ફેશન : ફેસ્ટિવ વેરમાં કઈ રીતે મિક્સ એન્ડ મેચ કરશો? | મુંબઈ સમાચાર
લાડકી

ફેશન : ફેસ્ટિવ વેરમાં કઈ રીતે મિક્સ એન્ડ મેચ કરશો?

-ખુશ્બુ મુલાણી ઠક્કર

તહેવારોના દિવસો આવે અને મોટાભાગની મહિલાઓને માત્ર એક જ પ્રશ્ન મૂંઝવે કે, કયા અને કેવા કપડા પહેરવા જેથી કરી ટ્રેડિશનલ છતાં સ્ટાઈલીશ લુક આવે. મિક્સ એન્ડ મેચ કરીને પણ કાંઈ નવું પહેરી શકાય. ચાલો જાણીયે આ તહેવારમાં શું પહેરી એક નવો લુક ક્રિએટ કરી શકાય.

એ લાઈન કે કલીદાર કુર્તા- એ લાઈન કુર્તા એટલે જે કુર્તામાં સ્લીટ ન હોય અને કુર્તામાં થોડો ઘેરો હોય. કલીદાર કુર્તા એટલે જે કુર્તામાં કલી આપીને કુર્તાનો ઘેરો વધારવામાં આવ્યો હોય. આ બન્ને સ્ટાઈલના કુર્તા પહેરવાથી ખૂબ જ ગ્રેસફુલ લગાય છે.
આ કુર્તા સાથે બોટમમાં લેગિંગસ ન પહેરવું તેની બદલે પેન્ટ, પ્લાઝો કે ઘાઘરો પહેરી શકાય. બોટમની પસંદગી તમારા બોડી ટાઈપને આધારે કરી શકાય. જેમકે જો તમારી હાઈટ સારી હોય તો તમે આ બન્ને સ્ટાઈલના કુર્તા સાથે ફલેરી પ્લાઝો પહેરી શકો.
જો તમારું શરીર ભરેલું હોય તો પેન્ટ પહેરી શકાય. અને જો તમારું શરીર સુડોળ હોય અને તમને વધારે ફેશનેબલ લાગવું છે તો તમે આ સ્ટાઈલના કુર્તા સાથે ઘાઘરો પહેરી શકો. દુપટ્ટો કાંઈ અલગ રીતે ડ્રેપ કરવો જેથી થોડો અલગ લુક આવે. આ બધા લુક સાથે મિનીમલ જ્વેલરી લુક પણ સારો લાગશે, એટલે કે, માત્ર કોઈ સારા એરીંગ, કે પછી લો બન સાથે ગજરો અને કુંદનના ટોપ્સ કે પછી કોઈ સ્ટેટમેન્ટ નેકલેસ પહેરી શકાય.

આ પણ વાંચો…ફેશન: કેવું બોટમ પસંદ કરશો?

સાડી – સાડી બધી જ વયની મહિલાઓ પર સારી લાગે છે. સાડી કોઈ પણ વાર તહેવારે એક પરફેક્ટ લુક જ આપે છે. જો તમારી પાસે કોઈ પ્લેન કલરની સાડી હોય તો તેની સાથે બ્રોકેડનું બ્લાઉઝ પહેરી શકાય. બ્રોકેડ કે જામેવારના બ્લાઉઝ સાથે પ્લેન સાડી એ ખૂબ જ જૂનો કોનસેપ્ટ છે છતાં ક્યારેય પણ આઉટ ઓફ ફેશન લાગતો નથી. આ લુક ખાસ કરીને એવી મહિલાઓ માટે છે જે વર્કિંગ છે, ટાઈમના અભાવના કારણે આવું મિક્સ એન્ડ મેચ કરવાનું સારું પડે છે. અથવા તો તમે કોઈપણ કોટનના પ્રીન્ટેડ બ્લાઉઝ સાથે ચંદેરીની સાડી પહેરી શકો.

જયારે પણ મિક્સ એન્ડ મેચ કરવું હોય તો કોન્ટ્રાસ્ટ લુક વધારે સારો લાગશે. જ્યારે પણ મિક્સ એન્ડ મેચ કરવું હોય ત્યારે જે બેઝિક કલર હોય તેની પર પસંદગી કરી શકાય. જેમકે, મરુન, બ્લેક, ગોલ્ડન કે જે કલર સાથે મિક્સ એન્ડ મેચ સહેલાઈથી કરી શકાય. કોઈ પૂજામાં જવાનું હોય તો રેડ કે બ્લૂ કલરની બાંધણીની સાડી સાથે ઓફ વાઈટ કલરનું બ્લાઉઝ પહેરી શકાય.

તહેવારના દિવસોમાં જો થોડો ઈન્ડો વેસ્ટર્ન લુક જોઈતો હોય તો, સાડી પર પાતળો બેલ્ટ પહેરી શકાય. જેમનું શરીર સુડોળ હોય તેઓને આ લુક સારો લાગે છે.

ગાઉન – ગાઉનમાં ઘણી વેરાઈટી આવે છે. તમે પ્રસંગને અનુરૂપ ગાઉનની પસંદગી કરી શકો. ગાઉન ખાસ કરીને સોલીડ કલરમાં લેવો અને વધારે પડતા વર્કવાળો ન લેવો જેથી કરી જો એક્સેસરીઝથી હાઈલાઈટ કરવો પડે તો વધારે પડતું ન લાગે.

ગાઉન ભલે સિમ્પલ હોય પરંતુ તેની સાથે પહેરવામાં આવતો દુપટ્ટો અને શ્રગના લીધે ગાઉન હેવી લાગે છે. અથવા તો પ્લેન ગાઉન સાથે પ્રિન્ટેડ ફેબ્રિકનું જેકેટ પણ પહેરી શકાય. પ્લેન જો તમારૂ શરીર વધારે પડતું ભરેલું હોય તો બ્રોડ બેલ્ટ પહેરવાનો ટાળવો. જેટલો પાતળો બેલ્ટ હશે તેટલો જ ડેલીકેટ લુક આવશે. ગાઉનની લેન્થ વધારે પડતી રાખવી નહીં. જમીન પર ઢસડાય એ રીતના તો રાખવી જ નહીં. પગમાં ગાઉન આવતા જ તે ફાટી જાય છે. ગાઉનની નેક લાઈન સિલેકટ કરતા પહેલા ખાસ ધ્યાન આપવુ. ક્લોઝનેકના ગાઉન પસંદ ન કરવા.

આ પણ વાંચો…ફેશન પ્લસ : સ્લીપવેર એ સ્કિનકેર નહીં પણ સ્વ-સંભાળ છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button