ફેશન: કેવી સાડી પહેરશો? | મુંબઈ સમાચાર
લાડકી

ફેશન: કેવી સાડી પહેરશો?

  • ખુશ્બુ મુલાણી ઠક્કર

મહિલાઓની સૌથી પસંદીદા આઉટફિટ એટલે સાડી. કોઈ પણ વયની મહિલા સાડીમાં સુંદર જ લાગે છે. ભારતીય નારીનું સર્વ શ્રેષ્ઠ આભૂષણ એટલે સાડી. સાડીમાં ઘણી વેરાઈટી આવે છે. દરેક મહિલાઓ પાસે મોટા ભાગે દરેક ટાઇપની સાડી હોય જ છે. જેમકે, બનારસી, કાંજીવરમ, પટોળા, બાંઘણી, પૈઠણી, ચંદેરી વગેરે. આતો થઇ સાડીની ટાઈપ, આમાં પણ પેટર્ન આવે છે એટલે કે, હાલ્ફ હાલ્ફ, પાટલી પાલવ, ગંગા જમના, ટેમ્પલ બોર્ડર વગેરે.

આમ તો બધી જ મહિલા પર સાડી સુંદર લાગે છે પરંતુ અમુક જ મહિલા સાડી ખૂબ જ સુંદર રીતે કેરી કરી શકે છે. અમુક સ્ટાઈલની સાડી ક્યારેય પણ આઉટઓફ ફેશન થતી નથી અને અમુક સ્ટાઈલની સાડી પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂૂર હોય છે. ચાલો જાણીયે સાડીની સ્ટાઇલના પ્રકાર અને તેને કઈ રીતે પહેરી શકાય.

હાફ હાફ – હાફ હાફ એટલે, જે સાડી બે ભાગમાં વહેંચાયેલી હોય. હાફ હાફ સાડી સ્ટાઈલમાં પણ પાછી વેરાઈટી આવે જેમકે, માત્ર પ્લેન અને પ્રિન્ટેડ .

પ્લેન એટલેકે જેમાં, બે કલરનો ઉપયોગ થયો હોય જેમકે, નીચે લાઈટ પિન્ક હોય તો ઉપર સી ગ્રીન હોય. અથવા તો બ્લેક એન્ડ ગ્રે, ઓરેન્જ અને રાણી આવા ઘણા કલર કોમ્બિનેશન આવે છે જે તમે તમારી ચોઈસ મુજબ અને પર્સનાલિટીને અનુરૂૂપ કલર કોમ્બીનેશનનું સિલેક્શન કરી શકો. હાફ હાફ પેટર્નમાં ઘણી વાર સેલ્ફ પ્રિન્ટ પણ હોય છે એટલે કે, લાઈટ પિન્ક કલરમાં લાઈટ પિન્ક કલરની જ પ્રિન્ટ હોય છે .

આ ખૂબ જ જૂની પેટર્ન છે જે હજી પણ પહેર્યા પછી કલાસી લુક જ આપે છે. જેમની ઓછી હાઈટ હોય તેમણે આ સ્ટાઈલની સાડી ન પહેરવી. જો ઓછી હાઈટવાળી યુવતી કે મહિલા આ સ્ટાઈલની સાડી પહેરે તો હાઈટ વધારે ઓછી લાગશે અને જો તમારું શરીર સુડોળ નહિ હોય તો, વધારે જાડા લગાશે. આ સ્ટાઈલની સાડીમાં તમને બે કલરના બ્લાઉઝ પહેરવાનો ઓપશન મળે છે. જો તમને ફેશનની આગવી સૂઝ હોય તો તમે કોઈ ત્રીજા કલરનું એટલે કે, કોન્ટ્રાસ્ટ કલરનું બ્લાઉઝ પહેરી શકો.

પાટલી પાલવ – પાટલી પાલવ એટલે કે પાટલી અને પાલવમાં એક સરખી જ ડિઝાઇન હોય છે. આ સ્ટાઇલ પણ ખૂબ જ જૂની છે છતાં ક્યારેય આઉટ ઓફ ફેશન લાગતી નથી. આ સાડીની પેટર્ન ખાસ કરીને ફલોઈન્ગ ફેબ્રિકમાં હોય છે. આ સ્ટાઈલની સાડીમાં પ્રિન્ટનું વેરિએશન પણ હોય છે. આ સ્ટાઈલની સાડીમાં વાઇબ્રન્ટ કલર કોમ્બિનેશન હોય છે અને સોબર કલર કોમ્બિનેશન પણ હોય છે. ડીપેન્ડિંગ કે તમારી પર્સનલ ચોઇઝ કેવી છે અને તમારી પર્સનાલિટી કેવી છે તે અનુરૂૂપ તમે સાડીની પસંદગી કરી શકો.

આ પણ વાંચો…ફેશનઃ ફેસ્ટિવ વેરમાં શું પહેરશો?

પાટલી પાલવ સાડીમાં ત્રણ ચાર કલર કોમ્બીનેશનનો ઉપયોગ થતો હોય છે. જેમકે, આખી સાડી ફ્લોરલ પ્રિન્ટમાં હોય અને પાટલી અને પાલવમાં સ્ટ્રાઈપની પ્રિન્ટ હોય. આ સ્ટાઈલની સાડીમાં પ્રિન્ટ પણ કોન્ટ્રાસ્ટ જાય છે જેમકે, ફ્લોરલ અને સ્ટ્રાઈપ, ડોટ્સ અને જાલ પ્રિન્ટ વગેરે. આ સ્ટાઈલની સાડી પહેરવાથી એક યન્ગ લુક આવે છે. આ સ્ટાઈલની સાડીમાં તમે ફેન્સી બ્લાઉઝ પણ પહેરી શકો જેમકે, સ્લીવ લેસ, હોલ્ટર કે પછી ઓફ શોલ્ડર. તમારી બોડી ટાઈપ મુજબ તમે બ્લાઉઝની પેટર્ન નક્કી કરી શકો. જો વ્યવસ્થિત રીતે સાડી પહેરતા આવડતી હશે તો પાર્ટી વેર તરીકે પણ આ પહેરી શકાય.

ટેમ્પલ બોર્ડર – ટેમ્પલ બોર્ડર સાડી એ એવો એક પ્રકાર છે કે જેમાં સાડીની બોર્ડરમાં મોટા મોટા ત્રિકોણ હોય છે . એટલેકે , ટેમ્પલ જેવી ઇફૃફેક્ટ આપવામાં આવી હોય છે. ટેમ્પલ બોર્ડર સાઈઝમાં ઓછા વધતા થાય છે. જેટલા વધારે મોટા ટેમ્પલ તેટલી જ વધારે સાડીની કિંમત. અને બીજા શબ્દોમાં આ સાડીને ટેમ્પલ બોર્ડર સાડી પણ કહેવાય. આ સાડીમાં ખાસ વાત એ છે કે, ટેમ્પલ એટલે કે ટ્રોકોણ સિલ્વર અને ગોલ્ડન કલરમાં હોય છે.

સાડી પ્યોર સિલ્ક કે પછી કોટન સિલ્કમાં હોય છે. ટેમ્પલ બોર્ડર સાડી હેવી લુક આપે છે. ટેમ્પલ બોર્ડર સાડી હમેશા બ્રાઇટ કલરમાં વધારે સારી લાગે છે. જો તમારું શરીર સુડોળ હોય તો તમે મોટા ટેમ્પલ બોર્ડર વાળી સાડી પહેરી શકો. આ ટેમ્પલ બોર્ડર સાડીની બન્ને બાજુ હોય છે જેથી પહેર્યા પછી સાડી ખૂબ જ સુંદર લાગે છે. જો તમને ટેમ્પસીલ્કની ટેમ્પલ બોર્ડર વાળી સાડી ન પહેરવી હોય તો તમે કોટનની ટેમ્પલ બોર્ડર વાલી સાડી પહેરી શકો.

કોટન સાડીમાં ટેમ્પલ બોર્ડર કલરમાં હોય છે જેમ કે, બ્લેક કલરની સાડીમાં ટેમ્પલ રેડ , ગ્રીન , યેલ્લો કલરમાં હોય છે. તો યેલ્લો કલરની સાડીમાં ટેમ્પલ બોર્ડર રેડ, બ્લુ, ગ્રીન , પિન્ક, કલરમાં હોય છે. ટેમ્પલ બોર્ડર વાલી સાડી ખાસ કરીને બ્લેક, રોયલ બ્લુ, વાઈટ, ડાર્ક ગ્રીન,અને યેલ્લો કલરમાં સારી લાગે છે. ટેમ્પલ બોર્ડર સાડી પહેર્યા પછી એક ગ્રેસફુલ લુક આપે છે.

આ પણ વાંચો…ફેશન : ફેસ્ટિવ વેરમાં કઈ રીતે મિક્સ એન્ડ મેચ કરશો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button