ફન વર્લ્ડ
`મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે 6:00 સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ રીક્ષૂજ્ઞહિમ1822ઽલળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
धनगर ચેક
धनादेश ધોધ
धबधबा બંધ
धरण ખજાનચી
धनाध्यक्ष ભરવાડ
ઓળખાણ પડી?
1957ની સાલમાં અવકાશમાં જનારા પહેલા શ્વાનની સિદ્ધિ મેળવનાર `ડોગ લાઈકા’ ક્યા દેશનો હતો એ આપેલા વિકલ્પમથી શોધી કાઢી જણાવો.
અ) યુએસએ બ) જર્મની ક) સોવિયેત સંઘ ડ) જાપાન
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ ભાઈ પોતાની માના બાપના દીકરાને શું કહી બોલાવે એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) મામફા બ) ફુવા ક) ભત્રીજો ડ) દાદા
જાણવા જેવું
વાદળના ચાર પ્રકાર છે: પ્રથમ જાતનું વાદળ સમુદ્રના તરંગ જેવું હોય છે. તેમાં વરસાદ પડવાનો ભય હોતો નથી. બીજા પ્રકારનું વાદળ દિવસના જ દેખા દે છે. તેમાંથી વરસાદ પડતો નથી. ત્રીજા પ્રકારનું વાદળ એક ઉપર બીજું એમ હોય છે. એને રાતનું વાદળ કહે છે, કારણ કે, તે સાંજે બંધાવા માંડે અને સવારે અદૃશ્ય થઈ જાય છે. ચોથા પ્રકારનું વાદળ ખં વરસાદનું વાદળ છે. તે ઘણું ભેજવાહક, ઘટ્ટ અને કાળું હોય છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં સરસ્વતીનો સંગ કરતું એક તંતુ વાદ્ય સંતાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.
તારે ઘરે છેલ્લે પ્રવીણા ક્યારે આવી હતી એ યાદ હોય તો મને જણાવજે.
નોંધી રાખો
કેટલાક લોકો એવી ફરિયાદ વારંવાર કરતા હોય છે કે હવે તહેવારો ફીકા પડી ગયા છે, પહેલા જેવો આનંદ નથી આવતો. હકીકત એ છે કે સંબંધોમાં ફીકાશ આવી ગઈ છે, તહેવારોમાં નહીં.
માઈન્ડ ગેમ
`ઈસરો’ની વ્યવસાયિક ગતિવિધિઓ સંભાળનાર કર્ણાટકના બેંગ્લુરુ સ્થિત 1992માં શરૂ થયેલી પ્રાઇવેટ લિમિટેડ અવકાશ સંસ્થા – સ્પેસ એજન્સીનું નામ જણાવો.
અ) સેમી કંડકટર લેબ 2) નેશનલ એટમોસ્ફીયરિક લેબ
3) સ્પેસ એપ્લિકેશન સેન્ટર 4) એન્ટ્રીક્સ કોર્પોરેશન
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
बायको પત્ની
बारका નાનકડો
बारदान ગૂણ
बारनीस રજિસ્ટ્રાર
बारसे બાળકનું નામકરણ
ગુજરાત મોરી મોરી રે
પપ્પા
ઓળખાણ પડી?
એન. વલરમથી
માઈન્ડ ગેમ
શુક્ર
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
પરેલ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(1) મુલરાજ કપૂર (2) કિશોરકુમાર જીવણદાસ વેદ (3) સુભાષ મોમાયા (4) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (5) નીતા દેસાઈ (6) શ્રદ્ધા આશર (7) હર્ષા મહેતા (8) ભારતી બુચ (9) ખુશરૂ કાપડિયા (10) નિખિલ બંગાળી (11) અમીશી બંગાળી (12) પુષ્પા પટેલ (13) તાહેર ઔરંગાબાદવાલા (14) શીરીન ઔરંગાબાદવાલા (15) વિભા મહેશ્વરી (16) અબદુલ્લા એફ. મુનીમ (17) મહેન્દ્ર લોઢાવિયા (18) મીનળ કાપડિયા (19) જ્યોતિ ખાંડવાલા (20) મનીષા શેઠ (21) ફાલ્ગુની શેઠ (22) મહેશ દોશી (23) ભાવના કર્વે (24) સુરેખા દેસાઈ (25) રજનીકાંત પટવા (26) સુનીતા પટવા (27) નંદકિશોર સંજાણવાલા (28) વિણા સંપટ (29) દેવેન્દ્ર સંપટ (30) કલ્પના આશર (31) પ્રવીણ વોરા (32) અંજુ ટોલિયા (33) હિનાબેન દલાલ (34) રમેશ દલાલ (35) ઈનાક્ષીબેન દલાલ (36) જ્યોત્સના ગાંધી (37) દિલીપ પરીખ (38) શિલ્પા શ્રોફ (39) નિતીન બજરિયા (40) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (42) નયના ગિરીશ મિસ્ત્રી (43) અરવિંદ કામદાર (44) જગદીશ ઠક્કર