લાડકીસ્પેશિયલ ફિચર્સ

ફેશન : ફેસ્ટિવ વેરમાં નવું શું છે?

-ખુશ્બુ મૃણાલી ઠક્કર

ફેસ્ટિવ વેર એટલે જે કપડાં ફેસ્ટિવલમાં પેહરવામાં આવે.એટલે કે, તેહવારોમાં પહેરવામાં આવે. પહેલા ફેસ્ટિવ વેરમાં માત્ર સાડી પહેરવામાં આવતી. પરંતુ, ઘણા વખતથી ટ્રેન્ડ બદલાયો છે. મહિલાઓ સાડી તો પેહેરે જ છે પરંતુ સાડીમાં ઘણા વેરિએશન સાથે પેહરે છે. તેમ જ જુદી જુદી પેટર્નના ડ્રેસ,કે જે ટ્રેડિશનલલી મોડર્ન હોય. ટ્રેડિશનલી મોડર્ન એટલે કે જે ડ્રેસમાં ટ્રેડિશનલ લૂક સાથે એક મોડર્ન ટચ પણ આવી જાય. ચાલો જાણીયે ટ્રેડિશનલી મોડર્ન એટલે શું અને કઈ રીતે પેહરી શકાય.

સાડી – સાડીમાં ઘણા પ્રકાર આવે છે. સાડીને અલગ લૂક આપવા માટે તેની ડ્રેપિંગ સ્ટાઇલ બદલી શકાય અથવા તો તેમાં કોઈ એક્સેસરી એડ કરી શકાય.જેમકે રેગ્યુલર પેટીકોટ ન પહેરીયે અને તેની બદલે ગોલ્ડન ફ્લેર વાળો પેટીકોટ પેહરી તેની પર સાડી ડ્રેપ કરવી. જેમકે,હાલ્ફ સાડીની પ્લીટ્સ સ્પ્રેડ કરીને રાખવી અને પછી બેંગોલી સ્ટાઇલ કે પછી ગુજરાતી સ્ટાઈલમાં છેડો રાખવો.જેથી સાડીની સ્ટાઇલ પણ દેખાય અને ગોલ્ડન ઘાઘરો પણ દેખાય. વધારે ફિનિશ લૂક માટે ગોલ્ડન કે સિલ્વર બેલ્ટ પણ પેહરી શકાય. હાલ્ફ સાડી અને ઘાઘરા સાથે બ્લાઉઝ અલગ પેટર્નનું પહેરવું જેમકે, ફલેરી સ્લીવ્ઝ કે બલૂન સ્લીવ્ઝ. બ્લાઉઝની પેટર્નની પસંદગી તમે તમારા બોડી ટાઈપ અને હાઈટ પ્રમાણે કરી શકો. જો તમારું શરીર ભરેલું હોય તો આ સાડીની સ્ટાઇલ ન પહેરવી. જેમનું શરીર ભરેલું હોય તેમણે રેડી ટુ વેર સાડી પહેરવી કે જે ફ્લોઈ ફેબ્રિકમાં હોય. જેમકે, નેટ, રેયોન કે પછી સ્ટ્રેચેબલ શિમર. આ ફેબ્રિકની સાડી પહેરવાથી થોડા પાતળા હોવાનો આભાસ થાય છે કારણકે ફલોઈ ફેબ્રિક શરીરથી અળગું નથી રહેતું અને શરીર પર બરાબર બેસે છે. રેડી ટુ વેર સાડીમાં ઘણા ફેન્સી બ્લાઉઝના ઓપશન અવેલેબલ હોય છે. તમારા બોડી ટાઈપ મુજબ તમે સાડી અને બ્લાઉઝની પસંદગી કરી શકો.

બોટમ – ટોપ સાથે તમે જે કોમ્બિનેશનમાં પહેરો તેને બોટમ વેર કહેવાય. જેમકે, પ્લાઝો, ધોતી, પટિયાલા વગેરે. ટોપની ડિઝાઇન મુજબ તમે પ્લાઝો અથવા પેન્ટનું સિલેકશન કરી શકો. તમે એન્કલ લેન્થ પેન્ટ સાથે લુઝ કુર્તી પેહરી અને પગમાં હાઈ હિલ્સ પેહરી એક સિમ્પલ અને એલિગન્ટ ફેસ્ટિવ લુક આપી શકો. જો રેગ્યુલર પેન્ટ કે પ્લાઝો ન પહેરવું હોય તો ધોતી પેહરી શકાય. ધોતી સાથે તમે અનઇવન હેમલાઇન વાળું ટોપ પેહરી શકો. અથવા ધોતી સાથે લોન્ગ ટોપ પેહરી શકાય કે જેમાં સાઈડ પર લોન્ગ સ્લીટ્સ હોય. કફતાન પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે. કફ્તાન સાથે તમે સિગાર પેન્ટ અથવા પ્લાઝો પેહરી શકાય. તમારા બોડીને આધારે પ્લાઝો કે સિગાર પેન્ટની પસંદગી કરવી. કંઈક અલગ જ લૂક આપવા માટે તમે શરારા પણ પેહરી શકો. શરારા ડ્રેસમાં થાઈ સુધી ફિટિંગ હોય છે અને પછી ફ્લેર હોય છે. આ બોટમ સાથે ટોપ અલગ અલગ પેટર્નના હોય છે જેમકે, ફ્લેરવાળા ટોપ્સ કે, સ્ટ્રેટ કટ કે પછી એ લાઈન. શરારા પહેરવાથી ટ્રેડિશનલી ડિફરન્ટ લુક આવે છે. લાંબી પાતળી યુવતીઓ પર શરારા ખૂબ જ શોભે છે. પ્યોર બનારસી પેન્ટ સાથે પ્લેન શિફોનની કુર્તી એક અલગ જ લૂક આપશે. બોટમમાં બનારસી ફેબ્રિકમાંથી બનાવેલો પ્લાઝો અને તેની પર પ્લેન કુર્તી કે જેમાં માત્ર સ્લીવ પર થોડું કામ થયેલું હોય કે પછી નેક્લાઈનમાં માત્ર એક બુટ્ટો હોય. આ લુકને મિનિમલ લૂક કહેવાય કે જેમાં હેવી વર્કવાળા કપડાં નથી હોય પરંતુ ફેબ્રિક જ એટલો ભારે લૂક આપે કે વધારે કઈ કરવાની જરૂર જ નથી પડતી. આ લૂક સાથે તમે એક સ્ટેટમેન્ટ નેકલેસ પેહરી શકો. અથવા તો જામેવાર કે બનારસી ફેબ્રિકનું જમ્પ સૂટ પેહરી શકો. અને તેની સાથે ટ્રાન્સપેરન્ટ શિફોનનું કેપ ટોપ. ટ્રેડિશનલ લૂક એડ કરવા માટે પર્લની ઈઅર રિંગ પેહરી શકો. હાથમાં ફેન્સી બેન્ગલ્સ પેહરી આ લુક કમ્પ્લીટ કરી શકાય. પટોળાની સાડીમાંથી સ્કર્ટ ટાઈપ પ્લાઝો બનાવી તેની પર શોર્ટ કે લોન્ગ ટોપ પેહરી શકાય. ટોપની બદલે શર્ટ પેહરી શકાય. નવું તો ઘણું નીકળે છે પરંતુ ફેશનનું આંધળું અનુકરણ કરવું નહિ. તમારા બોડી, હાઈટ અને સ્કિન ટોનને આધારે જ કપડાંની પસંદગી કરવી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button