ફેશન : દુપટ્ટાનું અપ-ટુ-ડેટ

- ખુશ્બુ મુલાણી ઠક્કર
દુપટ્ટો ભારતીય પરિધાનનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે, જે સૌંદર્ય અને શિસ્ત બંનેનો સંકેત આપે છે. સમયના પ્રવાહ સાથે દુપટ્ટાના ઉપયોગ, ડિઝાઇન અને મહત્ત્વમાં ઘણો ફેરફાર આવ્યો છે. આજે દુપટ્ટો ફક્ત ઔપચારિકતા પૂં પાડતી ઍક્સેસરી નહીં, પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયો છે. ઘણી મહિલાઓ દુપટ્ટો પહેરવાનો પસંદ જ નથી કરતી જયારે અમુક મહિલાઓ દુપટ્ટો પહેર્યા વગર ઘરની બહાર જ નથી નીકળતી. દુપટ્ટો પહેરવાથી ગેસફૂલ લગાય છે, ડીપેન્ડિંગ કે તમે દુપટ્ટો કઈ રીતે પહેર્યો છે. દુપટ્ટો ડે્રસની શોભા તો વધારે જ છે પરંતુ ઓવરઓલ લુકમાં કઈ રીતે વધારો કરી શકાય તે દુપટ્ટા પર આધાર રાખે છે. ચાલો જાણીયે કઈ ટાઇપનો દુપટ્ટો કઈ રીતે અને ક્યા ગારમેન્ટ સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય.
જો દુપટ્ટો પહેરવો હોય તો, સૌથી પહેલા તમારે એ ડિસાઈડ કરવું પડે કે, તમને કઈ ટાઈપના દુપટ્ટા ગમે છે એટલે કે, ફલોઈ દુપટ્ટા, કોટન, સિલ્ક, પ્લેન કે પછી પ્રિન્ટેડ. તમે તમારી ચોઈસ મુજબ અને તમારી ઉંમર મુજબ દુપટ્ટાની પસંદગી કરી શકો. જેમકે, પ્રિન્ટેડ ડે્રસ સાથે પ્લેન દુપટ્ટા સારા લાગે છે. જો પ્લેન દુપટ્ટો ફલોઈ ફેબ્રિકમાં હોય તો ગળાની આજુબાજુ ડે્રપ કરી શકો. ફલોઈ દુપટ્ટો એટલે કે, જે દુપટ્ટો ફલોઈ ફેબ્રિકમાં હોય એટલે કે, શિફોન, જોર્જેટ, વિસ્કોસ. આ ફેબ્રિકના દુપટ્ટા શોલ્ડર પર રહેતા નથી તેને સપોર્ટની જરૂર હોય છે. તેથી તેને ગળાની આજુબાજુ ડે્રપ કરી પહેરવામાં આવે છે. અને જો પ્લેન દુપટ્ટા બીજા કોઈ ફેબ્રિકમાં હોય એટલે કે, કોટન કે ક્રશના દુપટ્ટા તો તેને પણ ડે્રપ કરી જ પહેરવાંમાં આવે છે કારણકે, પ્લેન દુપટ્ટા ઓપન રાખીને પહેરવામાં નથી આવતા. પ્લેન દુપટ્ટા જયારે ડે્રપ કરી પહેરવામાં આવે છે ત્યારે ઓવરઓલ લુકમાં માત્ર એક એલિમેન્ટ એડ થાય છે. જો તમારે અલગ લુક આપવો હોય તો, તમે પ્રિન્ટેડ ડે્રસ સાથે કોન્ટ્રાસ્ટ કલરનો પ્લેન દુપટ્ટો પહેરી શકો.
પ્રિન્ટેડ દુપટ્ટા તમારા ઓવર ઓલ લુકમાં વધારો કરે છે. પ્રિન્ટેડ દુપટ્ટા તમે ઓપન રાખી શકો. પ્રિન્ટ દુપટ્ટામાં ઘણી વેરાઈટી આવ છે. તમે તમારા ડે્રસ મુજબ અને કઈ ઇવેન્ટમાં જવાના છે તે મુજબ દુપટ્ટાની પ્રિન્ટ સિલેક્ટ કરી શકો. પ્લેન ડે્રસ સાથે પ્રીન્ટેડ દુપટ્ટા ખૂબ જ સુંદર લાગે છે. જેમકે, પ્લેન બ્લેક કલરના ડે્રસ સાથે સિલ્કનો વારલી પ્રિન્ટનો દુપટ્ટો એક આગવી છાપ ઊભી કરશે. અથવા તો,ગોલ્ડન બેજ કલરના પ્લેન ડે્રસ સાથે મરૂન કલરનો બનારસી દુપટ્ટો પહેરી શકાય. જયારે પણ પ્રિન્ટેડ દુપટ્ટો પહેરવાંમાં આવે ત્યારે તે દુપટ્ટાં હંમેશાં ખુલ્લો રાખી પહેરવામાં આવે છે તેથી ડે્રસનો ઉઠાવ આવે. પ્રિન્ટેડ દુપટ્ટાની પ્રિન્ટ પરથી નક્કી કરી શકાય કે, તમારો લુક કેઝ્યુઅલ છે કે ફોર્મલ કે પછી વેડિગ લુક. બાંધણી, પટોળા અને લહેરિયા દુપટ્ટા પણ પ્રિન્ટેડ દુપટ્ટામાં જ આવી જાય. ઓફિસ મીટિગમાં મરૂન, બ્લેક કે ઓફ વાઈટ ડે્રસ સાથે તમે કલમકારીનો દુપટ્ટો પહેરી શકો.
ઘણા દુપટ્ટાનું ફેબ્રિક એવું હોય છે કે આપણે જેમ સેટ કરીયે તેમ જ રહે છે જેમકે, સિલ્ક અને દોરીયાના દુપટ્ટામાં જો પ્લીટવાળી રાખવામાં આવે તો, તે દુપટ્ટા એમના એમ જ રહે છે. અથવા તો આવા દુપટ્ટાંને જો માત્ર શોલ્ડર પર પિન રાખી લોક કરવામાં આવે તો, આ દુપટ્ટા જગ્યા પરથી હલતા નથી અને દુપટ્ટો ઓપન રાખવાથી ડિઝાઇન પણ બરાબર દેખાય છે. પ્લેન ફ્લોર લેન્થ ગાઉન સાથે પણ પ્રિન્ટેડ દુપટ્ટા સારા લાગી શકે. તમે ડેનિમ સાથે પણ પ્રિન્ટેડ દુપટ્ટા પહેરી શકો. ઘણી મહિલાઓ સાડી સાથે પણ દુપટ્ટા પહેરે છે. એટલે કે, પ્લેન સાડી હોય અને બીજા શોલ્ડર પર ઇવેન્ટને અનુરૂપ કોન્ટ્રાસ્ટ કે પ્રિન્ટેડ દુપટ્ટો હોય. દુપટ્ટો હંમેશાં એક એલિમેન્ટ એડ કરે છે જેનાથી તમારા વ્યક્તિત્વમાં નિખાર જરૂરથી આવશે.
આજની મહિલાઓ દુપટ્ટા પહેરવા વિષે પોતાની પસંદગી રાખે છે. કેટલીક યુવતીઓ અને સ્ત્રીઓને લાગે છે કે દુપટ્ટા તેમની મુક્તતાને અવરોધે છે અથવા તે જરૂરી નથી ખાસ કરીને વર્કપ્લેસ કે સામાન્ય જિંદગીમાં. બીજી તરફ, ઘણી મહિલાઓ દુપટ્ટાને સ્ત્રીત્વનો ભાગ માને છે. તેઓના માટે દુપટ્ટો માત્ર એક કપડું નથી, પણ આત્મવિશ્વાસ અને શૈલીનો એક અભિન્ન ભાગ છે. દુપટ્ટો હવે ફક્ત પરંપરાનો ભાગ નથી રહ્યો, તે આધુનિક સ્ત્રીના વ્યક્તિત્વનો એક અભિન્ન તત્ત્વ બની ગયો છે. પહેરવો કે નહિ આ પસંદગી છે, પાબંદી નહિ.