ટીનએજર્સમાં ટાસ્ક જીતવાની તાલાવેલી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી
“…આવી અનેક ક્ષણો આવે છે જ્યારે સામાન્ય વ્યક્તિઓ આશા ગુમાવી બેસે, પરંતુ યુસરા જેવી યુવતીઓ અસાધારણ હોય છે જેના માટે તેઓનો ગોલ- ધ્યેય એની દુનિયા અને તેના જીવનનું કેન્દ્રબિંદુ હોય છે એમ કહી સલોની- ધ ફિટનેસ સ્ટારે પોતાની વાત પૂરી કરી.
સલોનીએ વાત પૂરી કરતાવેંત વિહા બોલી ઊઠી, “મેમ આ મારી ફ્રેન્ડ ડિમ્પી અને સલોની જોકે, હવે આ વચ્ચે બોલબોલ કર્યા કરતી વિહાથી કંટાળેલી પણ એ કંઈ એમ ગાંજી જાય એવી બિલ્કુલ નહોતી. ગમે તેમ તોય એ એક સેલેબ્રિટી ફિટનેસ સ્ટાર મોડલ હતી, ભલે સોશ્યલ મીડિયા પર તોય શું થયું! એણે વિહા અને નવ્યાને રીતસર બહાર તગેડી મુક્યા, “શ ૂફક્ષિં તજ્ઞળય ફહજ્ઞક્ષય શિંળય ૂશવિં મશળાુ એવું બોલી એ સીધી ડિમ્પી તરફ વળી, વિહા વીલા મોં એ પાછી ફરી બહાર સોફા પર ફસડાય અને નવ્યા સાથે સલોની તો જો કેવી છે એ મતલબની ગપસપ ચાલુ કરી તો આ બાજુ ડિમ્પીએ સલોનીને ટૂંકમાં પોતાની આખી વાત વર્ણવી કઈ રીતે વધારે વજનને કારણે તેણીની મમ્મી સુધ્ધાં તેનાથી ભોંઠપ અનુભવે છે અને હવે પછીનો ટાર્ગેટ શું છે તેણીના મનમાં એ પણ કહ્યો.
આખી વાત પૂરી કરી બહાર નીકળેલી ડિમ્પી પાછળ “હમમ… વિલ મેઈક યુ વીન ધીઝ કોમ્પિટિશન એન્ડ મેની મોર એમ બોલી તેણીના ખભ્ભા થપથપાવી સલોની પોતાના સેશન માટે જવા રવાના થઈ ગઈ. વિહાને તો આ વાક્ય સંભળાતા જ પેટમાં તેલ રેડાયું. ડિમ્પીના મેઈક ઓવર અને પછી બ્યુટી પેજન્ટ જો જીતે તો એનો શ્રેય એ પોતાના અને વધીને અમુક મિત્રો સિવાય કોઈ સાથે વહેંચવા માગતી નહોતી પણ, હવે ડિમ્પી જે રીતે સલોનીની સલાહોમાં લપેટાય ગયેલી એ જોતાં મન મનાવ્યા વગર બીજો કોઈ છૂટકો નહોતો એવું તેણીને હાલ ફિલહાલ લાગ્યું.
જોકે, બહાર નીકળતા પહેલા સલોનીની મેનેજરે ફીનો જે મસમોટો આંકડો કહ્યો એ સાંભળી ડિમ્પી સહિત ત્રણેયના હાડ બેસી ગ્યા. ઓહો!! એક લાખ એ પણ ખાલી છ મહિના માટે? ડિમ્પી ઉદાસ થઈ ગઈ કારણકે, તેણીને પ્રેમથી ઉછેરનારી માસી તો હવે આ દુનિયામાં રહી નથી અને મોડલ એવી માં તેણીને કોઈ સપોર્ટ કરશે નહીં તો હવે શું કરવું? “લ્યો બગડીને બધી વાત, આટલી લાંબી કથા સાંભળી એ પહેલા જ પૈસાનું પૂછી લેવાની જરૂર હતી. વિહાએ ટપકું મુક્યુ. તેઓ સામે સંશયભર્યા ચહેરા સાથે જોઈ રહેલી, સખ્ત મેકઅપમાં વિંટળાયેલી મેનેજરને તો તેઓ કાલે આવીશું એમ કહી નીકળી ગયા પણ એ ફરી અહીં ક્યારેય આવવા ના હતા નહીં એ હવે ખબર નક્કી હતી.
બીજા દિવસે સાંજે વિહાના ઘરે ભેગી થયેલી આખી મિત્રમંડળીએ નક્કી કર્યુ કે એક લાખ તો શું દસેક હજાર પણ ફી આપી શકાય એવા પૈસા તેઓ પાસે છે નહીં અને એમ કોઈ સામે હાથ લંબાવી ડિમ્પીની મહેનત કે એષ્ણાને જગજાહેર કરવાની તો બિલ્કુલ જરૂર નથી એટલે બધાએ ‘ગૂગલ’ને શરણે જવાનું નક્કી કર્યું.
સલોનીના જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફિટનેસ ટિપ્સ, યુટ્યુબ પરથી દરરોજની કસરતના વીડિયોઝ, ડાયેટ ચાર્ટ, વોકિંગ, સાઈકલિંગ, વગેરે જેવી અનેક વસ્તુઓના સહારે ડિમ્પીની કવાયત શરૂ થઈ. કહેવાય છે ને કે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને એ જો કોઈ ટીનએજર અંકે કરી લે તો તેના માટે સફળતા નિશ્ર્ચિત અને મોટેરાઓ કરતાં વધુ સરળ તેમજ ઝડપી બની રહે છે. ઊગતું, જુવાન લોહી એને જ તો કહેવાતું હશે ને?!
એકબાજુ પૌલોમી દ્વારા બ્યુટી પેજન્ટની તડામાર તૈયારીઓ તો બીજી બાજુ ડિમ્પીને બ્યુટી બનાવવાનો સંઘર્ષ. આવનારા પચાસ દિવસો બધી રીતે નિર્ણાયક.
સ્કૂલ, ટ્યુશન, ઘર, હોમવર્ક, પ્રોજેકટ્સની ઘટમાળ વચ્ચે વિહા એન્ડ ફ્રેન્ડ્સ ડિમ્પી નામનો નવો ટાર્ગેટ લઈને દોડી રહ્યા હતા. તરુણાવસ્થાએ આવી કોઈપણ વસ્તુ એક પ્રકારનો રોમાંચ, થ્રીલ ઊભું કરતું હોય છે.
સ્નેહા સહિત બધીજ મમ્મીઓને વિહા તેમજ પોતાના દીકરા-દીકરીઓ જે કરી રહ્યા હતા એ વાહિયાત લાગી રહ્યું હતું, પણ ગેન્ગ વિહા માટે અત્યારે એ જીવનમરણનો પ્રશ્ર્ન થઈ પડેલો. પોતાનું વજન ઘટાડવા દિવસ-રાત એક કરી રહેલી ડિમ્પી તેણીના આ નવા અને ગાઢ બની ચુકેલા ફ્રેન્ડ્સ માટે જાતને નસીબદાર માનવા લાગેલી અને નાની નાની વાતમાં ગુસ્સે થવાને બદલે તેનું નિરાકરણ લાવવાની કોશિશ કરવા લાગી, પરંતુ પૌલોમીને જ્યારે જાણ થઈ કે ડિમ્પી બ્યુટી પેજન્ટ માટે દાવેદાર બનવા જઈ રહી છે ત્યારે ડિમ્પીને હિંમત આપવાને બદલે તેની હાંસી ઉડાવી એ ચાલી નીકળી.
“યાર, આ તારી મમ્મી તો જો? ત્રિશા બોલી એટલે રીવા એ પણ પૂછ્યું.”એ યાર, તારી સાથે આવું બિહેવિયર શા માટે કરે છે?
“તું એની સાથે નહોતી રહેતીને? આપણે પ્રાઇમરી ગ્રેડ્સમાં હતા ત્યારે? વિહા એ વાત વાળવાનો પ્રયત્ન કર્યો.
“ઓ મેડમ… પ્રાઇમરી અને ગ્રેડ્સ બન્ને એકજ થાય..!. હસતાં હસતાં વિવાને વિહાને ટપારી…
“ના, એવું નહીં…, એવું જ હોય શું હવે… હીહીહીહી એમ હસતા દલીલો કરતા વિહા-વિવાન “તવય શત ષયફહજ્ઞીત જ્ઞર ળય… મમ્મીને મારી બહુ ષયફહજ્ઞીતુ છે ડિમ્પીના આ શબ્દો સાંભળી ચોંકીને ચૂપ થઈ ગયાં.
શું કોઈ માને સંતાનોની સફળતાની ઈર્ષ્યા થાય? શું જગતની બધી જ સફળતા તમારાં કદમો ચૂમતી હોય તેમ છતાં માતાને એ સાવ ક્ષુલ્લક ઘટના લાગતી હોય એવું બને? અરે આવો વિચાર પણ કેમ આવે?? માને સંતાનની ઈર્ષ્યા થવી અશક્ય છે, આ જગત બહારની બનતી ઘટના છે એવું જો તમે માનતા હોય તો તમારી માન્યતા ખરેખર ભૂલ ભરેલી છે એ સ્વીકારવું રહ્યું. આપણને સાવ વાહિયાત લાગતી અને જેના વિશે ક્યારેયપણ ચર્ચાઓ થતી જ ના હોય એવા દુનિયાના શ્રેષ્ઠતમ ગણાતા સંબંધની એક ડાર્ક સાઈડ જો સ્ત્રી પર હાવી થઈ જાય તો એવા સંજોગોમાં ઊભા થતા તણાવોના તાણાવાણા સમજવા અઘરા છે. (ક્રમશ:)