ફેશનઃ ફેસ્ટિવ વેરમાં શું પહેરશો? | મુંબઈ સમાચાર
લાડકી

ફેશનઃ ફેસ્ટિવ વેરમાં શું પહેરશો?

ખુશ્બુ મુલાણી ઠક્કર

તહેવારોના દિવસો આવે અને સૌથી મોટો પ્રશ્ન જો મહિલાઓને મુંજવતો હોય તો એ છે કે, પહેરવું શું ? કોઈને કપડાં રિપીટ કરવા ગમતા નથી. કપડાં રિપીટ કરવાને બદલે જો આપણે એવા કપડાં વસાવીએ કે જે જરૂર પડે ત્યારે મિક્સ એન્ડ મેચ કરી શકાય. જેથી અચાનક ક્યાંક બહાર જવાનું આવે તો એમ ન લાગે કે શું પહેરશું? ચાલો જાણીયે આપણી પાસે જે પણ કપડાં છે તેની સાથે કઈ રીતે મિક્સ એન્ડ મેચ કરી તહેવારોમાં બેસ્ટ લાગી શકાય.

ગોલ્ડન બ્લાઉઝ- દરેક મહિલા પાસે ગોલ્ડન બ્લાઉઝ હોવું જ જોઈએ. તમે તમારા સ્કિન ટોનને આધારે ગોલ્ડન કલરની પસંદગી કરી શકો જેથી ગોલ્ડન કલર તમારી સ્કિન સાથે ભળી ન જાય. ગોલ્ડન બ્લાઉઝ કોઈ પણ કલરની સાડી કે ઘાઘરા સાથે મિક્સ એન્ડ મેચ કરી પહેરી શકાય.

રેગ્યુલર બ્લાઉઝ ન પહેરતા જો ગોલ્ડન બ્લાઉઝ પહેરીયે તો એક ટ્રેન્ડી અને અલગ લુક આવશે. જો તમારે સાડી ન પહેરવી હોય તો તમે ગોલ્ડન બ્લાઉઝ કોઈ પણ કલરના ઘાઘરા સાથે પહેરી શકો. અને જે કલરનો ઘાઘરો હોય તે જ કલરનો દુપટ્ટો પહેરી એક કમ્પ્લીટ લુક આપી શકાય.

જો તમારી પાસે એકે પ્લાઝો હોય તો પ્લાઝો સાથે ગોલ્ડન બ્લાઉઝ પહેરી તેની સાથે પ્લાઝોના જ કલરનું કે કોન્ટ્રાસ્ટ કલરનું ટ્રાન્સપેરન્ટ જેકેટ પહેરી એક સ્ટાઈલિશ લુક આપી શકાય. આ લુક યન્ગ યુવતીઓ પર વધારે સારો લાગે છે.

શ્રગ- શ્રગ એ કોઈપણ ગારમેન્ટ પર પહેરવામાં આવતું વસ્ત્ર છે. દરેક મહિલાઓ પાસે બે ટાઈપના શ્રગ હોવા જ જોઈએ. એક ટ્રાન્સપેરન્ટ અને બીજું જામેવાર કે બનારસી ફેબ્રિકમાં જેથી મિક્સ એન્ડ મેચ કરવામાં સાં પડે.

આ પણ વાંચો…ફેશનઃ બ્લોક પ્રિન્ટ કે જે ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતી નથી…

ફેસ્ટિવ વેર માટે હેવી ફેબ્રિકમાંથી બનાવેલું શ્રગ એક આગવી ઓળખ ઊભી કરશે. હેવી શ્રગ તમે પ્લેન સાડી પર પહેરી શકો. સાડી પર શ્રગ પહેરવા માટે એક ચોક્કસ પ્રકારની પર્સનાલિટીની જરૂર હોય છે. પ્લેન સાડી સાથે પ્રિન્ટેડ શ્રગ સારા લાગે અને પ્રિન્ટેડ સાડી પર પ્લેન કલરનું શ્રગ પહેરી શકાય. શ્રગની લેન્થ એન્કલ સુધી જ રાખવી જેથી કરી જે આઉટફિટ પર પહેરવા માગો છો તે બન્ને અલગ દેખાય અને સ્ટાઇલિંગ પણ ખબર પડે.

ખાસ ધ્યાન એ રાખવું કે જો તમે પ્રિન્ટેડ શ્રગ પહેરવાના હોવ તો પ્રિન્ટની ડિઝાઇન વર્ટિકલ પસંદ કરવી. જેથી જો તમારી હાઈટ ઓછી હશે તો વેર્ટિકલ પ્રિન્ટને લીધે હાઈટ વધારે લાગશે. એન્કલ લેન્થનું શ્રગ પ્લાઝો અને શોર્ટ ટોપ પર પણ સાં લાગશે. ઘાઘરા સાથે પણ એન્કલ લેન્થનું શ્રગ પહેરી શકાય.

ઘાઘરા સાથે શ્રગ એક રોયલ લુક આપે છે. ડિપેન્ડિંગ તમારો ઘાઘરો કેવો છે. ઘાઘરા સાથે લોન્ગ ચોલી પેહરી અને તેની પર પણ શ્રગ પહેરી શકાય. જો તમાં શરીર સુડોળ હોય તો તમે ઘાઘરા સાથે શોર્ટ ટોપ પહેરી તેની પર શ્રગ પહેરી શકાય . અને જો શરીર ભરેલું હોય તો ઘાઘરા સાથે લોન્ગ ચોળી પહેરી શ્રગ પહેરવું જેથી કરી જો પેટ અને કમરનો ભાગ વધારે હોય તો ખરાબ ન લાગે. તમે તમારા કમ્ફર્ટ મુજબ શ્રગમાં કમર પાસે બટન પણ લગાડી શકો છો.

બનારસી દુપટ્ટા-બનારસી દુપટ્ટા એ એક એવી વસ્તુ છે કે જે ક્યારેય આઉટ ઓફ ફેશન થતું નથી. દરેક મહિલાઓ પાસે બનારસી દુપટ્ટા હોવી જ જોઈએ. બનારસી દુપટ્ટા પહેર્યા પછી એક રોયલ લુક આપે છે. આ દુપટ્ટાને તમે કોઈ પણ આઉટફિટ સાથે પહેરી શકો જેમકે, પ્લેન કુર્તા અને ઘાઘરા સાથે. શર્ત માત્ર એટલી જ કે જે આઉટફિટ સાથે તમે બનારસી દુપટ્ટો પહેરવાનો છો તે આઉટફિટ એટલે કે કુર્તો કે ઘાઘરો સિલ્ક ફેબ્રિકમાંથી બનેલા હોવા જોઈએ.

પ્લેન ડ્રેસ સાથે બનારસી દુપટ્ટો આખો ઓપન કરી પહેરી શકાય જેથી કરી દુપટ્ટાની આખી પ્રિન્ટ દેખાય. બનારસી દુપટ્ટાનો પનો મોટો હોય છે જેથી કરી ઘાઘરા સાથે પણ પહેરી શકાય.

જો તમારી પાસે પિન્ક કલરનો દુપટ્ટો હોય તો આ દુપટ્ટો રોયલ બ્લુ ઘાઘરા સાથે પહેરી શકાય. બનારસી દુપટ્ટો પહેરવા માટે કોન્ટ્રાસ્ટ કલરનો આઉટફિટ સિલેક્ટ કરશો તો વધારે અટે્રક્ટિવ લુક આવશે. બનારસી દુપટ્ટા સાથે મિનિમલ જ્વેલરી લુક અપનાવવો. બનારસી દુપટ્ટો જ તમારા આખા લુકને કમ્પ્લીટ કરવા માટે સમર્થ છે.

આ પણ વાંચો…ફેશનઃ મોન્સૂન બ્રાઇટ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button