ફોકસ : સ્ત્રી ઉપર પુરુષની માલિકીની ભાવના શેમાંથી જન્મી હશે? | મુંબઈ સમાચાર
લાડકી

ફોકસ : સ્ત્રી ઉપર પુરુષની માલિકીની ભાવના શેમાંથી જન્મી હશે?

-ઝુબૈદા વલિયાણી

મનુષ્ય પણ એક પશુ જ છે.

  • વાનરમાંથી મનુષ્ય બન્યો હોવાનું કહેવાય છે.
  • વાનર જાતિઓમાં શક્તિશાળી નરવાનર અન્ય નરવાનરોને તગેડીને ટોળીમાંની માદા વાનરો પર પ્રજોત્પત્તિનો અધિકાર મેળવે છે.
  • ટૂંકમાં નરવાનરો બહુપત્નીક હોય છે.
  • પશુ અવસ્થામાં પુરુષ પણ બહુપત્નીક હોવો જોઈએ.
  • એ પછી કાલાંતરે લડાઈઓ અને મારામારીનો અંત લાવવા ટોળીઓ વિકસવા લાગી.
  • એ ટોળી અવસ્થામાં કોઈ પણ સ્ત્રી કોઈ પણ પુરુષને ભોગવવા માટે ઉપલબ્ધ બનવા લાગી.
  • પશુ અવસ્થામાં પુરુષ બહુપત્નીક હતો તો ટોળી અવસ્થામાં પુરુષની માફક સ્ત્રી પણ બહુપતિ બનવા લાગી.
  • આમ બહુ પત્નીત્વ અને બહુપતિત્વનો રિવાજ અસ્તિત્વમાં
    આવ્યો.
  • આદિમ ટોળીઓ સ્થિર પણ એક પુરુષ અને એક પત્ની તેમજ એક પુરુષ અને એકથી વધુ પત્નીઓનો રિવાજ અસ્તિત્વમાં આવ્યો.
  • સ્ત્રી પુરુષના સંબંધોમાં પસંદગીનું તત્ત્વ ઉમેરાયું.
  • સમાજ સ્થિર થવા લાગ્યો. તેમ છતાંય સ્ત્રી ઉપર પુરુષનો અધિકાર અથવા માલિકીભાવ કાયમ રહ્યો.
  • મહાભારતના શાંતિ પર્વના 207મા અધ્યાયમાં ભીષ્મ સ્ત્રી – પુરુષ સંબંધથી લઈને કુટુંબ સંસ્થાનો વિકાસ સમજાવતા આ મુજબ કહે છે:
  • અર્થાત્
  • કૃતયુગમાં સ્ત્રી પુરુષ વચ્ચે ઈચ્છા થાય ત્યારે સમાગમ થતો હતો.
  • મા,
  • બાપ,
  • ભાઈ, બહેન,

…વગેરેનો કોઈ ભેદ નહોતો.

  • માનવસમાજની આ પશુ અવસ્થા હતી.
  • એ પછી ત્રેતા યુગમાં સ્ત્રી-પુરુષ એકબીજાનો સ્પર્શ કરે તો તે સંજોગોમાં સમાજ તેમને સમાગમ કરવાની છૂટ આપતો હતો.

અહીં પસંદગીનું તત્ત્વ ઉમેરાયું હતું.

  • દ્વાપર યુગમાં મૈથૂન અવસ્થા
    એટલે કે જોડીમાં રહેવાનો રિવાજ શરૂ થયો હતો.
  • દ્વાપર યુગમાં મનુષ્ય જોડી બનાવીને રહેતો થયો હતો પણ તેમની જોડીને હજી સ્થિરતા પ્રાપ્ત થઈ નહોતી.
  • ભીષ્મના કહેવા પ્રમાણે કલીયુગમાં દ્વંદ્વાવસ્થા એટલે કે વિવાહ સંસ્થા શરૂ થઈ.
  • સ્ત્રી પુરુષની જોડી સ્થિર થવા લાગી અને તેમાંથી.

કુટુંબ,

વંશ,

ગોત્ર,

જાતિ અસ્તિત્વમાં આવ્યા.

બોધ:

  • આટલા પ્રાચીન કાળમાં ભીષ્મ પિતામહે કરેલું આ સમાજ શાસ્ત્રીય વિવેચન અપૂર્વ છે.
  • ભીષ્મ આપણા આદરને પાત્ર છે.

સનાતન સત્ય:

  • પ્રાચીનતમ આદિમ સમાજમાં (અને આજે પણ) સ્ત્રીને પુરુષની માલિકીની જણસ
    માનવામાં આવતી હતી.
  • ગાય,
  • બળદ,
  • મકાન,
  • જમીનની જેમ જ
  • સ્ત્રીને પણ પુરુષની માલિકીની વસ્તુ માનવામાં આવતી હતી.
    कन्या हि अर्थो परकीय एव એમ મહાકવિ કાલિદાસે કહ્યું છે.

    આ પણ વાંચો…ફોકસ: ભોજન ક્યારે ને કેવી રીતે કરવું ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button