ફેશન: કેવું બોટમ પસંદ કરશો? | મુંબઈ સમાચાર

ફેશન: કેવું બોટમ પસંદ કરશો?

-ખુશ્બુ મુલાણી ઠક્કર

બોટમ એટલે કુર્તાની નીચે પહેરવામાં આવતુ વસ્ત્ર. આમાં ઘણા પ્રકાર આવે છે જેમકે, સલવાર, ચુડીદાર, પેન્ટ, પ્લાઝો વગેરે. આજે આપણે પેન્ટ અને પ્લાઝોની વાત કરીએ. આમાં પણ ઘણા વેરીએશન આવે છે. ચાલો જાણીએ પેન્ટ કે પ્લાઝોની પસંદગી કઈ રીતે કરી શકાય.

પેન્ટ એટલે, જે સ્ટ્રેટ ફીટિંગમાં હોય અથવા પગનો જે શેપ હોય તે ફીટિંગમાં હોય તેને પેન્ટ કહેવાય. પ્લાઝો એટલે કે જે કમર પર માપ હોય તે જ માપ નીચે સુધી હોય, એટલે કે જોવામાં ખૂબ જ પહોળા લાગે છે. આમાં પણ વેરીએશન આવે છે જેમકે, વધારે ઘેરાવાળા, જે દૂરથી જોવામાં એવું લાગે કે જાણે સ્કર્ટ પહેર્યું છે. ટોપ સાથે પેન્ટ પહેરવું કે પ્લાઝો તેની પસંદગી કરતાં આવડવું જોઈએ અથવા તો એમ પણ કહી શકાય કે, કયા ટોપ સાથે કઈ જાતનું બોટમ પહેરવું એ પણ એક આવડત છે.

ઓફિસ વેર – ઓફિસ વેર માટે કંફર્ટેબલ અને સ્ટાઈલીશ આઉટફીટ હોવા જોઈએ. કુર્તો ભલે દેશી હોય પણ જો તેની સાથે પેન્ટ પહેરવામાં આવે તો એક સ્માર્ટ લુક આપે છે. પેન્ટ કોઈ પણ ઉંમરની મહિલાઓને સારું લાગે છે. આ પેન્ટ કોટન સ્ટ્રેચેબલ ફેબ્રિકમાંથી બનેલું હોવાથી પહેર્યા પછી એક સ્લીક લુક આપે છે. કોટન પેન્ટ તમે કોઈ પણ સ્ટાઈલના ટોપ સાથે પહેરી શકો છો જેમકે, એ લાઈન કુર્તા કે પછી કલીદાર. અને મોટે ભાગે કોઈ પણ કુર્તા સાથે વાઈટ કે બ્લેક કલરનું પેન્ટ મિક્સ મેચ કરી જ શકાય છે. જેમનું શરીર સુડોેળ હોય તેઓ સ્ટ્રેટ અને કલીદાર એમ બન્ને સ્ટાઈલના કુર્તા પહેરી શકે છે. જેઓનું શરીર થોડું ભરાવદાર હોય તેઓએ ખાસ કરીને પેન્ટ પહેરવા જોઈએ. પેન્ટ પહેરવાથી વધારે ભરાવદાર નહીં લગાય. પેન્ટ સાથે કલીદાર કુર્તો હેરવો જેથી કમરની નીચેનો ભાગ કવર થઈ જાય. ઓફિસ વેર માટે પેન્ટ સાથે હીપ કવરિંગ ટોપ પણ સારા લાગશે. પેન્ટ સાથે જે કુર્તા પહેરવામાં આવે તેની સ્ટાઈલિંગ પણ થોડી જુદી હોય છે જેમકે ખાસ કરીને બંધ ગળાના કુર્તા પહેરવામાં આવે છે.

પેન્ટ સાથે કુર્તાનું સિલેકશન કરતી વખતે તમારી પર્સનાલિટી અને ઉંમરને ખાસ ધ્યાનમાં રાખવી.

પ્લાઝો- પ્લાઝો એક ચોક્કસ પ્રકારની પર્સનાલિટીને જ શોભે છે. જો તમારી હાઈટ સારી હશે તો પ્લાઝો ખૂબ જ સુંદર લાગશે. પ્લાઝો પહેર્યા પછી તમારા લુકમાં એક સ્ટાઈલ ઉમેરાય છે. પ્લાઝો કોન્ટ્રાસ્ટમાં કે સેમ કલરમાં પહેરી શકાય છે. પ્લાઝોની લેન્થ ખાસ કરીને એન્કલ સુધી જ રાખવી. જયારે પ્લાઝોની લેન્થ એન્કલ સુધી હોય ત્યારે ગ્રેસફુલ લુક આવે છે.

પ્લાઝો પહેરવાથી થોડો બ્રોડ લુક આવે છે તેથી ઘણી મહિલાઓ પ્લાઝો પહેરવાનું ટાળે છે. પ્લાઝો સાથે બધી જ ટાઈપના ટોપ્સ પહેરી શકાય જેમકે, શોર્ટ ટોપ, હીપ લેન્થ, ની લેન્થ, કાફ લેન્થ કે પછી એંકલ લેન્થ. તમે તમારી પર્સનાલિટી મુજબ ટોપની પસંદગી કરી શકો. જો તમારું શરીર સુડોળ હોય તો પ્લાઝો સાથે શોર્ટ ટોપ પહેરી શકાય. જો તમારી હાઈટ સારી હોય તો તમે પ્લાઝો સાથે લોન્ગ ટોપ પહેરી શકો. જેટલું ટોપ લાંબું હશે તેટલો જ ગ્રેસફુલ લુક આવશે. પ્લાઝો સાથે ક્લોઝ નેકના કુર્તા પણ સારા લાગશે.

જયારે કોઈ અલગ લુક જોઈતો હોય ત્યારે પ્લાઝો પહેરવું જોઈએ. પ્લાઝોના ફેબ્રિકમાં ઘણી વેરાઈટી આવે છેે જેમકે, રેયોન, સિલ્ક, બાટીક, ચીકન વગેરે. કોટન પ્લાઝો કેઝ્યુઅલી પહેરી શકાય. બાટીક પ્લાઝો સાથે પ્લેન ટોપ પહેરવું. જ્યારે સિલ્ક પ્લાઝો સાથે સિલ્કનું જ ટોપ પહેરી એક ફોર્મલ લુક આપી શકાય. લીનન ટોપ સાથે ચીકનનો પ્લાઝો પહેરી શકાય. રાણી ચંદેરી કુર્તા સાથે સિલ્કનો પર્પલ પ્લાઝો પહેરી શકાય.

જો તમને ફેશનની આગવી સૂઝ હોય તો તમે પેન્ટ અને પ્લાઝો સાથે મિક્સ એન્ડ મેચ કરી શકો. કોઈનું આંધળું અનુકરણ કરવું નહીં.

આ પણ વાંચો…ફેશન: કેવી લેસ સિલેક્ટ કરશો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button