રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનીની વ્યાખ્યાનમાળા નમ્રવાણી બીજો દિવસ | મુંબઈ સમાચાર
લાડકી

રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનીની વ્યાખ્યાનમાળા નમ્રવાણી બીજો દિવસ

तू है तो… भूलना आसान है

”પરમ ગુરુદેવ”

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે જીવનની સાચી દૃષ્ટિ પામી, સત્ય ઉપર વિશ્વાસ લાવી, સમકિતને વિશુદ્ધ કરી, આતમ ઉજ્જવળતાને પ્રાપ્ત કરવાનું મહાપર્વ!

Lifeમાં પ્રભુ છે, તો પ્રભુ જેવા બનવાની શરૂઆત કરી શકાય. પણ પ્રભુ જેવા બનાય ક્યારે?
જ્યારે Pastની Memories બધી ભૂલાઈ જાય!

પર્વાધિરાજ પર્યુષણ એ સમભાવનો અવસર છે અને Pastની Memories આપણને વિભાવ તરફ લઈ જાય છે. સમભાવ જો વિષમભાવ તરફ જાય એટલે સમ્યક્ દર્શન પણ વિષમભાવમાં જતું રહે અને આત્મા પરમાત્માથી દૂર જવા લાગે!
મોટાભાગની વ્યક્તિઓમાં ધર્મની Memoriesના Stock કરતાં સંસારની Memoriesનો Stock વધારે હોય છે, જે Memoriesનો Attack લાવે છે.

Memoriesનો Attack heart attack કરતાં પણ dangerous હોય છે, વધારે નુકસાનકારક હોય છે. Memoriesનો Attack આવતા જ વ્યક્તિ ધર્મ ભૂલી જાય, સમભાવ અને સમતા ભૂલી જાય, પોતે કયા સ્થાન પર છે એ ભૂલી જાય અને હસતાં-હસતાં અચાનક આવેશ અને આક્રોશમાં આવી જાય.

આવેશનું કારણ હોય છે, અંદરમાં પડેલી તે વ્યક્તિ માટેની bad memories, negative memories!
Memories જેટલી Flash back થાય એટલું વ્યક્તિનું Future black થાય.

Memoriesનો Attack સંબંધોને, વ્યવહારને, Actionને, Businessને અને તમારા Moodને Disturb કરવાવાળો હોય છે, પરિવારમાં Problems Create કરનાર છે.

જે પરિવાર Pastમાં જીવતો હોય, એ પરિવારનું Future Bright થવાના બદલે black થતું હોય છે, જેનું કારણ વ્યક્તિનો Nature હોય છે.

આ પણ વાંચો: રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનીની વ્યાખ્યાનમાળા નમ્રવાણી પહેલો દિવસ

માટે જ Memoriesને ભૂલવી અત્યંત જરૂરી હોય છે અને સાથે-સાથે Natureને Pure કરવો પણ એટલો જ જરૂરી હોય છે.
પર્યુષણ એ માત્ર event નથી પણ આત્મશુદ્ધિની process માટે છે. આત્મશુદ્ધિનું First Step છે, Natureને Pure કરવો.
प्रभु तू है तो…समभाव की साधना है,

गुरू तू है तो… bad memories भूलना आसान है ।

bad memories ભૂલાય તો જ સમભાવની સાધના થાય.
ને ભૂલવા માટે, Pastની bad memoriesને delete કરવા માટે ઘણી બધી master Keys છે.

Incident ને Vomit કરતા શીખી જાવઃ-

જ્યારે પેટમાં ગરબડ થાય, indigestion feel થાય, ત્યારે vomit થઈ જાય તો એકદમ બધું શાંત થઈ જાય, એવી જ રીતે જ્યારે કોઈ insult કરે, આક્ષેપ કરે, કોઈના પ્રત્યે અણગમો થાય અને mind upset થાય ત્યારે તે બધી ઘટનાઓની Vomit કરી, ભૂલી જઈ mindને શાંત કરી, fresh થઈ જવું જોઈએ.

Anti attack કરતાં શીખી જાવઃ-

જેની સાથે problems છે, જેના માટે મનમાં negativity છે, allergy જેવી Feelings છે, એની પ્રશંસા કરવાનું શરૂ કરી દેવું જોઈએ. એના વખાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. કદાચ એ વ્યક્તિ કહેશે કે, તમે મારા ખોટા વખાણ કરી રહ્યાં છો, ત્યારે ખૂબ જ સમભાવ રાખી, કોઈ પણ પ્રકારના reactions નહીં આપવાના! કેમ કે, તમને ખબર છે, તમે વખાણ કરીને તમારી bad memoriesને ભૂલવાનો, Positive memoriesને વધારવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો, Acceptance level વધારી રહ્યાં છો.
તમારી પ્રશંસા, તમારી allergyની best medicine છે.
તમારું Acceptance તમારા સમભાવને વધારે છે.
સમભાવને પરમાત્માએ ધર્મ કહ્યો છે.
જો સામાયિક સમતાને ધર્મ છે, તો situation સમયે સમતા રાખવી, એ સમભાવનો
ધર્મ છે.
સામાયિક એટલે સૂત્ર પાઠ સાથેની 48 minutesની સમતા, જ્યારે સમભાવ એટલે સમજ સાથેની 24 કલાકની સમતા!

ગુણ ગ્રાહક બનતાં શીખી જાવઃ-

જે ગુણ ગ્રાહક બને છે, એની good memoriesનો Stock વધે છે.
જેમ-જેમ ગુણ ગ્રાહકતા, ગુણ ચાહકતા, ગુણ દૃષ્ટિ વધે, તેમ-તેમ સામેવાળી વ્યક્તિ માટે જે bad memories હોય તે delete થતી જાય. ભલે તેને મારી સાથે bad behave કર્યું પણ મારા દીકરા માટે તો તેને અત્યંત પ્રેમ છે ને! જેમ-જેમ good Qualities જોતા જઈએ, let goનો ભાવ વધવા લાગે તેમ-તેમ bad memories ભૂલાતી જાય.

Presentમાં જીવતા શીખી જાવઃ-

ઘણી વ્યક્તિની આદત હોય હંમેશાં Pastમાં જ જીવતા હોય. અમારા સમયમાં આમ હતું, ત્યારે અમે આમ કરતાં હતાં. તો ઘણા futureમાં જીવતા હોય, મારે આમ કરવું છે, મારે આ લેવું છે, આ business
કરવો છે.
ભગવાને કહ્યું છે, pastમાં memories હોય અને futureમાં imagination હોય, માટે best છે, Presentમાં જીવવું. presentમાં ન memories રાખવી. ન imagination રાખવા, માત્ર સમભાવમાં રહેવું.
જેને past ભૂલતાં આવડે, તેના face પર બાળક જેવી નિર્દોષતા હોય.
જે pastની memoriesને hold કરી રાખે છે, તે જલ્દી old થવા લાગે છે.

mindમાં ventilation રાખતાં શીખી જાવઃ-
જે roomમાં cross ventilation ન હોય, એ roomમાં ગરમી, બફારો અને અકળામણ વધારે થાય. પણ જે roomમાં બે Windows સામસામે હોય, ત્યાં cooling અને peaceful atmosphere
હોય.
એવી જ રીતે જો mindમાં 2 door હોય તો જેવું કોઈએ insult કર્યું, એક doorમાંથી entry થઈ અને બીજા doorમાંથી એ insultની entry થઈ જાય, memoryમાં રહે જ નહીં.

જેના mindમાં ventilation ન હોય, એ અંતે ventilator પર જતાં હોય છે.
જેના mindમાં ventilation હોય, તેનો જીવન મંત્ર હોય,
“इस कान से उस कान, चहेरे पर गुरु जैसी मुस्कान !”

પ્રભુ સાથે એકરૂપ થવાનો પુરુષાર્થ કરતાં શીખી જાવઃ-
જેને bad memories કાઢતાં આવડે, ભૂલતાં આવડે, તે પ્રભુ સાથે એકરૂપતા કરી શકે, સ્વયંની auraને પ્રભુ જેવી બનાવી શકે.

પ્રભુ! તારા જેવો સર્વજ્ઞ અને વીતરાગી જ્યારે બનીશ ત્યારે બનીશ, પણ આજે પ્રભુ, તારા જેવી, મારી auraને બનાવવા હું મારી bad memoriesના Stockને જરૂર Clean કરીશ. જે bad memories ને delete નહીં કરી શકું, તેને good memories થી Overwrite કરીશ.

આજે પ્રભુ, હું થોડાક તારા જેવો બનીશ, તો કાલે સંપૂર્ણ તારા જેવો બની શકીશ!
પર્યુષણ મહાપર્વ એટલે સ્વયંના આત્માની સમીપ જવાનો શ્રેષ્ઠ અવસર!

આત્માની સમીપ જવાનો એક માર્ગ છે, સમભાવની સાધના!

પરમાત્માના ધર્મનો main base છે, સમભાવ!

સમભાવનું ખૂન કરે છે, Memoriesનો attack!

પ્રભુ છે તો સમભાવની સાધનાની સમજ છે અને ગુરુ છે તો એ સમભાવની સાધાનાનું ખૂન કરનાર Memoriesના attacksથી બચવાની, Memoriesને Clean કરવાની અને Memoriesને ભૂલવાની Master Keys છે, જેના કારણે Memories ને ભૂલવી આસાન છે!

સંકલ્પઃ

જ્યાં સુધી પ્રભુ જેવી ન બનું ત્યાં સુધી, મારી aura, પ્રભુ જેવી શુભ aura બને, એવો પુરુષાર્થ કરીશ.
Pointers

Memoriesનો attack heart attack કરતાં પણ dangerous હોય છે, વધારે નુકસાનકારક હોય છે.

  • Memoriesનો attack આવતા જ વ્યક્તિ ધર્મ ભૂલી જાય, સમભાવ અને સમતા ભૂલી જાય. પોતે કયા સ્થાન પર છે એ ભૂલી જાય અને હસતાં-હસતાં અચાનક આવશે અને આક્રોશમાં આવી જાય.
  • Memories જેટલી Flash Back થાય એટલું વ્યક્તિનું Future black થાય.
  • જે પરિવાર pastમાં જીવતો હોય, એ પરિવારનું future bright થવાના બદલે black થતું હોય છે.
  • જે ગુણ ગ્રાહક બને છે, એની good memoriesનો stock વધે છે.
  • જેમ-જેમ ગુણ ગ્રાહકતા, ગુણ ચાહકતા, ગુણ દૃષ્ટિ વધે, તેમ-તેમ સામે વાળી વ્યક્તિ માટે જે bad Memories હોય તે delete થતી જાય.
  • “इस कान से उस कान, चहेरे पर गुरु जैसी मुस्कान !”
  • પ્રભુ! તારા જેવો સર્વજ્ઞ અને વીતરાગી જ્યારે બનીશ ત્યારે બનીશ, પણ આજે પ્રભુ, તારા જેવી, મારી auraને બનાવવા હું મારી bad memoriesના stockને જરૂર clean કરીશ. જે bad memoriesને delete નહીં કરી શકું, તેને good memoriesથી overwrite કરીશ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button