વિશેષઃ પુરુષનાં શરીરમાં અટવાઈ ગયેલી સ્ત્રીની વ્યથા… | મુંબઈ સમાચાર
લાડકી

વિશેષઃ પુરુષનાં શરીરમાં અટવાઈ ગયેલી સ્ત્રીની વ્યથા…

રાજેશ યાજ્ઞિક

ઓળખ અને વ્યક્તિત્વ પરની ચર્ચાઓ વચ્ચે, તાજેતરના દાયકાઓમાં લિંગ ઓળખનો પ્રશ્ન ખૂબ ચર્ચામાં રહ્યો છે. અત્યારે સજાતીય સંબંધ અને ટ્રાન્સજેન્ડરનો કાનૂની સ્વીકાર થાય તે માટે લડાઈ ચાલી રહી છે. ટ્રાન્સજેન્ડર એટલે જે વ્યક્તિ શારીરિક રીતે સ્ત્રી કે પુષ છે, પણ તેમના મનની લાગણીઓ અને આંતરિક ભાવ તેનાથી વિપરીત છે.

આ લાગણી જેટલી તે અનુભવનાર માટે સમજવી અને સ્વીકારવી મુશ્કેલ છે તેટલી જ તેમના પરિવાર અને સમાજ માટે. તેમાંથી જ એક માનસિક અને સામાજિક સંઘર્ષ ઊભો થાય છે. કેટલાક આ સંઘર્ષનો સામનો કરવામાં હારી જાય છે. તેમનું જીવન અસ્તવ્યસ્ત થઇ જાય છે. તો કેટલાક પોતાના આ આંતરિક સંઘર્ષને માત આપીને સમાજ સામે બંડ પોકારીને પોતે જેવા છે તેનો સ્વીકાર કરીને નવા જીવનની કેડી કંડારે છે.

આજે એક એવી ટ્રાન્સજેન્ડર નૈના મેનનની વાત કરવી છે, જે પુષના ખોળિયામાં સ્ત્રીનો આત્મા લઈને જન્મી. નૈનાએ પોતાનો પુષ તરીકેનો ભૂતકાળ લગભગ ભૂંસી જ નાખ્યો છે એટલે આપણે તેને નૈના જ કહીશું. તેનો જન્મ કેરળમાં થયો હતો. પણ તેનું શિક્ષણ દિલ્હીમાં થયું હતું. નૈનાને તેના શાળાનાં વર્ષો દરમિયાન ખ્યાલ આવ્યો કે તે શાળાના અન્ય છોકરાઓ કરતા અલગ હતી, નૈનાને સ્ત્રીઓ જેવા પોશાક પહેરવાનું ખૂબ ગમતું.

તેના શોખ છોકરા જેવા નહોતા આનાથી તે ભાવનાત્મક રીતે અશાંત થઈ ગઈ. સૌથી મોટી સમસ્યા એ હતી કે તેની પાસે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે કોઈ નહોતું. આવું કેમ બની રહ્યું છે તે તેને પોતાને સમજાતું નહોતું. આ સમય તેના માટે પોતાની ઓળખ અંગે મૂંઝવણનો હતો જે સમજવો તેમના માટે સરળ નહોતો.

પુષ તરીકે જન્મેલી નૈનાને સમય જતાં તેનાં છુપાયેલાં સ્ત્રીત્વનો અહેસાસ થયો. જ્યારે નૈનાએ બેંગલુમાં કોલેજમાં પ્રવેશ મેળવ્યો, ત્યારે તેને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી કે તે એકલી નથી. તેનાં જેવાં ઘણાં લોકો લિંગ ઓળખના મુદ્દાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. તેની ઈચ્છા પાઇલોટ બનીને વિમાન ઉડાવવાની હતી. તેથી તેણે એન્જિનિયરિગ કરવાનું નક્કી કર્યું. સારી વાત એ હતી કે માનસિક અને સામાજિક સંઘર્ષ વચ્ચે પણ નૈનાની દિશા નક્કી હતી.

તે સજાતીય અને ટ્રાન્સજેન્ડર લોકો માટે કામ કરતી સંસ્થાઓના સંપર્કમાં આવી અને તેને સમજાયું કે પોતાની ઓળખ પોતે પ્રસ્થાપિત કરવી તેનો અધિકાર છે. તેણે છુપાઈને જીવવાની જરૂર નથી. આખરે નૈનાએ તેના માતા-પિતા સમક્ષ પોતાની ઓળખ અને પોતાની લાગણીનું સત્ય જણાવ્યું, ત્યારે તેને તેમના તરફથી તીખા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. પરિવારે તેની લાગણીઓને સમજવા કે સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેની પાસે પોતાનું ઘર અને પરિવાર છોડવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહીં.

તે એન્જિનિયરિગનું પોતાનું શિક્ષણ પૂં કરવા બેંગલુ ચાલી ગઈ. તેનું સપનું તો પાયલોટ બનવાનું જ હતું, જેના માટે તેણે તૈયારી શ કરી. સાથે, જીવન ટકાવવા કમાણી કરવી પણ જરૂરી હતી. એન્જિનિયરિગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેણે પોતાની લાયકાતના આધારે નોકરી મેળવી. નોકરી મેળવ્યા પછી, નૈના પોતાની સ્વતંત્ર ઇચ્છાથી એક ટ્રાન્સ મહિલા તરીકે પૂરા દિલથી અને ગર્વથી સ્ત્રીની જેમ જ જીવવા લાગી. આ હિંમતવાન નિર્ણયથી એ તેના પરિવાર અને મિત્રો ફરી એકવાર દૂર થઈ ગયા.

નૈનાને જીવનમાં ઘણા મુશ્કેલ અનુભવોનો સામનો કરવો પડ્યો. લોકોએ તેને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાનો પ્રયાસ પણ કર્યો. આ મુશ્કેલ સમયમાં, નૈનાના ગુએ તેને ટેકો આપ્યો. તેમણે નૈનાને સમજીને અને તેની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખીને તેને આગળ વધવા માટે પ્રોત્સાહિન આપ્યું. પાઈલોટ બનવાની તૈયારી દરમિયાન તેણે ફિટનેસ ટે્રનર તરીકે પણ કાર્ય કર્યું , જેથી જીવન નિર્વાહ થઇ શકે.

આખરે કઠિન પ્રયાસો અને અંગત પડકારોનો બહાદુરીથી સામનો કરીને તે સફળતાની ઊંચાઈઓ પર ચઢી. નૈનાએ આકાશમાં ઊંચે ઉડવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું અને આજે તેને `દેશની પ્રથમ ટ્રાન્સ મહિલા પાઇલટ’ તરીકે ઓળખવામાં આવે છે. નૈનાની મુશ્કેલીઓએ તેને શીખવ્યું કે ફક્ત શિક્ષણ જ તેને બાકીનું જીવન સ્વતંત્ર રીતે જીવવામાં મદદ કરી શકે અને તેના આત્મસન્માનનું રક્ષણ પણ કરી શકે છે. નૈના માને છે કે શિક્ષણે તેને સંજોગો બદલવામાં મદદ કરી અને આજે તે જે પણ ઓળખ ધરાવે છે તેનો સંપૂર્ણ શ્રેય તેના શિક્ષણને જાય છે.

નૈનાએ આજે `એર ઇન્ડિયા’ની પાયલોટ બનીને આકાશની ઊંચાઈઓ સુધી પહોંચવાનું લક્ષ્ય સિદ્ધ કર્યું એની સાથોસાથ નૈના એક કુશળ ફિટનેસ ટે્રનર અને સફળ મોડેલ પણ છે અને તે એક લેખિકા તરીકે પણ જાણીતી છે. પોતાના જીવન ઉપર તેણે એક પુસ્તક પણ લખ્યું છે, જેથી પોતાના જેવા અન્ય લોકોને પ્રેરણા મળી શકે.

આ પણ વાંચો…વિશેષ – પૂર્ણમાસી જાની: એક આદિવાસી સ્ત્રી કઈ રીતે બની ‘પદ્મશ્રી’?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button