ફોકસઃ સમાજની વિધાતા સ્ત્રી

ઝુબૈદા વલિયાણી
તાજેતરમાં મુંબઇ મહાનગરમાં એક રસપ્રદ પરિસંવાદ એટલે કે ચર્ચાસભા યોજાઇ ગઇ. તેમાં વિષય હતો
સ્ત્રી ગઇકાલની * આજની અને * આવતી કાલની -માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોની મહિલાઓ તેમાં સામેલ હતી.
આ ચર્ચાસભામાં એક રસપ્રદ તારણ એ નીકળ્યું કે ગઇકાલ, આજ અને આવતી કાલ એ તો સમયસૂચક શબ્દો છે. એના કેન્દ્રમાં સ્ત્રી છે. સ્ત્રી સમાજની ધરી છે. સ્ત્રી સમાજનું કેન્દ્ર છે.
-તમે એને માતા રૂપે જુઓ, પ્રિયતમા કે પત્ની રૂપે જુઓ. પુત્રવધૂ રૂપે જુઓ કે અન્ય કોઇ રૂપે જુઓ, સ્ત્રી વિનાના સમાજની કલ્પના થઈ શકે નહીં, સ્ત્રી વિનાના સમાજનું અસ્તિત્વ જ શકય નથી, અસંભવ છે. સ્ત્રી એ સર્જનનું પ્રતીક છે.
વંશવેલો વધારવા માટે સ્ત્રી અનિવાર્ય છે અને સ્ત્રી સમાજની વિધાતા છે અને એટલે જ સૌથી સુંદર કહેવતો સ્ત્રી માટે જોવા મળે છે ખાસ કરીને
-એક માતા બરાબર સો શિક્ષકવાળી કહેવત આ સંદર્ભમાં મહત્ત્વની છે.
-આ ચર્ચાએ એક મુદ્દો સરસ ઉપસાવ્યો અને તે એ કે કોઇ પણ સમાજની આરસી એ સ્ત્રીને કઇ રીતે જુએ છે, રાખે છે તેના પર અવલંબિત છે.
-એનો અર્થ આસમાન જેવો વ્યાપક અને વિશાળ છે.
-સમાજને ઊંચે લાવવો હોય તો સ્ત્રીને ઊંચે લાવો.
-દેશની લગભગ અડધી વસતિ સ્ત્રીઓની બનેલી છે.
-આ લખનારના એક અભ્યાસ મુજબ. સ્ત્રીઓ માટે સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ અને આશ્રય સંસ્થા રૂપે નાની-મોટી અનેક સંસ્થાઓ છે. તેમાં મધર ટેરેસા જેવી સાધ્વી દ્વારા સ્થપાયેલ આશ્રમોથી માંડીને. સંત રામકૃષ્ણ (પરમહંસ) મિશન તથા શ્રદ્ધાનંદ મહિલા આશ્રમ જેવી સંસ્થાઓનો સમાવેશ છે.
રાજકોટની આગાખાન ગર્લ્સ એકેડેમી અને કાન્તા વિકાસગૃહ. અમદાવાદમાં જયોતિ સંઘ અને મુંબઇમાં બાપનું ઘર છે. આવી ઘણી સંસ્થાઓ ઉત્તમ કામ કરે છે.
પથ્થર કી લકિર
-સ્ત્રીના વિકાસમાં જ પરિવાર અને સમાજનો વિકાસ રહેલો છે એ હકીકતને નજરઅંદાઝ કરશો નહીં.
લગ્ન એટલે?
-પ્રેમના વાયરા ભલે ઠંડા હોય
-લગ્નમાં અંતે ચૈત્રી ભડકા હોય
-રોમાંસના રીચ માનવીઓ
ખિસ્સાની બાબતમાં કડકા જ હોય…
આ પણ વાંચો…ફોકસઃ પહેલવાન એટલે પુરુષ એવી માન્યતા બદલી નાખનારી આ મહિલાને ઓળખો છો?