લાડકી

ફેશન પ્લસ : મહાનગરોમાં ધૂમ મચાવી રહી છે સાયબરપંક ફેશન

  • પ્રતીમા અરોરા

હિંદુસ્તાનના મહાનગરોમાં શહેર દિલ્હી, મુંબઇ, બેંગલુ અને પુણેના 18થી 30 વર્ષના અર્બન એલીટ વચ્ચે હાલના દિવસોમાં સાયબરપંક ફેશન મજબૂતીથી પગ જમાવી રહી છે. સોશ્યલ મીડિયા, મ્યુઝિક ફેસ્ટિવલ્સ અને સ્ટ્રીટ ફેશન ઇવેન્ટ્સે તેને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. વાસ્તવમાં સાયબરપંક ફેશન એક એવી સ્ટાઇલ છે જેમાં ઝડપથી નવી જનરેશનને પોતાની પકડમાં લઇ રહેલી ઊભરતી ટેકનોલોજી, વિદ્રોહી વિચારધારાનું મિશ્રણ અને છલ્લી સદીના 80ના દાયકાના સાયન્સ ફિક્શન અને આજના સાયબર વર્લ્ડનું ફ્યૂઝન મળીને એક એવું એલીટ વાતાવરણ બનાવે છે જે ડિઝિટલ સંસ્કૃતિ અને રેબલ એટીટ્યૂટ સાથે મળીને બનેલું ફ્યૂઝન હોય છે. પોતાની પારંપરિક સંસ્કૃતિથી વિદ્રોહ કરનારા શહેરી યુવાઓને સાયન્સ ફિક્શન પોતાની બોલ્ડનેસ અને અનેક પ્રકારના મૂલ્યોને ધ્વસ્ત કરવાના કારણે ખૂબ પસંદ આવે છે. આવીજ કાંઇક લાગણી આ સાયબરપંક ફેશનમાં પણ હોય છે. એટલા માટે બ્લેડ રનર, ધ મેટ્રિક્સ અને અકીરા જેવી સાયન્સ ફિક્શનથી પ્રેરિત આ ફેશન સ્ટેટમેન્ટ યુવાઓને ખૂબ પસંદ આવે છે. તેની કેટલીક ખાસિયતો અન્ય ફેશનોથી તેને બિલકુલ અલગ કરે છે.

ડાર્ક અને મેટેલિક રંગ: બ્લેક, ગ્રે, સિલ્વર અને નિઓન હાઇલાઇટ્સ

ટેક સ્પાયર્ડ ડિઝાઇન: આ ફેશનની ડિઝાઇન ટેકનોલોજીથી ખૂબ પ્રભાવિત હોય છે. એલઇડી લાઇટ, વાયર જેવી એક્સસરીઝ અને ફ્યૂચરસ્ટિક ગોગલ્સ સાથે તેને કેરી કરવામાં આવે છે.

લેધર અને સિન્થેટિક મટિરિયલ્સ: આ ફેશનમાં જેકેટ્સ, બોડીસૂટ અને કોટસેટ્સ લેધર અને સિન્થેટિક મટિરિયલ્સના બનેલા હોય છે.

અગ્રેસિવ સ્ટાઇલિંગ: સ્પાઇક્સ, ચેઇન, એબ્નોર્મલ શૂઝ

એડ્રોગિનસ લૂક: આ ફેશને કેરી કરનારા યુવા જેન્ડર ન્યૂટ્રલ અથવા મિક્સ મેચ ફેશનના દીવાના હોય છે.

આખરે કેમ ટે્રડ થઇ રહી છે સાયબરપંક ફેશન

ટિયર-1 શહેરોના યુવાઓ વચ્ચે સાયબરપંક ફેશન એટલા માટે ટે્રડ કરી રહી છે કારણ કે આ યુવાઓને ડિઝિટલ યુગ સાથેના જોડાણનો અનુભવ કરાવે છે. કારણ કે વાસ્તવમાં સોશ્યલ મીડિયા, ગેમિંગ અને મેટાફર કલ્ચરે યુવાઓને આ તરફ આકર્ષિત કર્યા છે.

રિબેલ થોટ્સ અને આઇડેન્ટિટી

મોટાં શહેરોના અલ્ટ્રા અર્બન યુથ આ ફેશનને કલ્ચરલ રેજિસ્ડેન્ટ અને ભીડથી અલગ દેખાવાની રીત માને છે એટલા માટે તેની તરફ આકર્ષિત હોય છે.

કોસપ્લે અને ફેસ્ટિવલ- ઇડીએમ, કોમિક-કોન અને ફ્યૂચર ફેસ્ટ જેવી ઇવેન્ટમાં ફેશન સામાન્ય થઇ ગઇ છે.

જનરેશન ઝેડની પ્રયોગશીલતા

વાસ્તવમાં યુવાઓ વચ્ચે સાયબરપંક ફેશન એટલા માટે ટે્રડ કરી રહી છે કારણ કે જનરેશન ઝેડ જૂની ફેશનો અને તેના નિયમોને તોડીને કાંઇક નવું અજમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એટલા માટે તેમને એક એવું કલ્ચરલ સ્ટેટમેન્ટ જોઇએ છે જે તેમને તમામની વચ્ચે ચિહિ્નત કરે. હાલમાં સાયબરપંક ફેશન એક એવી એન્ટી સ્ટેબિલિશમેન્ટ અને ટેક હ્યૂમન ફ્યૂચરિઝમનું પ્રતીક છે. આ સ્ટાઇલ બતાવે છે કે એક સામાન્ય વ્યક્તિ ટેકનોલોજી સાથે સશક્ત અને ફ્યૂચરસ્ટિક હોઇ શકે છે પછી ભલે તેની વિદ્ધ હોય. એક રીતે આ ફેશન સિસ્ટમની વિદ્ધ રચનાત્મક વિદ્રોહ છે.

આ વર્ષે હિંદુસ્તાનના સમર ફેશનમાં મોટાં શહેરોમાં યુવાઓ વચ્ચે સાયબરપંક ફેશન ધૂમ મચાવી રહી છે. દેશમાં કેટલાક જાણીતા બ્રાન્ડ્સ, ડિઝાઇનર અને ક્રિએટર્સ જે તેને સામાન્ય લોકો સુધી લઇને આવે છે. હાલમાં આ ફેશનની સૌથી મજબૂત કડી છે. દિલ્હી, બેસ્ટ હ્યુમન એક એવી બ્રાન્ડ છે જે યુવાઓની સાઇકોલોજીને સારી રીતે વાંચતા આવડે છે અને આ ગરમીમાં હ્યુમન બ્રાન્ડમાં સાઇકોલોજીકલ અને ટેક થીમ્સનો જલવો છે. હ્યુમન બ્રાન્ડના ઓવરસાઇઝ સ્ટ્રીટ વેર પણ ખૂબ લોકપ્રિય છે. વધુ એક બ્રાન્ડ જે અહી ખાસ કરીને મુંબઇમાં સાયબરપંકને ઈન્ડિયન ક્રાફ્ટ સાથે મિક્સ કરે છે તે છે નોર બ્લેક અને નોર વ્હાઇટ.

બેંગલુમાં જાજા બોઆ, અર્બન ફ્ચૂચરસ્ટિસ અને ડિસ્ટોપિયન ફેશનને પ્રમોટ કરે છે અને યુવાઓ વચ્ચે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ લોકપ્રિય છે. કુલ મળીને સાયબરપંક ફેશન જેને એનએચ-7 વીકેન્ડર, સનબર્ન ફેસ્ટિવ જેવા પ્લેટફોર્મ આગળ વધારે છે. સાયબરપંક ફેશનના લોકપ્રિય ભારતીય ઇન્ફ્લૂએન્સરમાં કૃત્તિકા ખુરાના વોહગર, ડાન્સર શક્તિ મોહન, સિદ્ધાર્થ બત્રા અને અનન્યા પાંડે લોકપ્રિય કરી રહ્યાં છે. કૃત્તિકા ખુરાના જેણે તાજેતરમાં જ પોતાના લૂક્સમાં નિયમ-6 ટૈક એસ્થેટિક્સ એક્સસરીઝ અપનાવી હતી. જ્યારે અનન્યા પાંડેએ પોતાના તાજેતરના અનેક વીડિયો મ્યુઝિકમાં આ ફેશનને પ્રમોટ કરી છે. આ કારણ છે કે આ ફેશન ફક્ત ટે્રડમાં જ નથી, પરંતુ જાણકારોના મતે આગામી અનેક વર્ષો સુધી મેટાવર્ષ, એઆર, વીઆર ઇવેન્ટ્સ અને મ્યુઝિક ફેસ્ટિવલ જેવા કાર્યક્રમો થતા રહેશે.

આપણ વાંચો:  ફેશન : દુપટ્ટાનું અપ-ટુ-ડેટ

કુલ મળીને સાયબરપંક જેવી ફેશન ફક્ત કપડા અને ડિઝાઇનર હોતા નથી પરંતુ પોતાના સમયગાળાની ધડકન પણ હોય છે. એટલા માટે આ સમયની ફેશન જીવંત રહે એટલા માટે જરૂરી છે કે આ સમયગાળાની યુવા પેઢી નવીને નવી ફેશનને અપનાવતી રહે. સાયબરપંક ફેશન ફક્ત એલીટ ક્લાસના યુવાઓમાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ તેનો બિઝનેસ વધીને 3.5થી 4 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી રહ્યો છે. જેનાથી ખ્યાલ આવે છે કે ટિયર-1ના યુવાઓ દેશના અન્ય યુવાઓ પર કેટલો પ્રભાવ ધરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button