લાડકી
ફોકસ : બૈરી એટલે કોણ? પત્ની કોને કહેવાય?

- ઝુબૈદા વલિયાણી
‘પત્ની’.
- સંસ્કૃત ભાષાના આ શબ્દનો અર્થ થાય છે,
- ઈશ્ર્વરીય કાર્ય માટે સાથ આપનાર,
- તન-મનથી ઘસાવાની વૃત્તિ રાખનાર,
- તે માટે ખડે પગે ઊભી રહેનારને કહેવાય પત્ની.
- મહર્ષિ વશિષ્ઠના યજ્ઞીય કાર્યમાં ખભેથી ખભા લગાવી ઊભી રહેનાર અરુંધતીને પત્ની કહેવાય.
- માટે જ તેમના જ્વલંત કર્મયોગના પરિપાક સ્વરૂપ રઘુકુળમાં એકથી એક ચડિયાતા ચારિત્ર્ય સંપન્ન રાજાઓ નિર્માણ થયા હતા.
- આદર્શ રામરાજ્ય ઊભું થયું હતું.
- તેવી જ રીતે મહર્ષિ અત્રિ સાથે જ તપ કરનાર સતી અનસૂયાને પત્ની કહેવાય.
- માટે જ તેમને ત્યાં ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો.
- પુત્રધર્મનું અનુસરણ કરી જ્યારે શ્રી રામચંદ્ર ચૌદ વર્ષ જંગલમાં જવા તૈયાર થઈ જાય છે ત્યારે ‘તમે મને પૂછ્યા વગર જ આવો નિર્ણય કેમ લીધો’ કે
- તમને પરણીને પણ મને શું સુખ મળ્યું?
- તેવી ફરિયાદ કે છણકા કર્યા વગર,
- કોઈ દલીલ કર્યા વગર
- પતિ સાથે હઠ કરે છે કે,
- ‘મને પણ જંગલમાં તમારી સાથે લઈ જ જાઓ.’
- તે માતા સીતાને કહેવાય પત્ની.
- પત્ની શબ્દનો સમાનાર્થી શબ્દ છે. ‘સહધર્મચારિણી.’
‘મુંબઈ સમાચાર’ના આ ‘ધર્મતેજ’ વિભાગને નિયમિત વાચતા વ્હાલા વાચક મિત્રો!
- તો પછી સવાલ એ ઊભો થશે કે-
- બૈરી એટલે કોણ?
- સંસારના ભાગોમાં જ જેની ભાગીદારી છે તેને કહેવાય બૈરી?
રાજમાતા બનવાની અબળખાએ કૈકયી રાજા દશરથ પાસે બે વરદાન માગે છે કે
- રામચંદ્રને ચૌદ વર્ષનો વનવાસ આપો અને ભરતને રાજગાદી આપો.
- રાજા દશરથને તો શું, આખી અયોધ્યાને આ નિર્ણય પચાવવો ભારે પડ્યો.
- એક ક્ષણ પહેલા સુખની ટોચ પર મહાલતું કુટુંબ બીજી ક્ષણે દુ:ખની ખાઈમાં ધકેલાય ગયું તે કૈકેયીને કારણે.
- આ કૈકેયી એ બૈરીનું દૃષ્ટાંત છે.
- પતિને આંખો નથી એટલે ગાંધારીએ પણ છતી આંખે આંધળાપણું વહોર્યું.
- પતિ જ તેનો પરમેશ્ર્વર છે આવું માનતી ગાંધારી પતિનાં દરેક કુટિલ કર્મો જોતી રહી.
- પાંડવોને લાક્ષાગૃહમાં સળગાવી દેવાની યોજના થઈ તે ગાંધારીએ જોઈ છતાં વિરોધ ના કર્યો.
- ભીમસેનને ઝેર ખવડાવવામાં આવ્યું તે પણ ચૂપચાપ જોતી રહી.
- કૌરવોએ કુટિલતાથી પાંડવોનું રાજ્ય હડપી લીધું તે પણ જોયા કર્યું.
- સો કૌરવોનાં નામ જુઓ: દુર્યોધન, દુ:શાસન, દુશીલા…. મોટા ભાગનાં નામોની આગળ દુસ્ પ્રત્યય છે.
- દુસ્નો અર્થ થાય છે દુષ્ટ અથવા દુ:ખી.
- બધી ઓલાદ દુષ્ટ અથવા દુ:ખી થઈ તેનું કારણ ગાંધારી છે.
- ગાંધારી એ બૈરીનું બીજું દૃષ્ટાંત છે.
બોધ:
- પતિ દારૂ પીવા બારમાં જાય તો તેને ચૂપચાપ સહમતી આપે તેને પતિવ્રતા ના કહેવાય, પણ પતિને ખોટા માર્ગે જતાં રોકે,
- યેનકેન પ્રકારેય પતિને અસત્ય માર્ગે ના જવા દે તેને પતિવ્રતા કહેવાય.
- હવે દરેક સ્ત્રીએ જ મનથી વિચાર કરી નિશ્ર્ચય કરવાનો છે કે તેણે પત્ની બનવું જોઈએ કે બૈરી…?
આ પણ વાંચો…ફોકસઃ સમાજની વિધાતા સ્ત્રી