લાડકી

પ્લેન ડ્રેસ! વાઇ નોટ?

ફેશન -ખુશ્બુ મુણાલી ઠક્કર

ઘણી મહિલાઓ પ્લેન ડ્રેસ પહેરવાનો પસંદ કરે છે.પ્લેન ડ્રેસ એટલે કે જે ડ્રેસમાં કોઈ જાતની પ્રિન્ટ કે ડિઝાઇન ન હોય તેને પ્લેન ડ્રેસ કહેવાય. પ્લેન ડ્રેસમાં ખાસ કરીને સ્ટાઈલિંગનું મહત્ત્વ હોય છે. પ્લેન ડ્રેસ એક સોલિડ અને સ્ટેટમેન્ટ લુક આપે છે. પ્લેન ડ્રેસમાં પણ ઘણી વેરાઇટી આવે છે. જેમકે, લેન્થ વાઇસ, ઓર ઓલ સ્ટાઇલિંગ વાઇસ,નેક લાઈન વાઇસ વગેરે. પ્લેન ડ્રેસ ઓફિસ જતી મહિલાઓ માટે બેસ્ટ ઓપશન છે. પ્લેન ડ્રેસ સાથે એક્સેસરીઝ મિક્સ એન્ડ મેચ કરવાના ઘણા ઓપશન હોય છે શર્ત માત્ર એટલીજ કે, તમને ફેશનની આગવી સૂજ હોવી જોઈએ.

ચાઈનીઝ કોલર- ચાઈનીઝ કોલર ડ્રેસ એટલે જે ડ્રેસમાં કુર્તાની નેકલાઇન ચાઈનીઝ કોલર આપવામાં આવી હોય. આ ડ્રેસ ખૂબ જ સિમ્પલ હોય છે છતાં એલિગન્ટ લાગે છે. ચાઈનીઝ કોલર એટલે કે બંધ ગળાનો કુર્તો.તમે કોઈ પદવી કે હોદ્દો ધરાવતા હોવ તો ચાઈનીઝ કોલર વાળો પ્લેન કુર્તો એક આગવી છાપ ઊભી કરશે. જયારે પણ ચાઈનીઝ કોલર વાળો કુરતો સિલેક્ટ કરો ત્યારે બ્રાઇટ કલર સિલેક્ટ કરવો. જેના લીધે એક અટ્રેક્ટિવ લુક આવે.

આ કુર્તા સાથે તમે તમારા બોડી ટાઈપ મુજબ એટલે કે, જો તમારું શરીર સુડોળ હોય તો તમે ચાઈનીઝ કોલર વાળા કુર્તા સાથે ફલેરી પ્લાઝો પહેરી શકો. અને જો તમારું શરીર ભરેલું હોય તો તમે આ પ્લેન કુર્તા સાથે લેગિંગ્સ પહેરી શકો.આ લુકને વધારે અટ્રેક્ટિવ બનાવવા તમને સ્ટેટમેન્ટ નેક પીસ પહેરી એક ઈમ્પ્રેસીવ લુક આપી શકો.

એસિમેટ્રિક હેમલાઇન -એસિમટરિક હેમલાઇન એટલે જે હેમલાઇન એક સરખી ન હોય અને હેમલાઈનનો કોઈ અલગ શેપ આપવામાં આવ્યો તેને એસિમેટ્રિક હેમલાઇન કહેવાય. જયારે પ્લેન ડ્રેસમાં એસિમેટ્રિક હેમર્લીન આપવામાં આવે ત્યારે તે વધારે એમફેસાઇઝ થાય છે. એસિમેટ્રિક ડ્રેસની લેન્થમાં ઘણા વેરિએશન આવે છે.જેમકે,જો તમારા એસિમેટ્રિક કુર્તાની એક સાઈડની લેન્થ ની પહેલા પૂરી થતી હોય અને બીજી સાઈડની લેન્થ કાફ સુધી આવતી હોય તો આ સ્ટાઇલના કુર્તા સાથે સિગાર પેન્ટ અથવા એન્કલ લેન્થ ચુડીદાર પેહરી શકાય.

જો કુર્તાને ડીપ ત્રિકોણ શેપની હેમલાઇન આપવામાં આવી હોય તો આ કુર્તા સાથે ફેલરી પ્લાઝો સારો લાગી શકે. સ્લીવ્ઝમાં પણ વેરિએશન આપી શકાય. જેમકે, બેલ સ્લીવ્ઝ, બલૂન સ્લીવ્ઝ, ઓવેર લેપિંગ સ્લીવ્સ વગેરે.પ્લેન ડ્રસમાં થોડી પણ આપેલી સ્ટાઇલિંગ ડિટેલિંગ ઊભરીને આવે છે. એડ એક્સેસરીઝ-પ્લેન ડ્રેસ સાથે કોઈ પણ જાતની એક્સેસરીઝ પહેરવાથી તમારા ઓવર ઓલ લુકમાં એક એક્સ્ટ્રા એલિમેન્ટ એડ થાય છે. જેમકે ,પ્લેન ડ્રેસ સાથે સત્તેમનેટ નેક પીસ ખૂબ જ ઈમ્પ્રેસીવ લુક આપે છે. જો તમારો ડ્રેસ રોયલ બ્લુ કલરનો પ્લેન ડ્રેસ હોય તો કોન્ટ્રાસ્ટ કલરમાં નેક પીસ એટલે કે ઑફ વાઈટ, પિન્ક કે ઓરેન્જ કલરનું નેક પીઆઈએસ પહેરી શકાય.

જો બ્લેક, વાઈટ કે મરુન કલરનો પ્લેન ડ્રેસ હોય તો ઓક્સોડાઇસનું નેક પીસ પહેરી શકાય.જો તમને જ્વેલેરી ન પહેરવી હોય તો, તમે સ્કાર્ફ અથવા સ્ટોલ કેરી કરી શકો. પ્લેન ડ્રેસ સાથે સ્કાર્ફ એક ઈમ્પ્રેસીવ લુક આપશે. સ્કાર્ફમાં પણ ઘણી વેરાઈટી આવે છે જેમકે, ચીફોન, રેયોન , સિલ્ક વગેરે. તમારા હોદ્દા પ્રમાણે તમે સ્કાર્ફના મટિરિઅલની પસંદગી કરી શકો. સ્કાર્ફ અથવા સ્ટોલને અલગ રીતે ડ્રેપ કરી પહેરવો જેથી તમારી એક આગવી પ્રતિભા ઊભી થાય. તમારી, શૂઝ અને બેગને પણ તમારા ડ્રેસ સાથે મિક્સ એન્ડ મેચ કરી પહેરી શકાય. ખાસ કરીને પ્લેન ડ્રેસ સાથે બેગ કોન્ટ્રાસ્ટ કલરમાં લેવી જેથી તમારો ઓવરઓલ લુક અને બેગ બન્નેનો ઉઠાવ આવે. મેક-અપમાં પણ તમે નો મેક-અપ લુક અપનાવી શકો. હેર સ્ટાઇલ તમે તમારા ચહેરા અને પર્સનાલિટી મુજબ કરી શકો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button