શુભ મંગલમ્ વૅડિંગ બજેટ વિશેષ ટિપ્સ

ફોકસઃ ઝુબૈદા વલિયાણી
જ્યારે લાડલી દીકરીનાં લગ્નની વેળા આવે છે ત્યારે પોતાના બજેટમાં સારામાં સારી વ્યવસ્થા કરવાની ઈચ્છાની સાથે મનમાં ક્યાંક એક ડર હોય છે કે કોઈ ભૂલ થઈ ન જાય.
ઘણી વખત પૂરતી માહિતીના અભાવમાં લોકો બિનજરૂરી ખર્ચા કરી બેસે છે. આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે વૅડિંગ બજેટ નક્કી કરવું બહુ જરૂરી બની જાય છે.
લગ્નની તૈયારી શરૂ કરતી વખતે આટલું ધ્યાન રાખવું:
લગ્નની તૈયારી શરૂ કરતાં પહેલા એક વીક માર્કેટ સર્વેમાં લગાવો.
આ કામ માટે તમે તમારાં સગાં-સંબંધી અથવા કોઈ મિત્રની સલાહ લઈ શકો છો.
જેમને ત્યાં થોડા સમય પહેલાં જ લગ્નપ્રસંગ યોજાયો હોય તેમની મદદ લઈ શકાય.
કંકોતરી હોય કે લગ્નસ્થળ.
બેન્ડ હોય કે પછી આઉટફિટ લગ્નથી જોડાયેલી નાની-નાની વસ્તુઓના બુકિંગ પહેલાં તેના ભાવ જાણી લો કે કઈ જગ્યાએ મળે છે.
લગ્ન માટેની ખરીદી કરવા માટે રિટેલ માર્કેટને બદલે હોલસેલ માર્કેટમાં ખરીદી કરવા જાવ તેમજ તમારા લગ્નના બજેટનો અડધો ભાગ તમારી દીકરીની જ્વેલરી માટે રાખો.
…અને વહાલી લાડકી પૂર્તિની વાચક બહેન દીકરીઓ!
- છેલ્લે સૌથી જરૂરી વાત, જેના કારણે મોટાભાગના લોકોના બજેટમાં વધારો થઈ જતો હોય છે અને પાછળથી અફસોસ કરવાનો જ રહે છે.
- ક્યારેક બીજા લોકોની વાતમાં આવી બિનજરૂરી ખર્ચ ન કરો.
- કાયમ પોતાની આર્થિક પરિસ્થિતિ જોઈને જ ખર્ચો કરવો જોઈએ જેથી કોઈ પાસે હાથ લાંબો કરવાની જરૂર ન પડે.
કારણ
જ્વેલરી શૃંગારની સાથે સાથે તમારી દીકરીને આર્થિક સુરક્ષા પણ આપે.
તમારા લગ્નનું બજેટ લિમિટેડ હોય તો તમે લગ્નના બજેટમાં
ડીજે
ફલોરિસ્ટ
બ્યુટિશિયન
મેંદી આર્ટિસ્ટ અને ટૂરના ખર્ચમાં આરામથી કાપ મૂકી શકો છો તેમ જ તમારી જરૂર મુજબ તમારા બજેટમાં નાના-મોટા ફેરફાર કરી બજેટનું બેલેન્સ જાળવી શકો છો. વૅડિંગ બજેટ માટે આ વિશેષ ટિપ્સ શુભ મંગલમ્ બને એવી સૌ વાચક બહેનોને શુભેચ્છા.



