આરામદાયક હોઝિયરી

ફેશન -ખુશ્બુ મુલાણી ઠક્કર
હોઝિયરી ફેબ્રિકમાંથી ખૂબ જ આરામદાયક કપડા બને છે.આ ફેબ્રિક કોટન, નાયલોન, પોલિએસ્ટર અને લાયક્રા જેવા ફેબ્રિકનું મિશ્રણ છે. આ ફેબ્રિકમાંથી ઈનર ગારમેન્ટસ, સોકસ, ટાઈટસ, લેગિંગ, ટી-શર્ટ, બોડી હગિંગ ડ્રેસ વગેરે જેવા ડ્રેસ બને છે. હોઝિયરી ફેબ્રિક ખૂબ જ સુંવાળું, નરમ અને લવચિક ફેબ્રિક છે. હોઝીયરી ફેબ્રિકમાં લાઈક્રા હોવાથી કપડા સ્ટ્રેચેબલ બને છે. ચાલો જાણીએ હોઝિયરી ફેબ્રિકના કપડાં કઈ રીતે પહેરી શકાય.
ટી-શર્ટ
હોઝિયરીનાં ટી-શર્ટ યન્ગ યુવતીઓમાં વઘારે પ્રચલિત છે.જેમક લૂઝ ટી-શર્ટ હોય કે પછી બોડી હગિંગ. લૂઝ ટી-શર્ટમાં ઘણી વેરાઈટી આવે છે જેમક્ે, ક્રોપ ટોપ, રેગ્યુલર ફીટ, ની લેન્થ કે પછી કાફ લેન્થ. આ બધા જ ટી-શર્ટની પ્રિન્ટમાં લેન્થ વાઈસ અને સ્ટાઈલિંગ વાઈસ વેરીેએશન
આવે છે.
ક્રોપ ટોપની લેન્થ કમર સુધી હોય છે. તેથી જો તમારું શરીર સુડોળ હોય તો તમે ક્રોપ ટોપ ડેનીમની શોર્ટસ કે કોટન શોર્ટસ સાથે પહેરી શકો. રેગ્યુલર ફીટના ટી-શર્ટ ડેનીમ, જેગિંગ કે પછી કોટન ટ્રાઉઝર સાથે પહેરી શકાય. અને જે કની લેન્થ કે કાફ લેન્થના ટી-શર્ટ છે તે વન પીસની જેમ તમે ઘરમાં પહેરી શકશો અથવા તો ની લેન્થ અને કાફ લેન્થ સાથે તમે થ્રી ફોર્થ કે એન્કલ લેન્થના લેગિંગ્સ પહેરી શકો. હોઝિયરીના આ લૂઝ ટી-શર્ટ બોડીને ચીપકતા નથી અને શરીરથી અળગા રહે છે. તેથી પહેરવામાં ખૂબ જ આરામદાયક લાગે છે. આ લૂઝ ટી-શર્ટ બધી જ વયની મહિલા કે યુવતીઓ પહેરી શકે.
આ પણ વાંચો: સમર કૂલ, વાઈટ એન્ડ વાઈટ
બોડી હગિંગ ટી-શર્ટ
બોડી હગિંગ ટી-શર્ટ પહેરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, આ ટી-શર્ટ શરીરને ચોંટી જાય છે. તેથી જેમનું શરીર ભરેલું છે તેઓએ આ ટાઈપના ટી-શર્ટ ન પહેરવા જોઈએ. જો તમારા પેટનો અને કમરનો ભાગ વધારે હશે તો શરીરને ચીપકેલું ટી-શર્ટ ખૂબ જ ખરાબ લાગશે. જો તમારું શરીર સુડોળ હોય તો તમે બોડી હગિંગ ટી-શર્ટ પહેરી શકો. બોડી હગિંગ ટી-શર્ટ કેઝયુઅલી કે ફોર્મલી પહેરી શકાય. બોડી હગિંગ ટી-શર્ટ કેઝયુઅલી તમે ડેનીમ સાથે કે પછી લૂઝ લીનન પેન્ટસ કે પછી હેરમ પેન્ટસ સાથે પહેરી શકો. જેમનું શરીર ભરેલું છે તેઓેને જો બોડી હગિંગ ટી-શર્ટ પહેરવા હોય તો તેઓ ટી-શર્ટની ઉપર ટ્રાન્સપરેન્ટ શ્રગ પહેરી શકાય અથવા તો ડાર્ક કલરના ટી-શર્ટ પહેરવા જેથી કરી શરીરનો ભાગ ખરાબ રીતે દેખાય નહીં. ટી-શર્ટની પ્રિન્ટ સીલેકટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે, જેમનું શરીર ભરેલું છે તેઓએ ખાસ કરીને વધારે બોલ્ડ પ્રિન્ટ પહેરવી નહીં.
લૂઝ પજામા
હોઝિયરી ફેબ્રિકના પજામાં પહેરવામાં ખૂબ જ આરામદાયક હોય છે. ખૂબ જ સુંદર અને આકર્ષક પ્રિન્ટ હોય છે કે તમે કોઈ પણ કલરના ટી-શર્ટ સાથે મીકસ એન્ડ મેચ કરી શકે. લુઝ પજામાં માં ઘણા વેરીએશન આવે છે. જેમકે, સટ્રેટ પેન્ટસ , અફઘાની પેન્ટસ , હેરમ કે પછી ધોતી પેન્ટસ. તમે તમારા બોડી ટાઈપ મુજબ પેન્ટસનું સીલેકશન કરી શકો. લુઝ પજામાં માં કોટન ફેબ્રિકનું પ્રમાણ વઘુ હોય છે તેથી તે શરીરને ચીપકતા નથી. અને પહેરવામાં અનુકુળ રહે છે. આ લૂઝ પજામાં સાથે તમારી બોડીને અનુરૂપ તમે ટી-શર્ટ સિલેક્ટ કરી શકો. જો પ્રિન્ટેડ પજામાં હોય તો તેની સાથે પ્લેન ટી-શર્ટ પહેરવા. અને પ્લેન પજામાં સાથે પ્રિન્ટેડ ટી-શર્ટ પહેરવા.
આ પણ વાંચો: ફેશન: હોટ કેક – ફરશી સલવાર!
ડ્રેસ – હોઝિયરીના ડ્રેસ મોટા ભાગની મહિલા અને યુવતીઓમાં ખૂબ જ પ્રચલિત છે. હોઝિયરી ડ્રેસમાં પુષ્કળ વેરાઈટી આવે છે. તમે તમારા બોડી ટાઈપ મુજબ ડ્રેસની પેર્ટન ડીસાઈડ કરી શકો. કાઈક અલગ લુક આપવા માટે તમે ફેન્સી હેમલાઈનવાળા ડ્રેસ પહેરી શકો. હોઝિયરીના ડ્રેસ એક કેઝ્યુઅલ અને ફોર્મલ એમ બન્ને લુક આપી શકે. કેઝયુઅલ ડ્રેસ માટે ફલેરી ડ્રેસ પહેરી શકાય અને ફોર્મલ લુક માટે બોડી ટાઈટ ડ્રેસ પહેરી શકાય.