લાડકી

ફેશનઃ મસ્ટ હેવ દુપટ્ટા

લેખક: ખુશ્બુ મુલાણી ઠક્કર

મહિલાઓના વોર્ડરોબમાં અ2મુક દુપટ્ટાઓ હોવા જ જોઈએ જે ક્યારેય પણ આઉટ ઓફ ફેશન ન થાય. એવા એવરગ્રીન દુપટ્ટાઓ કે જે કોઈ પણ ડ્રેસ સાથે આસાનીથી મિક્સ એન્ડ મેચ કરી શકાય. દુપટ્ટામાં ઘણી સ્ટાઇલ આવે છે, અને ઘણા ફેબ્રિક પણ આવે છે જેમકે, કોટન, સિલ્ક, રેયોન કે પછી શિફોન કે જોર્જેટ. દુપટ્ટાની પસંદગી ડ્રેસ પ્રમાણે કરવાની હોય છે. પરંતુ આજે આપણે અમુક ટાઈપના દુપટ્ટા વસાવવાની વાત કરવાના છીએ જે કોઈ પણ મહિલા માટે સંકટ સમયની સાંકળ બની શકે. ચાલો જાણીયે કઈ ટાઈપના દુપટ્ટા મહિલા પાસે હોવા જ જોઈએ.

લહેરિયા / બાંધણી

લહેરિયા અને બાંધણીના દુપટ્ટા મોટા ભાગની મહિલાઓ પાસે હોય જ છે. આ દુપટ્ટા ફલોઈન્ગ ફેબ્રિકમાં વધારે સારા લાગે છે. લ્હેરિયાં અને બાંધણીના દુપટ્ટા વેચાતા લેતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે, દુપટ્ટાનું ફેબ્રિક સિલ્કનું હોવું જોઈએ. તોજ તે દુપટ્ટાની ગરિમા જળવાશે. આર્ટિફિશિયલ ફેબ્રિકમાં લહેરિયાં અને બાંધણીના દુપટ્ટા સારા નહિ લાગે.

લહેરિયા દુપટ્ટા શિફોન કે જોર્જેટ ફેબ્રિકમાં સારા લાગશે અને બાંધણીના દુપટ્ટા સિલ્ક ફેબ્રિકમાં સારા લાગશે. જેટલું પ્યોર ફેબ્રિક હશે તેટલા જ દુપટ્ટા પર ડાઈંગનો કલર સારી રીતે ચડશે. આ દુપટ્ટા તમે કોઈ પણ પ્લેન ડ્રેસ સાથે મિક્સ એન્ડ મેચ કરી શકો. અથવા તો ટ્રાય કલર કોમ્બિનેશન પણ કરી શકાય. જેમકે, જો તમારી પાસે પિન્ક કલરનો બાંધણીનો દુપટ્ટો છે તો તેની સાથે રોયલ બ્લુ કલરનો કુર્તો અને રાણી કે ઓરેન્જ કલરનો ફલેરી પ્લાઝો પહેરી શકાય.

કલમકારી દુપટ્ટા

કલમકારી દુપટ્ટા મોટાભાગે કોટન ફેબ્રિકમાં જ હોય છે અથવા તો કોટન સિલ્ક ફેબ્રિકમાં હોય છે. આ દુપટ્ટાની પ્રિન્ટ જ તેનો પ્લસ પોઇન્ટ છે.કલમકારી દુપટ્ટા ખાસ કરીને લાઈટ કલરના બેઝમાં હોય છે. જેમકે, લાઈટ બેજ, લાઈટ યેલો, લાઈટ પિન્ક વગેરે વગેરે. દુપટ્ટાનો બેઝ જેટલો લાઈટ હશે તેટલી જ તેની પર પ્રિન્ટ ઊઠીને આવશે. કલમકારી દુપટ્ટાની પ્રિન્ટ મોટાભાગે ફ્લોરલ જ હોય છે.

બ્લેક કલરના ડ્રેસ સાથે બેજ કલરનો દુપટ્ટો સારો લાગશે, પિન્ક કલરના ડ્રેસ સાથે લાઈટ યેલો કલરનો ડ્રેસ સારો લાગશે તેમજ લાઈટ મરૂન કલરના દુપટ્ટા સાથે બેજ કલરનો ડ્રેસ સારો લાગશે. કલમકારી દુપટ્ટો આખો ખોલીને પહેરવાથી વધારે સુંદર લાગશે અથવા તો કલમકારી દુપટ્ટો પ્લીટ લઈને એક સાઈડ પહેરવાથી પણ સારો લાગશે. કલમકારી દુપટ્ટામાં ખાસ કરીને ફ્લોરલ પ્રિન્ટ હોય છે. કલમકારી દુપટ્ટો પહેર્યા પછી એક એલિગન્ટ લુક આપે છે.

ફૂલકારી દુપટ્ટા

ફૂલકારી દુપટ્ટો એ પંજાબ પ્રદેશની પરંપરાગત ભરતકામ (એમ્બ્રોઇડરી) છે, જેમાં “ફુલ” (ફૂલ) અને ‘કારી’ (કલા/કામ) શબ્દો પરથી નામ પડ્યું છે, જે ફૂલોની આકૃતિઓ દર્શાવે છે. આ દુપટ્ટાઓ મુખ્યત્વે હાથથી રેશમી દોરા વડે, તેજસ્વી રંગોમાં, હાથવણાટના સુતરાઉ કાપડ (ખાદર) પર ભરતકામ કરીને બનાવવામાં આવે છે, જે પંજાબી સંસ્કૃતિની ઓળખ છે અને લગ્ન પ્રસંગોએ ક્ધયાદાનમાં અપાતી મહત્ત્વની વસ્તુ છે.

ફૂલકારી દુપટ્ટામાં આવતી એમ્બ્રોઇડરી ખૂબ જ બ્રાઇટ હોય છે. તેથી ફૂલકારી દુપટ્ટા પણ પ્લેઇન ડ્રેસ સાથે સારા લાગે છે. ફૂલકારી દુપટ્ટા પંજાબના હોવાથી શોર્ટ કુર્તા અને સેમી પટિયાલા સાથે વધારાએ પહેરવામાં આવે છે. પરંતુ જો તમને કોઈ અલગ રીતે પહેરવું હોય તો, લોન્ગ કણીદાર કુર્તો અને તેની નીચે પ્લાઝો અને તેની પર ફૂલકારી દુપટ્ટો પહેરી એક એટ્રેક્ટિવ લુક આપી શકાય.

બનારસી દુપટ્ટા

બનારસી દુપટ્ટો એ એક વૈભવી સ્કાર્ફ અથવા પડદો છે જે ઉત્તર ભારતમાં વારાણસી (જેને બનારસ તરીકે પણ ઓળખવામાં આવે છે) માંથી ઉદભવે છે, જે તેના સમૃદ્ધ ઝરી (સોના અથવા ચાંદીના બ્રોકેડ) કામ, બારીક રેશમી કાપડ અને ભવ્ય વણાટ માટે પ્રખ્યાત છે. બનારસી દુપટ્ટાની કિંમત ખૂબ જ વધારે હોવાને કારણે સૌ કોઈ પાસે આ દુપટ્ટા નથી હોતા. બનારસી દુપટ્ટા નો લૂક ખૂબ જ હેવી હોવાને કારણે લગ્ન પ્રસંગમાં વધારે શોભે છે.

બનારસી દુપટ્ટા સિલ્કના ડ્રેસ સાથે જ સારા લાગી શકે. જેમકે, ઑફ વાઈટ કલરના સિલ્કના ડ્રેસ સાથે રેડ કે મરૂન કલરનો બનારસી દુપટ્ટો સારો લાગી શકે. અથવા તો ગોલ્ડન કલરના ચણિયા સાથે મરૂન કલરનો બનારસી દુપટ્ટો પહેરી શકાય.

ફૂલ દુપટ્ટો કે પછી સ્ટ્રોલ

ફૂલ દુપટ્ટો એટલેકે જે 2.5 મિત્રનો હોય અને તેની પહોળાઈ 44 ઇંચ જેટલી હોય. આ દુપટ્ટો ખાસ કરીને ખુલ્લો રાખી પહેરવાથી વધારે સારો લાગે છે. અને સ્ટ્રોલ એટલે કે જે 1.5 મીટર કે વધારેમાં વધારે 2 મીટરનો હોય છે. સ્ટ્રોલ માત્ર સ્ટાઇલિંગ માટે જ હોય છે.

સ્ટ્રોલમાં બધી જ ટાઇપની પ્રિન્ટ આવે છે. સ્ટ્રોલને પણ પહેરવાની એક સ્ટાઇલ હોય છે. સ્ટ્રોલને માત્ર એક સાઈડ પહેરી શકો અથવા ગળામાં નાખી આગળની બાજુએ પણ રાખી શકો. દુપટ્ટા સલવાર કમીઝ સાથે કે પછી લોન્ગ કુર્તા અને પ્લાઝો સાથે સારો લાગી શકે. સ્ટ્રોલ મોટે ભાગે ડેનિમ પર સારો લાગે છે. અથવા આતો કોઈ સ્પેસિફિકેડ ડ્રેસિસમાં સ્ટાઇલિંગ હોય તો સારો લાગે.

આપણ વાંચો:  વિશેષઃ ન્યાયના મંદિરના દરવાજા મહિલાઓ માટે ખોલનારાં અન્ના ચાંડી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button