ફેશન પ્લસઃ આ વખતે દિવાળીમાં ફ્યુઝન અને ટ્રેડિશનલ ફેશનની ધૂમ | મુંબઈ સમાચાર
લાડકી

ફેશન પ્લસઃ આ વખતે દિવાળીમાં ફ્યુઝન અને ટ્રેડિશનલ ફેશનની ધૂમ

  • પ્રતીમા અરોરા

આ વખતની 2025ની શારદીય નવરાત્રમાં ઘણા નવા ફેશન ટ્રેન્ડ જોવામાં આવ્યા. આના પરથી ખાસ ખ્યાલ આવે કે, દિવાળીમાં તો ફેશનની ધૂમ મચી જશે. જે ફેશન ટ્રેન્ડ દિવાળીમાં ચાલવાનો હોય તેની ઝલક ગણેશોત્સવમાં જ જોવામાં આવી જાય છે. જે પ્રમાણ ગરબામાં ટ્રેડિશનલ અને ફ્યુઝન ફેશન બધે જ છવાઈ ગઈ હતી તે પ્રમાણે દિવાળીમાં પણ આ ફ્યુઝન જોવામાં આવશે.

ફેશન ડિઝાઈનરનું માનવું છે કે, દિવાળીમાં થોડો ટ્રેડિશનલ, થોડો ફ્યુઝન, અને આરામદાયક તેમજ પર્સનલ ટ્રેન્ડ આ વખતે દેખાશે. આ વખતે દિવાળીમાં બ્રાઇટ કલર ધૂમ મચાવશે. જેમકે, ઓરેન્જ, રોયલ બ્લુ, એમરાલ્ડ ગ્રીન વગેરે જેવા આ દિવસોમાં માર્કેટમાં છવાયેલા રહેશે. દિવાળીમાં પણ આ જ રંગો ધૂમ મચાવશે.

ચમક, દમક અને મિરર વર્ક-નવરાત્રી એ મિરર વર્ક વગર અધૂરી છે. આ વખતે નવરાત્રી અને દુર્ગા પૂજામાં પારંપરિક એમ્બ્રોઇડરી, ઘાઘરા ચોળીમાં મિરર વર્કની શોભા જોવામાં આવી. આવનારા દિવાળી તહેવાર એટલે કે, કરવા ચૌથ અને ભાઈ બીજમાં પણ આજ રંગો છવાયેલા રહેવાનાં છે. ફ્યુઝન સ્ટાઇલ પણ ખૂબ જ ચલણમાં છે. તેમજ પારંપરિક કાપડોમાં પણ ખૂબ જ માંગ રહેશે.

જ્વેલેરી અને એક્સેસરીઝ-સ્ટેટમેન્ટ એર રિંગ, માંગ ટીકા, કમર પટ્ટો, પોટલી બેગ, રંગીન બેન્ગલ્સ અને એન્ક્લેટ આ અથેવરની શોભા બની રહેશે. એથનિક ટચ અને ઓક્સોડાઇસ સિલ્વર જ્વેલરી પાછલાં ઘણાં વર્ષોથી ચાલતી આવી છે જે આ વખતે પણ ચલણમાં જ રહેશે.

શરારા સેટ્સ અને ઈન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન-

શરારા એ એવો ડ્રેસ છે કે જે પારંપરિક પોશાક તરીકે સારો લાગે અને એક ફ્યુઝન વેર તરીકે પણ સારો લાગે. એની સાથે માર્કેટમાં ઈન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન પણ ખૂબ મળે છે જેમકે ક્રોપ ટોપ સાથે એથનિક બોટમ કે પછી ગ્લિટર પેન્ટ્સ સાથે ક્રોપ ટોપ.

જેકેટ ડ્રેસ કમ્ફર્ટ સાથે સ્ટાઈલીંગ તો આપે જ છે અને કોર્ડ સેટમાં પણ સેમી ટ્રેડિશન અને ફોર્મલ પેટર્ન ધૂમ મચાવશે. એક જ ફેબ્રિકમાંથી બનાવેલા ડ્રેસ કે જેમાં નેક લાઈનમાં થોડું ઘણું ગ્લિટર હોય, કે જેની સ્લીવ્સમાં વેરિએશન હોય અને સાથે બોટમમાં પણ વેરિએશન હોય. એવા ડ્રેસની માન્ગ વધુ રહેશે. આજનું જનરેશન ચમકીલા કપડાં પસંદ કરવા કરતા આરામદાયક કપડાં વધારે પ્રિફર કરે છે. જે સિમ્પલ હોય છતાં સ્ટાઈલિશ લાગે.

મુંબઈ અને દિલ્હીના ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખીયે તો, મુંબઈમાં દિવાળીમાં વધારે પડતા વેસ્ટર્ન વેર અને પારમ્પારિક વસ્ત્રોની વધારે માગ રહેશે અને દિલ્હીમાં જે ટ્રેન્ડ નવરાત્રીમાં હતો તેજ ફેશન ટ્રેડ અપનાવાશે. જેમકે, ભારી ઝરીવાળા ડ્રેસ, સિકવેન્સ, એમ્બ્રોઇડર લહેંગા, ઘાઘરા ચોળી, નેટની ઉપર વર્ક, ડીટેલ પેટર્નવાળું બ્લાઉઝ.

ઘણાં વર્ષોથી જોવામાં આવ્યું છે કે, નવરાત્રીની આજુબાજુ શહેરનાં મહાનગરોમાં ગુજરાતી ફેશનનો જાદુ જોવા મળે છે. આ વર્ષ પણ બાકાત નથી, પરંતુ દિલ્હી અને મુંબઈમાં ફેશનની કોઈ સીધી ફોર્મ્યુલા નથી. બંને શહેરો પોતાની આગવી ફેશન સ્ટાઇલથી જ ઓળખાય છે.

આપણ વાંચો:  ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ આવું સોનાનું પીંજરું કોને ગમે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button