ફેશનઃ બ્લોક પ્રિન્ટ કે જે ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતી નથી…

ફેશનઃ બ્લોક પ્રિન્ટ કે જે ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતી નથી…

-ખુશ્બુ મુલાણી ઠક્કર

બ્લોક પ્રિન્ટ આજે પણ લોકપ્રિય છે. જે ન માત્ર પારંપરિક વસ્ત્રોમાં, પરંતુ આધૂનિક ફેશન અને ઘરના સામાનમાં પણ જોવા મળે છે. એનાથી કારીગરોને રોજગાર પણ મળી રહે છે. આ એક ટકાઉ અને પર્યાવરણની દૃષ્ટિએ સલામત છે. બ્લોક પ્રિન્ટથી એક હટકે લૂક આવે છે.

બ્લોક પ્રિન્ટ એ ભારતની ખૂબ જ જૂની અને જાણીતી કળા છે. આમ તો બ્લોક પ્રિન્ટની શરૂઆત ચાઈનામાં થઈ હતી. ત્યાર બાદ એશીયામાં ફેલાણી જેમ કે, ભારત, જાપાન અને ઈંડોનેશિયા. ભારતમાં પણ ખાસ કરીને રાજસ્થાનના આજુબાજુનાં ગામમાં જેમકે સાંગાનેર અને બાગ્રુ જેવા ગામમાં બ્લોક પ્રિન્ટ ખૂબ જ પ્રચલિત છે.

બ્લોક પ્રિંન્ટ કપડા પર તો થાય જ છે જેમકે, ડ્રેસ, દુપટ્ટા, સ્કાર્ફ, શર્ટ કે પછી કુર્તા પર થાય છે. તે સાથે હોમ ડેકોર જેમ કે ચાદર, પડદા કે પછી કુશન કવર, આર્ટ અને સ્ટેશનરી જેમ કે એનવેલપ કે પછી પેપર પર પણ બ્લોક પ્રિન્ટ થાય છે. ચાલો જાણીયે બ્લોક પ્રિન્ટ કેવી રીતે કરાય અને બ્લોક પ્રિન્ટેડ કપડાં કઈ રીતે પહેરી શકાય.

બ્લોક પ્રિન્ટ કઈ રીતે કરવી
બ્લોક પ્રિન્ટ કરવા માટે મોટાં મોટાં ટેબલની જરૂર હોય છે. જેની પર ફેબ્રીકને ટાંચણીની મદદથી બાંધવામા આવે છે. ત્યાર બાદ ડ્રેસને અનુરૂપ બ્લોકની પસંદગી કરવામાં આવે છે. બ્લોક લાકડામાંથી બનાવેલા હોય છે. બ્લોકની સાઈઝ અલગ અલગ હોય છે. ડિઝાઈન સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે, બ્લોક કેટલા કલરમાં હોવા જોઈએ.

બ્લોકમાં એક કલરથી લઈને ચાર કે પાંચ કલર વાપરી શકાય તેવી પણ ડિઝાઈન હોય છે. ખાસ કરીને કોટનના કપડામાં બ્લોક પ્રિન્ટ કરવામાં આવે છે, જેથી કરીને કલર સરખો પકડાય. સીલ્ક અને લીનન જેવાં કાપડ પર પણ બ્લોક પ્રિન્ટ સુંદર લાગે છે.

જે બ્લોક પ્રિન્ટ કરતા કારિગર હોય તેઓ માપનો અંદાજો લેવામાં માહિર હોય છે. એક બ્લોક જો ખોટું મુકાઈ ગયું તો આખી ડિઝાઈન ફેલ થાય છે. બ્લોકમાં ડિઝાઈનની વેરાઈટી આવે છે જેમકે, બુટ્ટી, બુટ્ટા, જાલ, ક્લોઝ બોર્ડર કે પછી કાંગરી વાળી બોર્ડર. ડ્રેસની ડિઝાઈન પ્રમાણે તેમ જ પર્સનાલિટી પ્રમાણે બ્લોકની ડિઝાઈન પસંદ કરી શકાય.

સાડી – બ્લોક પ્રિન્ટની સાડી ખૂબ જ સુંદર લાગે છે. બ્લોક પ્રિન્ટની સાડી એ સહુની પસંદ નથી હોતી. આ એક ક્લાસ ચોઈસ છે. બ્લોક પ્રિન્ટની સાડી મોટે ભાગે કોટન, કોટા દોરીયા કે પછી અવરગંડીની સાડીમાં કરવામાં આવે છે. બ્લોક પ્રિન્ટની સાડી પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે. આ સાડીને જો બરાબર ન પહેરવામાં આવે તો ખૂબ જ ખરાબ લાગશે. બ્લોક પ્રિન્ટ કરેલી સાડીમાં કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ ઊઠીને આવે છે.

જેમકે, બેજ કલરની સાડી હોય અને તેની પર જો બ્લેક કલરથી બ્લોક પ્રિન્ટ કરવામાં આવ્યું હોય તો આ કલર કોમ્બિનેશન સાથે મરુન કલરનું બ્લાઉઝ પહેરી શકાય. રેડી સાડી પણ આવે છે અને તમે તમારી ચોઈસ મુજબ સાડી બનાવડાવી પણ શકો. સાડીમાં નીચે બોર્ડર, બોર્ડર બાદ બે ઈંચની જગ્યા છોડી 6 કે 8 ઈંચના બુટ્ટા એક અલગ જ લૂક આપશે.

ડ્રેસ – ડ્રેસમાં ડિઝાઈન કરવા માટે ઘણા ઓપ્શન છે જેમ કે, કુર્તામાં બોર્ડર, બુટ્ટા અને નાની બુટ્ટીઓ અને બોટમમાં જાલની ડિઝાઈન. જો તમને બોટમ પ્લેન રાખવી હોય તો કુર્તાને સરખો ભરવો પડે છે. અથવા તો, સાવ પ્લેન ડ્રેસ પહેરવો અને તેની સાથે બ્લોક પ્રિન્ટ વાળો દુપટ્ટો પહેરી શકાય. કોટન અથવા ફલોઈ દુપટ્ટો ડિપેન્ડિંગ કે તમારી ચોઈસ કેવી છે.

બ્લોકની ડિઝાઈન સીલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જેમ કે, જેટલી ડેલીકેટ પ્રિન્ટ હશે તેટલો જ ડ્રેસ સુંદર લાગશે. તમારી હાઈટ બોડીને હિસાબે ડ્રેસની ડિઝાઈન અને બ્લોકની ડિઝાઈન સિલેક્ટ કરી શકાય. અમુક ચોકકસ કલર કોમ્બિનેશન સારા જ લાગે જેમ કે, વાઈટ સાથે સીંગલ કલરમાં લાઈટ બ્લૂ, પીંક, ઓરેન્જ કે ગ્રીન. ગોલ્ડન સાથે બ્લેક અને મરુન કલર સારા લાગી શકે. ઓરેન્જ કલર સાથે મરુન કલર અને બ્લેક કલર સારો લાગી શકે.

જો તમને બ્લોક પ્રિન્ટનું જ્ઞાન ન હોય તો બ્લોક પ્રિન્ટ વાળા કપડાં પહેરવાં નહી. જો તમે કોમ્ફિડન્ટ ન હોવ તો ફેશનનું આંધળું અનુકરણ કરવું નહીં.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button