલ ઇફફેક્ટવાળું તોપને તેની સાથે ગોલ્ડન કે સિલ્વર કલરનો સ્લીક બેલ્ટ અથવા તો, ફલેરી ડેનિમ સાથે લેયરવાળું ફ્રીલી ટોપ પણ સારું લાગી શકે. અથવા તો સ્ટ્રેચેબલ શિમર ફેબ્રિકનું ટ્યુબ ટોપ અને તેની સાથે લેધર જેકેટ પણ એક પાર્ટી લુક આપી શકે. પાર્ટી વેર તરીકે જયારે તમે ફલેરી ડેનિમ પહેરો ત્યારે હાઈ હિલ્સ પહેરવી જેના લીધે એક ગ્રેસફુલ લુક આવશે. જો તમારું શરીર ભરેલું હોય તો પાર્ટી વેરમાં ફલેરી ડેનિમ સાથે હિપ લેન્થ કે કાફ લેન્થનું ફ્લોઈ ફેબ્રિકનું કફ્તાન પહેરી શકાય.

ફૉર્મલ – ફલેરી ડેનિમ ફોર્મલ વેર એટલે કે ઑફિસ વેર તરીકે પણ સારા લાગી શકે. ફલેરી ડેનિમ સાથે પિન સ્ટ્રાઈપનાં શર્ટ એક ફૉર્મલ લુક આપી શકે. પિન સ્ટ્રાઈપ શર્ટ સાથે તમે બ્લેઝર પણ પહેરી શકો. જો તમારે ટુપિકલ ફૉર્મલ શર્ટ ન પહેરવા હોય તો ફલેરી ડેનિમ સાથે તમે કલોઝ નેકના ટૉપ્સ પહેરી શકો કે જેમાં થોડી ઘણી સ્લીવ્ઝના પેટર્નનું વેરિએશન હોય કે જેના લીધે ટૉપ્સ થોડા ફૅન્સી અને ફૉર્મલ લાગે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, જ્યારે ફલેરી ડેનિમ ફૉર્મલી પહેરવામાં આવે ત્યારે બેલ્ટ જરૂરથી પહેરવો. બેલ્ટ પહેરવાથી એક કમ્પલિટ લુક મળે છે. જો તમારું ભારે શરીર હોય તો ફલેરી ડેનિમ સાથે તમે ની લેન્થનો કે કાફ લેન્થનો કોટન કુરતો પહેરી શકો.

ફલેરી ડેનિમ પહેરવામાં ખૂબ જ આરામદાયક છે કારણકે, કમર, હિપ અને ની સુધી ટાઈટ ફિટ હોય છે અને પછી ફ્લેર હોય છે જેના હિસાબે ડેનિમ શરીરને ચોંટતું નથી અને ઓવરઓલ હલકું અને ફ્રી ફીલ થાય છે. ફેરી ડેનિમ સાથે પ્લૅટફૉર્મ શૂઝ કે અથવા હાઈ હિલ્સ પણ પહેરી શકાય. ફ્લેરી ડેનિમ પહેરવાથી એક સ્ટાઈલિશ લુક આવે છે. ફેશનનું આંધળું અનુકરણ કરવું નહીં. જો તમને કમ્ફર્ટેબલ હોય અને શરીર પર શોભતું હોય તો જ નવી સ્ટાઇલનાં કપડાં પહેરવાં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button