લાડકી

ફેશનઃ ડિફરન્ટ હેમલાઇન આપે સ્માર્ટ લુક

ખુશ્બુ મુલાણી ઠક્કર

કુર્તામાં અલગ અલગ ટાઇપની હેમલાઈન હોય છે. હેમલાઈન એટલે કુર્તોની લેન્થ જ્યાં પૂરી થાય તેને હેમલાઈન કહેવાય. હાલમાં અલગ અલગ ટાઇપની હેમલાઈન ડ્રેસમાં જોવા મળે છે. તમે તમારા બોડી ટાઇપ મુજબ તમે હેમલાઈનની પસંદગી કરી શકો, અલગ હેમલાઈન સિલેક્ટ કરતી વખતે તમારી બોડીનું ખાસ ધ્યાન રાખવું. તમારી લંબાઈ મુજબ હેમલાઈન સિલેક્ટ કરવી. ચાલો જાણીએ કયા ડ્રેસમાં કઈ ટાઈપની હેમલાઈન પહેરી શકાય.

ટોપ્સ- ટોપ્સમાં ઇન્ડિયન અને વેસ્ટર્ન એમ બન્ને ટાઈપના ટોપ્સ આવે છે. ઇન્ડિયન ટોપ્સ એટલે ક ડેનિમ પર પહેરવાની કુર્તી. કુર્તીની હેમલાઈનમાં જો હેમલાઈન વેરીએશન જોવું હોય તો સેમીફોર્મલ ટોપ્સ પહેરી શકાય. જેમકે, લીનનના ટોપ્સ. અલગ હેમલાઈન ફ્લોઈ ફેબ્રિકમાં પણ વધારે સારી લાગે છે. ફ્લોઈ ફેબ્રિકમાં પેટર્નનો ફોલ સારો આવે છે અને થોડા ફેન્સી લગાય છે. ફ્લોઈ ટોપ્સમાં એસિમેટ્રિકલ હેમલાઈન ખૂબ જ સુંદર લુક આપે છે.

આ ટોપ્સની લેન્થ હીપ સુધી હોય છે. આ ટોપ્સ તમે ડેનીમ કે જેગિંગ સાથે પણ પહેરી શકો. વેસ્ટર્ન ટોપ્સમાં હેમલાઈનથી જ શો આવે છે. જેટલી હેમલાઈન ફેન્સી હશે તેટલો લુક વધારે સારો આવશે. જો તમારી હાઈટ સારી હશે તો એસિમેટ્રિકલ હેમલાઈન સારી લાગશે. તમારા પર એ પેટર્ન અને સ્ટાઈલ ઊઠીને આવશે.

કુર્તા- કુર્તામાં પણ હેમલાઈન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઓવરઓલ કુર્તો આખો પ્લેન હોય પરંતુ માત્ર હેમલાઈનને કારણે આકર્ષિત લાગે છે. ઘણા કુર્તાની લેન્થ આગળથી ઓછી અને પાછળથી લાંબી હોય છે. અથવા તો બંને બાજુથી લાંબી અને વચ્ચેનો ભાગ થોડો ઉપર હોય છે.

આ લુક સાથે પ્લાઝો અને સિગાર પેન્ટ બન્ને સારા લાગે છે. જેટલી હેમલાઇન ફેન્સી હશે તેટલો જ સારો લુક આવશે.પ્યોર શિફોન અને જોર્જેટના કુર્તામાં માત્ર એક જ સાઈડ હેમલાઇન ડ્રોપ થયેલી હોય છે. આ ડ્રેસ સાથે બ્રોડ બોટમ પ્લાઝો અથવા સિગાર પેન્ટ્સ સારા લાગે છે. આ બધા બોટમ સાથે તમે હાઈ હિલ્સ પહેરી એક સ્ટાઈલિશ લુક આપી શકો.

ડ્રેસ- ડ્રેસમાં એ સિમેટ્રિકલ હેમલાઇન એક સ્ટાઈલિશ લુક આપે છે. ફ્લોરલ પ્રિન્ટમાં ઓને સાઈડ ડ્રોપ હેમલાઇન એક બીચ વેરનો લુક આપે. કોઈ સિલ્ક કે લિનન ડ્રેસમાં નોર્મલ હેમલાઇન ફોર્મલ લુક આપે છે તો એજ સિલ્ક અને લિનન ફેબ્રિકમાંથી બનેલા ડ્રેસમાં અસીમેટ્રીક હેમલાઇન એક પાર્ટી લુક આપે છે.

તમને કૈક હટકે પહેરવું છે તો ડ્રેસમાં એસીમેટ્રિક હેમલાઇન વાળા ડ્રેસ જ પહેરવા જેથી કરી સ્ટાઈલિશ લુક આવે. જયારે હેમલાઇન એસીમેટ્રિક હોય ત્યારે નેકલાઇન અને સલીવેશમાં પણ વેરિએસન એવું જરૂરી છે તોજ ઓવરઓલ લુક બેલેન્સ થશે. જેમકે, કલોઝ નેક સાથે ગોલ્ડન કે બેજ કલરનો અને વન સાઈડ ડ્રોપ હેમલાઇન પહેરી શકાય.

આ પણ વાંચો…એક જેકેટ હો જાયે

જો તમે ફ્લોરલ પ્રિન્ટ પહેરવા માગતા હોવ તો વન સાઈડ ડ્રોપ હેમલાઈન સાથે વન સાઈડ શોલ્ડરવાળો ડ્રેસ પહેરી શકાય, બીજી સાઈડ શોલ્ડર પર એક સ્ટ્રીંગ આપી શકાય. (સાવ પ્લેન ફેબ્રિકમાંથી બનેલા ડ્રેસમાં પણ જો સિમ્પલ હેમલાઈન બદલવાથી ઘણો ફરક પડે છે. અથવા તો કોઈ પ્રિન્ટેડ ફેબ્રિકમાંથી બનેલો ડ્રેસ હોય અને એમાં કોઈ બીજી પેટર્ન ન આપવી હોય તો માત્ર હેમલાઇન અલગ આપી ડ્રેસનો લુક બદલી શકાય.

સ્લીવ્સ- આખો ડ્રેસ પ્લેન હોય પરંતુ સ્લીવ્સમાં જો આકર્ષીય હેમલાઇન હોય તો આખા ડ્રેસનો ઉઠાવ સારો આવે છે. જેમકે, સ્લીવ્સમાં સ્કોલોંપ્સ હેમ લાઈન ખૂબ જ સુંદર લાગે છે. સ્કોલોંપ્સ એટલે નાના કે મોટા હાફ સર્કલ. આ સ્ટાઇલ ખૂબ જ જૂની હોવા છતાં આઉટ ઑફેંશ થતી નથી. અને સ્લીવ્સની હેમલાઈનમાં આપવાથી એક ડેલિકેટ લુક આવે છે.

સ્કોલોંપ્સ સાથે સ્લીવ્સના શેપમાં પણ થોડો ફેરફાર કરી શકાય. જેમેક સ્લીવ્સમાં કી હોલ આપીને પણ સ્કોલોંપ્સ આપી શકાય. ફુલ સ્લીવ્સ આપીને આગળનો ભાગ ર ઇંચ ઉપર રાખવો અને પાછળથી ફુલ લેન્થ જ રાખવી. આ અલગ ટાઇપનો શેપ આપીને સ્કોલોંપ્સ આપી શકાય. જેથી આખી હેમલાઇન અલગ લાગે. ઓવર લેપિંગ સ્લીવ્સ પણ સારી લાગે.

જો આગળથી સ્લીવ્સ જોઈએ તો શેપ અલગ લાગે. હેન્કરચીફ હેમલાઇન પણ સારી લાગે. હેમલાઈનમાં ત્રિકોણ શેપ પણ આપી શકાય. આ રીતે હેમલાઈનમાં વેરિએશન આપીને અલગ લુક આપી શકાય.

દુપટ્ટા- દુપટ્ટા જેટલા સિમ્પલ હોય તેટલા જ સુંદર લાગે છે. પરંતુ જો હેમલાઇન થોડું વેરિએશન આપીયે તો આખો લુક અલગ થઇ જાય છે જેમકે, દુપટ્ટાની હેમલાઇન પર ફ્રિલ કે ફ્રિન્જિસ નાખીને અલગ લુક આપી શકાય. ફ્રિલ અને ફ્રિન્જીસની લેન્થ તમારા આઉટફિટ અને તમારા બોડી પ્રમાણે રાખવી. જો ફ્રિલ કે ફ્રિન્જિસ એડ ન કરવા હોય તો દુપટ્ટાની હેમલાઈનને અલગ શેપ એટલેકે સ્કોલોંપ્સ અને ત્રિકોણ શેપ આપી શકાય. અથવા તો કોઈ કોન્ટ્રાસ્ટ કલરની લેસ મૂકી શકાય.

આ પણ વાંચો…ફેશનઃ યુવતીઓના ફેવરિટ ઓવર સાઈઝ શર્ટ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button