લાડકી

ફેશન: આર યુ રેડી ફોર મોન્સૂન?

-ખુશ્બુ મુણાલી ઠક્કર

સામાન્ય રીતે વર્ષાઋતુ જૂન મહિનામાં આવે છે, તેથી વરસાદ પહેલાં બધી તૈયારી થઈ જાય છે. ચોમાસું જલદી આવી જતાં વરસાદમાં કઈ ટાઈપના કપડા પહેરવા તે મોટો પ્રશ્ન છે, કે જે શરીરને ચોંટી ન જાય અને ક્ધફર્ટ સાથે સ્ટાઈલ પણ હોય. કપડાની સાથે કઈ ટાઈપનો મેકઅપ કરવો કે કેવી બેગ લેશું કે કેવાં ચપ્પલ પહેરશું? ચાલો જાણીયે વરસાદમાં કેવાં કપડાં , એકસેસરીઝ અને ઓવરઓલ કેર કઈ રીતે કરી શકાય.

સેલ્ફ કેર
વરસાદમાં ખાસ કરીને ઉકાળીને પાણી પીવું. બંધ પેટર્નના ફૂટવેર પહેરવાના ટાળવા, નહીં તો પગમાં ફંગસ થઈ જશે.
હાથ પગને રેગ્યુલરી મૌઈસ્ચરાઈઝ કરવા. તમને જેવો ફાવે તેવો કોઈપણ કાઢો પીવાનુ રાખવું જેથી ઈમ્યુન સિસ્ટમ સારી રહે અને બીમાર ન પડાય. વરસાદમાં વાળ પણ ચીપચીપા થઈ જાય છે. રેગ્યુલરી વાળમાં તેલ નાખવું અને શેમ્પુ કર્યા પછી ખાસ કરીને કંડિશનર કરવું. શાકભાજી , ફળો સરખા ધોઈને ખાવા. સરખી ઊંઘ લેવી અને પૌષ્ટિક આહાર લેવો.

થ્રી ફોર્થ
એન્કલ પેન્ટ – વરસાદમાં થ્રી ફોર્થ પેન્ટ કે એન્કલ પેન્ટ ખૂબ જ કમ્ફર્ટેબલ વેર છે. જે ખાસ કરીને સિન્થેટીક ફેબ્રિકમાં હોવા જોઈએ. સિન્થેટીક ફેબ્રિક એટલે જે પેન્ટ કોટન અને લાઈક્રા ફેબ્રિકથી બનેલા હોય. આ પેન્ટ ભીના થાય તો પણ જલદીથી સુકાઈ જાય. આ પેન્ટમાં લાઈક્રા ફેબ્રિક હોવાથી પેન્ટ સ્ટ્રેચ થાય છે . જેથી જો પેન્ટ ભીનું થાય તો પણ ખરાબ નથી લાગતું. કોર્પોરેટ કંપનીમાં કામ કરતી યુવતીઓ માટે આ બેસ્ટ ઓપ્શન છે. તમે તમારી હાઈટ અને બોડીને અનુરૂપ થ્રી ફોર્થ અથવા એન્કલ લેન્થ પેન્ટ પહેરી શકો. ખાસ કરીને ડાર્ક કલરના પેન્ટ પહેરવા જેથી કરીને વરસાદમાં ખરાબ ન થાય.

કપડાં
સૌ પ્રથમ તો કોટનના કપડાં પહેરવા નહીં. વરસાદમાં કોટનના કપડાં શરીરને ચોંટી જાય છે અને જલદી સુકાતા નથી. વરસાદમાં ખાસ કરીને સિન્થેટીક ફેબ્રિકના કપડાં પહેરવા જેથી કરી કપડા શરીરને ચીપકે નહીં. સિન્થેટીક કપડામાંથી પાણી જલ્દી નીકળી જાય છે અને જલદીથી સુકાઈ જાય છે. વરસાદમાં સ્પેસિફિક કપડાં જ પહેરવા પડે છે .જેમકે થ્રી ફોર્થ પેન્ટ કે ડ્રેસ, ની લેન્થ ડ્રેસ, સિન્થેટીક ટોપ્સ વગેરે.

એકસેસરીઝ
વરસાદમાં પહેરવાની એકસેસરીઝ સ્માર્ટ રીતે સિલેકટ કરવી જેમકે , સૌથી પહેલા જો રિસ્ટ વોચની વાત કરીયે તો લેધર વોચ પહેરવી નહીં , તેની બદલે વોટરપ્રૂફ વોચ પહેરવી. ખાસ કરીને તમારી હેન્ડબેગ કપડાની કે લેધરની ન હોવી જોઈએ. જો કપડાની બેગ જ વાપરવી હોય તો બેગની અંદરનો સામાન પ્લાસ્ટિકની બેગમાં રાખવો અને ત્યારબાદ તે બેગ કપડાની બેગની અંદર મૂકવી . જો તમારે આ બધી ઝંઝટમાં ન પડવું હોય તો તમે વોટરપ્રૂફ બેગ વાપરી શકો. બને ત્યાં સુધી જ્વેલરી પહેરવાનું ટાળવું અને જો પહેરવી જ હોય તો લાઈટવેટ જ્વેલરી પહેરવી. ફૂટવેરમાં ખાસ કરીને રૈની ફૂટવેર જ પહેરવા જેથી કરી લપસી ન જવાય. ઘણી યુવતીઓ વરસાદમાં સાદું આઈ લાઈનર લગાડે છે અને કમોસમી વરસાદમાં બધુ જ લાઈલર નીકળી જાય છે. તેથી ખાસ કરીને વોટરપ્રૂફ લાઈનર જ લગાડવું. માત્ર લાઈનર જ નહીં પરંતુ આખો મેક અપ જ વોટરપ્રૂફ કરવો.

આ પણ વાંચો….ફેશન: સ્ટ્રેચેબલ પેન્ટ્સ…

સિન્થેટીક ટોપ્સ
સિન્થેટીક ટોપ્સ વરસાદમાં પહેરવા માટે એક બેસ્ટ ઓપ્શન છે. સિન્થેટીક ટોપ્સમાં પેટર્ન વેરિયેશન સાથે લેન્થ વેરીએશન પણ આવે છે. તમે તમારી બોડી ટાઈપ પ્રમાણે ટોપ્સની પસંદગી કરી શકો જેમકે જો તમારું શરીર સુડોળ હોય તો તમને બઘી જ લેન્થના ટોપ્સ સારા લાગશે. જો તમારું શરીર ભરેલું હોય તો હીપ કવર થાય તેટલા ટોપ્સ પહેરવા. હીપ લેન્થ ટોપ્સ તમે જેગીંગ , થ્રી ફોર્થ કે એન્કલ લેન્થ પેન્ટ કે શોર્ટસ સાથે પણ પહેરી શકો. આ ટોપ્સની પ્રિન્ટ ખાસ કરીને ડાર્ક શેડમાં પસંદ કરવી. જો લાઈટ કલરના ટોપ્સ પહેરવા માગતા હોવ તો ટોપની અંદર તમે કોન્ટ્રાસ્ટ કલરની સ્લીપ પહેરી શકો.

આ પણ વાંચો….ફેશન : વિચ નાઈટ ડ્રેસ ડુ યુ વોન્ટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button