ફેશન : વિચ નાઈટ ડ્રેસ ડુ યુ વોન્ટ

ખુશ્બુ મુણાલી ઠક્કર
ઉનાળામાં અલગ અલગ નાઈટ ડ્રેસ પહેરવાની મજા કઈંક અલગ જ હોય છે. નાઈટ ડ્રેસમાં પુષ્કળ વેરાઈટી આવે છે. જેમકે, હોઝિયરી, કોટન કે પછી સાટીન. તમે તમારી ચોઈસ અને કમ્ફર્ટ મુજબ નાઈટ ડ્રેસની પસંદગી કરી શકો. નાઈટ ડ્રેસ એટલે કે, ગાઉન, પજામાં અને ટી-શર્ટ. આ બધી જ પેર્ટનમાં જુદી જુદી વેરાઈટી આવે છે. ચાલો જાણીયે નાઈટ ડ્રેસ કેવી રીતે સિલેક્ટ કરી શકાય.
ગાઉન – નાઈટ ડ્રેસમાં ગાઉન એ ખુબ જ બહોળો વિષય છે. ગાઉન એટલે કે, જેમાં ફેબ્રિક વાઈસ ખુબ જ વેરાઈટી આવે છે અને એક બેઝિક પેટર્ન હોય છે. મોટા ભાગે ગાઉન કોટન, રેયોન, સ્પન સિલ્ક, સાટીન કે કોઈ ફલોઈ ફેબ્રિકમાંથી બને છે. જે મહિલાઓને ઘરમાં ગાઉન પહેરવાની આદત છે તેઓ કોટનના બાટીક પ્રિન્ટના ગાઉન પહેરી શકે. કોટનના બાટીક પ્રિન્ટના ગાઉન કોટન ફેબ્રિકના હિસાબે ખુબ જ ટકે છે. ધણી મહિલાઓ રેયોનના ગાઉન પહેરવાનું પસંદ કરે છે. રેયોનનાં ગાઉન પહેરર્યા પછી શરીરનો શેપ લઈ લે છે પરંતુ પહેરવામાં ખુબ જ આરામદાયક હોય છે. ફતોઈ ફેબ્રિકના ગાઉન ખાસ કરીને યંગ યુવતીઓમાં વધારે પ્રચલિત છે. ઉનાળામાં ખાસ કરીને કોટન ગાઉન પહેરવા જોઈએ. કોટન ફેબ્રિક શરીરને ચોંટતુ નથી અને પરસેવો એબસોર્બ કરી લે છે. ગાઉન જેટલા લૂઝ હશે તેટલા જ પહેરવામાં ખૂબ જ આરામદાયક લાગશે.
પજામાં અને ટી-શર્ટ – પજામાં અને ટી-શર્ટમાં પેટર્ન કરતા પ્રિન્ટનું વેરિએશન વધારે જોવા મળે છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરની મહિલાઓમાં હોઝિયરી અને સાટીનના નાઈટ સુટ ખુબ જ પ્રચલિત છે .
હોઝિયરીના નાઈટ સુટમાં બિલકુલ જ ગરમી થતી નથી અને પહેરવામાં પણ ખૂબ જ કમ્ફર્ટેબલ લાગે છે. તેથી મોટા ભાગની મહિલાઓ પાસે હોઝિયરીના નાઈટ સુટ હોય છે. યંગ યુવતીઓ સાટીન અને હોુઝિયરી એમ બન્ને ટાઈપના નાઈટ સુટ પહેરવાનુ પસંદ કરે છે. સાટીન સુટ એક સ્ટાઈલાઈઝડ લુક આપે છે. તમે તમારા બોડી ટાઈપ મુજબ નાઈટ સુટની લેન્થ નક્કી કરી શકો. જો તમારું શરીર સુડોળ હોય તો તમે બઘી જ લેન્થના નાઈટ સુટ પહેરી શકો. જો તમારુ શરીર ભરેલુ હોય તો તમે હીપ લેન્થ કવર થાય તેટલી લેન્થના હોઝિયરી કે સાટીનના નાઈટ સુટ પહેરી શકો. સાટીનના નાઈટ સુટ પહેરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે, સાટીનના નાઈટ સુટમાં આગળ બટન હોય છે. જો તમારો કમર અને હીપનો ધેરાવો વધારે હશે તો બટન ખુલી જશે અને ખૂબ જ ખરાબ લાગશે. તેથી હેવી શરીરવાળી મહિલાઓએ એવા નાઈટ સુટ પહેરવા કે જેમાં આગળ બટન ન હોય.
શોટર્સ અને ટી-શર્ટ – શોટર્સ અને ટી-શર્ટ યન્ગ યુવતીઓમાં વધારે પ્રચલિત છે. યંગ યુવતીઓ શોટર્સ અને ટી-શર્ટમાં બ્રાઈટ કલર પહેરવાનું પસંદ કરે છે. ધણી યુવતીઓ શોટર્સ સાથે સ્પગેટી ટોપ પહેરવાનું પસંદ કરે છે. શોટર્સ અને ટી-શર્ટ જેવા નાઈટ સુટ પહેરવા માટે તમારું શરીર સુડોળ હોવું જઈએ. આવા નાઈટ સુટની પસંદગી તમે ઋતુ પ્રમાણે કરી શકો. શોર્ટસમાં ધણી વેરાઈટી આવે છે. જેમકે બટન વાળી કે પછી ઈલાસ્ટિક વાળી શોટર્સ. રાત્રે સુવામાં ઈલાસ્ટિક વાળી શોટર્સ પહેરવામાં કમફટેબલ નહી લાગે.
કાફતાન- કાફતાન એ મહિલાઓમાં ખૂબ જ લોકપ્રિય છે. કાફતાનની પણ એક બેઝિક પેટર્ન હોય છે, જેમાં જ તેની સુંદરતા હોય છે. તમે તમારી બોડી ટાઈપ મુજબ કાફતાનની પ્રિન્ટની પસંદગી કરી શકો. ફેબ્રિકના હિસાબે કાફતાનની પ્રિંટમાં વેરીએશન આવે છે. જેમકે ફલોરલ, જોમેકટ્રીક, એબસ્ટ્રેકટ, કલમકારી કે પછી બાટીક પ્રિન્ટ જ કેમ ના હોય. કોટન ફેબ્રિકમાંથી બનેલા કાફતાન શરીરથી અળગા રહે છે તેથી તેમાં પેટર્ન સરખી દેખાય છે. જ્યારે ફ્લોઈ ફેબ્રિકમાંથી બનેલા કાફતાન પહેર્યા પછી ઢળી પડે છે. ઘણા કાફતાનમાં કમર પર દોરી હોચ છે જેને ખેંચીને બાંધવાથી કાફતાન કમર પરથી ટાઈટ થાય છે અને જ્યાંથી ટાઈટ કર્યું હોય ત્યાં ચૂનં આવે છે તેથી જો તમારા કમર અને હીપનો ધેરાવો વધારે હશે તો ખરાબ લાગશે. જ્યારે સુડોળ શરીર ધરાવતી મહિલાઓને આ પેટર્ન ખૂબ જ સુંદર લાગશે. કાફતાનની લેન્થ બને ત્યાં સુધી એન્કલ સુધી જ રાખવી.
આપણ વાંચો: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : પ્રેમ – રોમાન્સથી પણ પર છે એક મૈત્રીભર્યો સંબંધ
કાફતાન એ એવો નાઈટ સુટ છે કે કોઈ પણ વયની યુવતી કે મહિલા પહેરી શકે. કાફતાન એટલે કે સ્ટાઈલ સાથે કમ્ફર્ટનો સમન્વય.. કાફતાનમાં પણ અલગ અલગ પેટર્ન આવે છે જેમકે ફૂલ લેન્થ ક્ાફતાન, ફૂલ લેન્થ કે થ્રી ફોર્થ લેન્થના પેન્ટ સાથે કાફતાન સ્ટાઈલનું ટોપ. તમે તમારી બોડી ટાઈપ મુજબ કાફતાનની સ્ટાઈલની પસંદગી કરી શકો.