ફેશનઃ મોન્સૂન બ્રાઇટ | મુંબઈ સમાચાર
લાડકી

ફેશનઃ મોન્સૂન બ્રાઇટ

  • ખુશ્બુ મુલાણી ઠક્કર

મોન્સૂન બ્રાઇટ એટલે, મોન્સૂન એટલે કે વરસાદમાં બ્રાઇટ કપડાં પહેરવા., મોટાભાગની મહિલાઓ વરસાદમાં ડાર્ક કપડાં પહેરે છે. એટલે કે, અર્થ ટોનમાં જેમકે, બ્રાઉનના લાઈટ ડાર્ક શેડ, કે પછી બ્લેક, બ્લુ, ગ્રે વગેરે. આ કલરના કપડાં વરસાદમાં ચાલી જ જાય છે કારણકે ભીના થઇએ તો ડાર્ક કલરને હિસાબે ખરાબ નથી લાગતું. આ બધા કલર પહેરવાથી થોડો ડલ લુક પણ આવે જ છે, પરંતુ આના બદલે જો ફ્રેશ કલર્સ પહેરીયે તો લુક આખો અલગ આવે છે. જેમકે,, ફ્રેશ કલરના પેન્ટ કે ટી શર્ટ, કે પછી ડ્રેસ જ કેમ ન હોય. આ કલરથી ઓવર ઓલ બ્રાઇટ લુક તો આવે જ છે સાથે મન પણ પ્રફુલ્લિત રહે છે.

બ્રાઇટ ડ્રેસ

બ્રાઇટ ડ્રેસ એટલે કોઈ હટકે કલરનો ડ્રેસ જેમકે, યેલ્લો કે પછી રોયલ બ્લુ ડ્રેસ. આવા ડ્રેસ આઈ કેચર હોય છે. ક્રાઉડમાં તમે એકદમ જ તરી આવો છો. બ્રાઇટ કલરના ડ્રેસ તમને એક આકર્ષિત લુક તો આપે જ છે સાથે સાથે ઓવર ઓલ માહોલ પણ ફ્રેશ લાગે છે. બ્રાઇટ ડ્રેસનું ફિટિંગ તમે તમારી બોડી સ્ટાઇલ પરથી ડિસાઈડ કરી શકો. જેમકે, સુડોળ શરીર ધરાવતી યુવતી હોઝિયરીના ડ્રેસ પહેરી શકે. અને જેમનું શરીર ભરેલું છે તેઓ લુઝ ફીટના બ્રાઇટ ડ્રેસ પહેરી શકે. બ્રાઇટ કલર પહેરવાથી એક યન્ગ લુક આવે છે. ડ્રેસની લેન્થ તમે તમારી હાઈટ મુજબ પહેરી શકો. ડ્રેસની પેટર્ન એટલે કે, સ્ટ્રેટ ડ્રેસ પહેરવા છે કે ફલેરી ડ્રેસ એ તમે તમારી પર્સનલ ચોઇસના હિસાબે પહેરી શકો.

બ્રાઇટ ટોપ

જયારે થોડું હટકે લાગવું હોય ત્યારે બ્રાઇટ ટોપ પહેરી શકાય. બ્રાઇટ ટોપ તમે કોઈ પણ બોટમ સાથે મિક્સ એન્ડ મેચ કરી શકો. ટોપની પેટર્ન અને ફેબ્રિક તમે તમારા બોડી ટાઈપ મુજબ સિલેક્ટ કરી શકો. જેમકે જો સુડોળ શરીર હોય તો તમે બ્રાઇટ કલરના ક્રોપ ટોપ ડેનિમ સાથે કે લુઝ પેન્ટ સાથે પહેરી શકો. જો તમારું શરીર ભરેલું હોય તો તમે બ્રાઇટ કલરના ઓવર સાઈઝ શર્ટ એન્કલ લેન્થ લેગિંગ સાથે પહેરી શકો. બ્રાઇટ કલરના ટોપ પ્લેન હોય તો વધારે સારા લાગે અને તેમાં પણ જો સોલિડ કલર હોય તો વધારે સારા લાગશે. મોન્સૂન આઉટિંગ માટે કોઈપણ કલરનું થ્રી ફોર્થ પહેર્યું હોય તો તેની સાથે પણ કોન્ટ્રાસ્ટ કલરમાં બ્રાઇટ કલરનું ટોપ પહેરવાથી આખો લુક બદલાઈ જશે.

આ પણ વાંચો…ફેશન : દુપટ્ટાનું અપ-ટુ-ડેટ

પેન્ટ

વરસાદમાં પેન્ટ એ સૌથી વધારે કમ્ફર્ટેબલ આઉટફિટ છે. તમે તમારી હાઈટ અને પર્સનાલિટી મુજબ પેન્ટની લેન્થ ડિસાઈડ કરી શકો. પેન્ટમાં ઘણા લેન્થ વેરિએશન આવે છે જેમકે, ફૂલ લેન્થ, એન્કલ લેન્થ, થ્રી ફોર્થ, કે પછી કની લેન્થ. જો તમે બ્રાઇટ કલરનું બોટમ પહેરતા હોવ તો, ટીશર્ટ તમે લાઈટ કલરનું કે પછી પ્રિન્ટેડ પહેરી શકો. બ્રાઇટ કલર પેન્ટમાં ઘણા ઓપશન્સ આવે છે જેમકે, કલર વાઇસ એટલે કે, બ્લુ, ઓરેન્જ, ગ્રીન કે પછી યેલ્લો કે રેડ.
આ પેન્ટ પહેર્યા પછી ખૂબ જ બ્રાઇટ લુક આપે છે.

એક્સેસરીઝ

બ્રાઇટ એક્સેસરીઝ તમારા લુકને ઓવરઓલ હાઈલાઈટ કરશે. જેમકે જો તમે આખો બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હોય તો, તેની સાથે બ્રાઇટ યેલ્લો કલરની એક્સેસરીઝ એક હટકે લુક આપશે. એકસેસરીઝમાં ચપ્પલ્સ, બેગ, ગ્લાસીસ, બ્રેસલેટ વગેરેનો સમાવેશ થાય છે. એક્સેસરીઝ એ એક એડ ઓનનું કામ કરે છે. તમારા ઓવર ઓલ લુકને વધારવાનું કામ એક્સેસરીઝ કરે છે. મોન્સૂનમાં તો ખાસ કરીને કોન્ટ્રાસ્ટ કલરની એક્સરીઝ પહેરવી જોઈએ તેથી આખું વાતાવરણ જ ખુશનુમા લાગે. અને જો તમારી પાસે કોઈ બ્રાઇટ કલરના ડ્રેસ, પેન્ટ કે પછી ટોપ્સ ન હોય તો એક બ્રાઇટ કલરની છત્રી તો હોવી જ જોઈએ.

આ પણ વાંચો…ફેશનઃ ઓલ ટાઈમ ફેવરિટ ડેનિમ સ્કર્ટ્સ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button