વિશેષઃ ટેટૂ ને પિયર્સિંગ છે ટ્રેન્ડમાં | મુંબઈ સમાચાર
લાડકી

વિશેષઃ ટેટૂ ને પિયર્સિંગ છે ટ્રેન્ડમાં

-પ્રતિમા અરોરા

આજકાલ ટેટૂ અને પિયર્સિગ ખૂબ જ કોમન છે. ટીનએજર, એડલ્ટ અને 50 વર્ષની ઉપરની મહિલાઓ પણ ટેટૂ અને પિયર્સિંગ કરાવે છે. આનાથી એક ટ્રેન્ડી લુક આવે છે. હવે તો કાર્યસ્થળ પર પણ ટેટૂ અને પિયર્સિગ ચાલે છે.

આજકાલ સોશિયલ મીડિયા પર અલગ અલગ જાતના ટેટૂ અને ખાસ કરીને પિયર્સિંગ લોકોને આકર્ષિત કરી રહ્યાં છે. આ
બધાને જોઈ માત્ર એક જ વિચાર આવે કે, આટલાં બધાં ટેટૂ અને પિયર્સિંગ સાથે આ લોકો એક સામાન્ય જીવન કઈ રીતે જીવી શકતા હશે. જો તમારે પણ ટેટૂ અને પિયર્સિંગ કરાવવું હોય તો થોડી વાતોનું ધ્યાન રાખવું પડશે. જેમકે,

  • જો તમે ટેટૂ કે પિયર્સિંગ કરાવવાનું વિચારી રહ્યા હોવ તો એવી જગ્યા ગોતવી કે જ્ેની કિંમત રિઝનેબલ હોય અને જેનું ખૂબ જ નામ હોય. સ્ટૂડિયો ચોખ્ખો હોવો જોઈએ. ટેટૂ બનાવવાવાળો એવો હોવો જોઈએ કે તમને શું જોઈએ છે તે સમજી શકે અને તે અનુસાર આપને સલાહ આપી શકે. તમારા બીજા મિત્રો જેમણે ટેટૂ કે પિયર્સિંગ કર્યુ છે તેઓ પાસેથી આ ક્રિયાનો અભિપ્રાય જાણી લેવો.
  • ટેટૂ કરાવતા પહેલાં તમારે કઈ ડિઝાઈન ક્યાં કરાવવી છે તે પહેલાં સમજાવી દેવું. જો તમને ખ્યાલ ન આવતો હોય તો આર્ટિસ્ટ પાસે સમજી લેવું. જો તમે કોઈ ડિઝાઈન સિલેક્ટ કરી રાખી હોય તોે તમે તેનો ફોટો પણ બતાવી શકો.
  • આ એક પીડાદાયક પ્રક્રિયા હોય છે અને આને બનાવવામાં ઘણો સમય પણ લાગે છે. જો તમે હોઠ કે જીભ પર ટેટૂ કે પિયસિર્ંગ કરાવવા માંગો છો તો સરખું ખાઈને જવું કારણકે આ કરાવ્યા પછી તમને મોઢામાં દુખશે. ટેટૂ બનાવતા પહેલાં કોઈ પણ જાતનો નશો ન કરવો જેનાથી તમને નુકશાન પહોંચી શકે.

-ટેટૂ અથવા પિયર્સિંગ એક લાંબી પ્રક્રિયા હોય છે. કઈ ડિઝાઈન પૂરી થવામાં કેટલો સમય લાગશે તે ટેટૂની ડિઝાઈન પર આધાર રાખે છે. ટેટૂ કરાવતા વખતે તમે કઈ રીતે તમારું ધ્યાન બીજી બાજુ રાખી શકો તે વિચારી લેવું જેથી આર્ટિસ્ટ પણ હેરાન ન થાય.

  • આ દરમિયાન દર્દ અને કમજોરી લાગે છે. પિયર્સિંગ તો તમને સ્વાસ્થ્ય પર ભારી પણ પડી શકે. ઘણીવાર દર્દ સહન ન થતાં બેહોશ પણ થઈ જવાય છે. તેથી જ ટેટૂ બનાવતા વખતે કોઈને સાથે રાખવું જેથી તમારી તબિયત બગડે તો તમારી સંભાળ માટે કોઈ હોવું જોઈએ.
  • પિયર્સિંગ પછી બ્લડ શુગર લેવલ ઘટી જાય છે અને શુગર લેવલ સ્થિર કરવું ખૂબ જ જરૂરી છે. તેથી જ આ પ્રક્રિયા પછી હાઈડ્રેટ રહેવું ખૂબ જ જરૂરી છે. ટેટૂ આર્ટિસ્ટ ટેટૂ બનાવવાના એક અઠવાડિયાં પહેલા જ વધારે પાણી પીવાની સલાહ આપે છે તેથી ત્વચામાં નમી જળવાઈ રહે જેથી ટેટૂની ડિઝાઈન અને સ્યાહી ત્વચાની અંદર સુધી જઈ શકે.
  • પિયર્સિંગ કરાવ્યા પછી તે ભાગને અડવું નહીં. તે ભાગને કોઈ એંટીસેપ્ટિક દવા કે હુંફાળા પાણીથી અથવા તો મીઠાવાળા પાણીથી ધોવું જોઈએ. ટેટૂ આર્ટિસ્ટ જે પણ સલાહ આપે તેના પર પૂરું અમલ કરવું જોઈએ. તરત નહાવું નહી. જે ભાગ પર પિયર્સિંગ કરાવ્યું હોય તે ભાગનું ખાસ ધ્યાન રાખવું.
  • ટેટૂ કરાવ્યા બાદ થોડા સમય માટે તેને પટ્ટીથી બાંધી રાખવું. તેની પર પાણી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. ટેટૂ કરાવ્યા બાદ તે ભાગ પર ખંજવાળ આવે છે. જે દવા આપી હોય તે લગાડવી જેથી ખંજવાળ ન આવે. કદાચ ચામડી નીકળી પણ શકે છે તો મુંઝાવું નહીં , તેની પર નવી ચામડી આવી જ જશે.

આ પણ વાંચો…જાત સાથે જીવવાનો અનેરો આનંદ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button