બી માય વેલેન્ટાઈન

ફેશનઃ ખુશ્બુ મુલાણી ઠક્કર
વેલેન્ટાઈન ડે પ્રેમ, રોમાન્સ અને ખુશીઓનો તહેવાર! 14 ફેબ્રુઆરીએ દરેક કપલ આ દિવસને ખાસ બનાવવા માટે તૈયારી કરે છે. આ દિવસે માત્ર ગિફ્ટ અને ડિનર જ નહીં, પણ તમારો પહેરવેશ પણ તમારી લવ સ્ટોરીને વધુ રોમાન્ટિક બનાવે છે. ગુજરાતીઓ માટે આ દિવસ પર પરંપરાગત અને મોડર્ન સ્ટાઈલનું મિશ્રણ કરીને ડ્રેસ અપ કરવું ખૂબ જ સુંદર લાગે છે. 2026માં વેલેન્ટાઈન ડેના ટ્રેન્ડ્સમાં પેસ્ટલ કલર્સ, રિચ બર્ગન્ડી, લેસ, ફ્લોરલ ડિટેઈલ્સ અને બોલ્ડ રેડનું બોલબાલા છે. આ લેખમાં અમે તમને મહિલાઓ અને પુરુષો માટે વિવિધ પ્રકારના પહેરવેશ, એક્સેસરીઝ અને ટિપ્સ આપીશું જેથી તમે તમારા પાર્ટનરને પ્રભાવિત કરી શકો.
રેડ સાડી- વેલેન્ટાઈન ડેની વાત આવેને એટલે માત્ર રેડ કલર જ ધ્યાનમાં આવે. જો તમને એક કલાસી અને અલગ લુક જોઈએ તો તમે રેડ શિફોનની સાડી પહેરી શકો. જો તમારું શરીર સુડોળ હોય તો તમે રેડ સાડી સાથે હોલ્ટર નેક અથવા અસ્લીવ લેસ્સ બ્લાઉઝ પહેરી શકો. રેડ કલર એ એક સોલિડ કલર છે. અને રેડ કલર એ એક એવો કલર છે કે જે, બધા જ સ્કિન ટોન પર સારો લાગે છે. શર્ત માત્ર એટલી જ કે, તમારા સ્કિન ટોન પ્રમાણે તમારે રેડ કલરના શેડની પસંદગી કરવી પડે. શિફોન ફેબ્રિક એ એક ફ્લોઈ ફેબ્રિક છે અને તે શરીર પર ખૂબ જ સારી રીતે બેસે છે. રેડ સાથે તમે ઑફ વાઈટ, બ્લેક કે પછી ગોલ્ડ કલરના બ્લાઉઝનું કોમ્બિનેશન કરી શકો. આ લુક સાથે સ્ટ્રેટ હેર તો સારા લાગશે જ પણ સાથે સાથે સોફ્ટ કલર્સ પણ સારા લાગશે. તમારા સ્કિન ટોનને આધારે તમે લિપસ્ટિકમાં ન્યૂડ શેડ અથવા લાઈટ કે ડાર્ક રેડ લિપસ્ટિક લગાડી શકો. જ્વેલેરીમાં નો જ્વેલરી લુક અથવા તો મિનિમલ જ્વેલરી
લૂક વધારે સારો લાગશે.
રેડ ડ્રેસ- અમુક કલરના ડ્રેસ એ યુવતી પાસે હોવો જ જોઈએ જેમકે, બ્લેક ડ્રેસ કે પછી રેડ ડ્રેસ. રેડ ડ્રેસમાં ઘણી વેરાઈટી આવે છે. તમારા બોડી ટાઈપ મુજબ તમે ડ્રેસના પેટર્નની પસંદગી કરી શકો. સૌથી પહેલા રેડ ડ્રેસ પસંદ કરતી વખતે કઈ પેટર્ન તમારી ઉપર સારી લાગશે તે જોવું પડે.
જેમકે, જો તમારું શરીર સુડોળ હોય તો તમને બધા ટાઇપની પેટર્ન સારી લાગશે. જો તમારું શરીર ભરેલું હોય તો, તમને એ લાઈન ડ્રેસ સારા લાગશે. વધારે પડતા બોડી હગિંગ ડ્રેસ પહેરવાથી પેટ અને કમરનો ભાગ વધારે હાઇટલાઇટ થશે અને ખરાબ લાગશે. જેમનું શરીર ભરેલું છે તેમણે યોક વાળા ડ્રેસ પહેરવાનું પણ ટાળવું. યોક વાળા ડ્રેસથી તમારી બસ્ટ લાઈન વધારે હાઈલાઈટ થશે.
જેમનું શરીર ભરેલું હોય તેઓ એન્કલ લેન્થના ફલેરી ડ્રેસ પહેરી શકે. ફલેરી ડ્રેસિસમાં એવી પેટર્ન કરવી કે જો તેમાં કોઈ પ્રિન્ટ હોય તો તે નીચેની સાઈડ હોય તેવો ડ્રેસ લેવો જેથી કરી ધ્યાન લોઅર બોડી પર જાય અને અપ્પર બોડી કે જે હેવી છે તે વધારે હાઇટલાઇટ ન થાય.
જેમની બસ્ટ લાઈન હેવી હોય તેમણે ખાસ કરીને વી નેક પહેરવું, કલોઝ નેક કે ચાઈનીઝ કોલર વાળા ડ્રેસ ન પહેરવા. આવી નેકલાઇનથી શોલ્ડર વધારે હેવી લાગશે. જો હેવી બોડી વાળી મહિલાઓને સ્કર્ટ પહેરવું હોય તો તેઓ એ લાઈન ઘેર વાળું સ્કર્ટ પહેરી શકે અથવા તો મર્મેડ સ્ટાઇલ સ્કર્ટ કે જે કમર અને હીપથી ટાઈટ હોય અને ની પછીથી ફ્લેર દેખાય. આવા સ્કર્ટ સાથે ફેન્સી ફલેરી ટોપ્સ અથવા હિપ લેન્થ ટોપ્સ સારા લાગી શકે.
જેમનું શરીર સુડોળ છે તેઓ બધી જ ટાઈપના ફેન્સી ડ્રેસ પહેરી શકે. કંઈક હટકે લાગવા માટે રેડિકલરનું જમ્પ સૂટ પહેરી શકાય. કે પછી પ્લાઝો સાથે કોઈ ફોર્મલ ટોપ પહેરી શકાય. જો તમને કોઈ ફોર્મલ પાર્ટીમાં જવાનું હોય તો, રેડ કલરનો સિલ્કનો ડ્રેસ પણ પહેરી શકાય.
કંઇક અલગ- વેલેન્ટાઈન ડેમાં જો તમારે કોઈ પર્ટિક્યુલર રેડ કલરનો ડ્રેસ ન પહેરવો હોય તો, પિન્ક, વાઈન, કે પછી લવેંડર કલરના ડ્રેસ પણ પહેરી શકો. બે ટાઇપની મેન્ટાલીટી હોય છે. એક એ કે વેલેન્ટાઈન ડે પર રેડ કલર જ પહેરવો જોઈએ. અને બીજી મેટાલિટી એ છે કે, રેડ કલર પહેરવો એ જરૂરી નથી. કોઈ પણ કલરના ડ્રેસ પહેરી શકાય. તેથી તમને જે કલર ગમતો હોય તે કલરના ડ્રેસ પહેરી શકો.
જેમકે, પિન્ક કે લેવેન્ડર કલરનો કોઈ ની લેન્થનો ડ્રેસ. કંઈક અલગ ટ્રાય કરવા માટે વાઈન કલરનો સેમી કફ્તાન પહેરી તેની પર તમારા બોડી ટાઈપ મુજબ થીન કે બ્રોડ બેલ્ટ પહેરી શકાય. અથવા તો એન્કલ લેન્થનો લુઝ પ્લાઝો અને તેની પર કોઈ ફેન્સી ટોપ પણ પહેરી શકાય. જરૂરી નથી કે કોઈ બોડી હગિંગ ડ્રેસ જ પહેરવો પડે. તમને જે ડ્રેસિસમાં કમ્ફર્ટેબલ લાગતું હોય તેવા જ કપડાં પહેરવા.
કોઈનું આંધળું અનુકરણ કરવું નહીં. વેલેન્ટાઈન ડે ડેનિમની શોર્ટ્સ સાથે કોઈ રેડ કલરનું ફ્લોરલ ફેન્સી ટોપ પહેરી, પગમાં સ્નીકર્સ કે સ્પોર્ટસ શૂઝ પણ પહેરી શકાય. આપણને જે કપડામાં કોન્ફિડેન્ટ ફીલ થતું હોય અને જેમ આપણે બેસ્ટ લાગી શકીયે તે કપડામાં વેલેન્ટાઈન ડે આપણી પ્રિય વ્યક્તિ સાથે આપણે માણી શકીએ.
આ પણ વાંચો…ફેશનઃ એવરગ્રીન બ્લોક પ્રિન્ટ



