લાડકી

ઓવર સાઇઝ્ડ!

ઓવર સાઇઝ્ડ વસ્ત્રો એ એક કમ્ફર્ટેબલ વેર છે અને સાથે એક સ્ટાઈલિશ લૂક પણ આપે છે. આ પ્રકારના ડ્રેસ એક ચોક્કસ પર્સનાલિટી પર જ સારા લાગે છે.

ફેશન -ખુશ્બુ મુણાલી ઠક્કર

ઓવર સાઇઝડ ટી- શર્ટ અથવા શર્ટ એટલે કે જે તમારી સાઈઝ કરતાં વધારે મોટું હોય. જો તમારી સાઈઝ લાર્જ હોય અને જો તમે ડબલ એકસેલ સાઈઝ પહેરો તો તેને ઓવર સાઈઝ કપડાં પહેર્યા છે એમ કહી શકાય. ઓવર સાઇઝડ કપડાં એ એક કમ્ફર્ટેબલ વેર છે અને સાથે એક સ્ટાઈલિશ લૂક પણ આપે છે. ઓવર સાઇઝડ કપડાં એક ચોક્કસ પર્સનાલિટી પર જ સારા લાગે છે. ઓવર સાઇઝ્ડ કપડાંમાં ઘણી વેરાઈટી આવે છે જેમકે, ટી-શર્ટ, શર્ટ, ડ્રેસ કે પછી કુર્તા. તમારે તમારી હાઈટ, બોડી ટાઈપ અને ઇવેન્ટ મુજબ ઓવર સાઇઝ્ડ કપડાંની 

પસંદગી કરી શકો. ચાલો જાણીયે 

ઓવર સાઇઝડ કપડાં કઈ રીતે પહેરી શકાય. શર્ટ – ઓવર સાઇઝ્ડ કપડાં પહેરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી કે, જો તમારું અપ્પર વેર લુઝ હોય તો બોટમ વેર બોડી હગિંગ રાખવું અને જો બોટમ વેર લુઝ હોય તો અપ્પર વેર બોડી હગિંગ પહેરવું. જેમકે, ઓવર સાઇઝ્ડ શર્ટ સાથે સ્કિન લેગિંગ્સ કે પછી લેધરનું લેગિંગ એક ફેશનેબલ લુક આપી શકે. વધારે ટ્રેડી લુક માટે તમારે ઓવર સાઇઝ્ડ શર્ટ સાથે શિમર લેગિંગ્સ અને તેની સાથે બૂટ્સ પહેરી શકો.  જો તમારું શરીર સુડોળ હોય અને તમને એક બોલ્ડ લુક જોઈતો હોય તો તમે ઓવર સાઇઝ્ડ શર્ટ એક ડ્રેસ તરીકે પહેરી શકો. ઓવર સાઇઝડ શર્ટ તમે ડેનિમ સાથે પણ પહેરી શકો જેમકે, એક હાફ સાઈડનું શર્ટ 

ઈન્ટક કરવું અને બીજી હાલ્ફ સાઈડનું શર્ટ બહાર રાખવું. ઓવર સાઇઝડ શર્ટ પ્લેન અથવા પિન સ્ટ્રાઈપમાં વધારે સારા લાગે છે. ઓવર સાઇઝ્ડ શર્ટ સોલિડ  કલરમાં પહેરવાથી એક સ્ટેટમેન્ટ લુક આવે છે અને પેસ્ટલ શેડમાં પહેરવાથી સોબર છતાં સ્ટાઈલિશ લુક આપે છે. 

ટી-શર્ટ-ઓવર સાઇઝ્ડ ટી-શર્ટ યન્ગ યુવતીઓમાં ઘણા લોકપ્રિય છે. ઓવર સાઇઝડ ટી-શર્ટ કેઝ્યુઅલઈ પહેરી શકાય. ઘણી યુવતીઓ ઓવર સાઇઝડ ટી-શર્ટ નાઈટ વેર તરીકે પહેરવાનું પસંદ કરે છે. અને ઘણી યુવતીઓ ઓવર સાઈઝ્ડ ટીશર્ટ એક ડ્રેસ તરીકે પહેરે છે અને આ ટી-શર્ટ સાથે તેઓ સ્નીકર્સ પહેરી એક કેઝ્યુઅલ લૂક આપે છે.ઓવર સાઇઝ્ડ ટી-શર્ટ સ્કિની જેગિંગ્સ કે સ્ટ્રેટ ડેનિમ સાથે પહેરી શકાય. 

ઓવર સાઇઝ્ડ ટી-શર્ટ પહેરવાની પણ એક સ્ટાઇલ હોય છે જેમકે, ટી શર્ટ માત્ર એક જ સાઇડથી ઈન્ટક કરવું કે પછી માત્ર પાછળથી જ ઈન્ટક કરવું.આ એક ફન્કી સ્ટાઇલ છે પરંતુ તેને પણ કેરી કરતા આવડવી જોઈએ. ઓવર સાઇઝ્ડ ટી-શર્ટ ડેનિમની શોટ્સ સાથે પણ સારા લાગે છે. ઓવર સાઇઝડ ટી-શર્ટમાં ઘણી લેન્થ વેરિએશન પણ આવે છે. જેમકે, અબવ ની,બીલો ની, કે પછી કાફ લેન્થ. તમે તમારી હાઈટ મુજબ ઓવર સાઇઝડ ટી-શર્ટની લેન્થ પસંદ કરી શકો. જો તમારે કોફી દેટ માટે ઓવર સાઇઝ્ડ કાફ લેન્થના ટી શર્ટ પહેરવા હોય અને લુકમાં જો કૈક વેરિએશન પણ આપવું હોય તો તમે સ્લીક બેલ્ટ પહેરી એક ટ્રેન્ડી લુક આપી શકો અને પગમાં કેનવાઝ શૂઝ પહેરવા અને હાઈ પોની વાળવી અથવા ખુલ્લા વાળ રાખી શકો.

ઇન્ડિયન વેર – ઇન્ડિયન વેર મોટે ભાગે ફીટીંગમાં જ હોય છે , પરંતુ અમુક ડ્રેસ ઓવર સાઇઝ્ડ સારા લાગે છે જેમકે, કફ્તાન. જયારે કફ્તાન ફિટિંગમાં પહેરીયે તો સારા લાગે પરંતુ જયારે એ ઓવર સાઇઝ્ડ પહેરવામાં  આવે છે ત્યારે એક ટ્રેન્ડી લુક આપે છે. ઓવર સાઇઝ્ડ કફ્તાન સાથે સિગાર પેન્ટ અથવા એન્કલ લેન્થ લેગિંગ્સ પહેરી શકાય. હાલમાં ઓવર સાઇઝ્ડ કુર્તા  ખૂબ જ ટ્રેન્ડમાં છે કે જેમાં આર્મ હોલમાં સિલાઈ નથી હોતી. અને કુર્તાને પણ કોઈ શેપ નથી આપવામાં આવટતો. આ કુર્તાને જો જમીન પર રાખીએ તો બોક્સ જેવો લુક આવે. આ કુર્તામાં લેન્થ વેરિએશન આવે છે જેમકે, અબવ ની, બીલો ની અને 

કફ લેન્થ. તમારી હાઈટ મુજબ તમે કુર્તાના લેન્થની પસંદગી કરી શકો. આ કુર્તા પાતળી યુવતીઓ પર ખૂબ જ સારા લાગે છે, શર્ત માત્ર એટલીજ કે, લુઝ ફિટેડ કુર્તાને કોન્ફિડન્ટલી કેરી કરતા આવડવું જોઈએ. તમને પોતાને કોંફરંટ ફીલ થવું જોઈએ તો જ આ સ્ટાઇલ ઊભરીને આવશે.                                                                                  

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button