લાડકી

ફેશન: ઓલ ટાઈમ ફેવરિટ શોર્ટ ડ્રેસ

  • ખુશ્બુ મુલાણી ઠક્કર

શોર્ટ ડ્રેસ એટલે જેની લેન્થ ગોંથણ સુધી હોય કે પછી ગોંથણની ઉપર હોય તેને શોર્ટ ડ્રેસ કહેવાય. શોર્ટ ડ્રેસમાં ઘણી વેરાયટીના ફેબ્રિકમાં મળી આવે છે જેમકે, કોટન, હોઝિયરી, લાઇક્રા, લિનન, સિલ્ક, સાટીન, વેલ્વેટ વગેરે. દરેક ફેબ્રિકમાં અલગ અલગ લુક આવે છે એટલે કે, કોટન અને હોઝિયરી કેઝયુઅલ લુક આપે તો લિનન, સિલ્ક અને વેલ્વેટ ફોર્મલ અને પાર્ટી લુક આપે. તમે તમારી પર્સનાલિટી મુજબ શોર્ટ ડ્રેસની પસંદગી કરી શકો. ચાલો જાણીયે કઈ ટાઇપનો શોર્ટ ડ્રેસ કોણ અને કેવી રીતે પહેરી શકે.

કેઝ્યુઅલ – કેઝ્યુઅલ ડ્રેસ એટલે કે જે મોટા ભાગે કોટન કે હોઝિયરી ફેબ્રિકમાં હોય કે પછી લીનન ફેબ્રિકમાં હોય. લીનન ફેબ્રિકના શોર્ટ ડ્રેસ તમે કેઝ્યુઅલી અને ફોર્મલી એમ બન્ને રીતે પહેરી શકો, ડીપેન્ડિંગ કે તેની પેટર્ન શું છે. જેમ ફેબ્રિકમાં વેરિયેશન આવે છે તેમ પેટર્ન અને પ્રિન્ટમાં વેરિયેશન આવે છે. એટલે એ કોટન ફેબ્રિકના જે ડ્રેસ હોય તે એ લાઈન, યોક વાળા, પ્લીટવાળા, કે પછી ગેથર્સવાળા આવે છે. તમે તમારી હાઈટ, પર્સનાલિટી અને સ્કિન ટન મુજબ ડ્રેસની પસંદગી કરી શકો. જેમકે, જેમનું શરીર સુડોળ છે તેઓ કોઈ પણ સ્ટાઇલના ડ્રેસ પહેરી શકે. જેમનું શરીર ભરેલું છે તેઓએ ખાસ કરીને એ લાઈન ડ્રેસ પહેરવા. જો યોક વાળા ડ્રેસ પહેરશો તો કમર, પેટ અને બસ્ટ એરિયા વધારે હાઇટલાઈ થશે અને ખરાબ લાગશે. તેમ જ જે ડ્રેસમાં કલોઝ નેક હોય તેવા ડ્રેસ પહેરવાનું ટાળવું. જો રેયોન ફેબ્રિકનો ડ્રેસ પહેરશો તો તે ડ્રેસ આખો તમારા શીરીરનો શેપ લઈ લેશે. ભરેલા શરીરવાળી યુવતીઓ લિનનનો ડ્રેસ પહેરી શકે. લિનનના ડ્રેસ બધી જ ટાઈપના ફિગર પર સારા લાગે છે. જેમનું શરીર સુડોળ છે તે યુવતીઓએ તો ખાસ લિનનના ડ્રેસ પહેરવા જોઈએ. લિનનના ડ્રેસ પહેર્યા પછી શરીરથી અળગા રહે છે. જેથી વધારે પડતા પાતળા નહિ લગાય.

ઘણા ડ્રેસ ઉપરથી જ એટલે કે, નેક્લાઈનથી જ એ લાઈન શેપમાં હોય છે.

જો તમારે આ ટાઇપનો ડ્રેસ પહેરવો હોય તો તમે બેલ્ટ પહેરી શકો. બેલ્ટ પહેરવાથી કમર પર ફેબ્રિકમાં થોડી ચૂંન આવશે જે તમારે થોડી એડજેસ્ટ કરવી પડશે. જો તમે પ્લેન ડ્રેસ પહેરવા માગતા હોવ તો તમે તમારા સ્કિન ટોન મુજબ સિલેક્ટ કરી શકો અને જો પ્રિન્ટેડ ડ્રેસ પહેરવા માગતા હોવ તો પ્રિન્ટ સિલેક્ટ કરવામાં ખૂબ જ કાળજી રાખવી જેમકે, જો તમે બ્રોડ બોડી ફ્રેમ ધરાવતા હોવ તો તમારે ડેલિકેટ પ્રિન્ટના ડ્રેસ પહેરવા જોઈએ. તમારી હાઈટ ઓછી હોય તો ઊભી સ્ટ્રાઈપ પ્રિન્ટ વાળા
ડ્રેસ પહેરવા. આડી સ્ટ્રાઈપ વાળા ડ્રેસ પહેરવાનું ટાળવું. જો તમારું શરીર ભરેલું હોય તો ડાર્ક કલરના જ ડ્રેસ પહેરવા જેથી ઓવરઓલ તમારી બોડી ફ્રેમ થોડી ટ્રિમ થાય.

આપણ વાંચો:  આજે ‘વિશ્વ પર્યાવરણ દિન’ અવસરે આવો, મળો આ ટીનએજ ઇકો હીરોને…

ફોર્મલ- મોટા ભાગની મહિલાઓ ફોર્મલ શોર્ટ ડ્રેસ પહેરવાનો મોકો છોડતી નથી. શોર્ટ ડ્રેસમાં પણ પુષ્કળ વેરાઈટી આવે છે. લીનન, સિલ્ક, વેલ્વેટ, શિમર વગેરે. જે શોર્ટ ડ્રેસ તમે કોકટેલ પાર્ટિમાં પહેરો તે તમે કોઈ કોફી ડેટ માટે ન પહેરી શકો. ભલે બન્ને જગ્યાએ તમે સિલ્કનો જ ડ્રેસ કેમ ન પહેર્યો હોય. પણ બન્નેની પેટર્ન જુદી હશે. તમને તફાવત કરતા આવડવું જોઈએ. શિમર અને વેલ્વેટ ડ્રેસ મોટાભાગે પાર્ટીમાં પહેરાય છે. શિમર ડ્રેસ સ્ટ્રેચેબલ ફેબ્રિકમાં હોય છે તેથી ખૂબ કાળજી પૂર્વક ડ્રેસ પહેરવા અને વેલ્વેટ ડ્રેસ બોડી હગિંગ હોય છે. જેથી બંને ડ્રેસ પહેર્યા પછી બોડીનો શેપ લઈ લે છે. તમરું શરીર જો સુડોળ હોય તો જ આવા ડ્રેસ પહેરવાનું પ્રિફર કરજો. અને પેટનો કે કમરનો ભાગ થોડો પણ વધારે હશે અને જો તમે આવા બોડી હગિંગ ડ્રેસ પહેરશો તો લચેલું પેટ તરત જ દેખાશે. તેથી જો ભરેલા શરીર વાળી યુવતીઓએ આવા ડ્રેસ પહેરવા હોય તો ડ્રેસની અંદર કોર્સેટ પહેરવા જેથી શરીરની બોડી ફ્રેમ થોડી ટ્રિમ કરેલી લાગે. લિનનના ફોર્મલ શોર્ટ ડ્રેસ તમે ઓફિસ વેર તરીકે પણ પહેરી શકો. આવા ડ્રેસમાં થોડોમાં એડ કરવા માટે એક્સેસરીઝનો ઉપયોગ કરી શકો. જેમકે બેલ્ટ, નેક પીસ, સ્ટૉકિંગ્સ, ક્લચ વગેરે.. જો ફોર્મલી તમારે બોડી હગીંગ ડ્રેસ પહેરવો હોય તો, તમારું ફિગર એકદમ બરાબર હોવું જોઈએ જેથી ડ્રેસ પહેર્યા પછી કમરની કે પેટની એક્સ્ટ્રા ચરબી બહાર ન આવે. તમારું શરીર ભરેલું હોય અને તમારે બોડી હગીંગ ડ્રેસ પહેરવા હોય અને જો તમને તમારા શરીરને લઈને કોઈ ક્ષોભ થતો હોય તો તમે કોઈ ટ્રાન્સપેરન્ટ ફેબ્રિકનું કેપ ટોપ કે શ્રગ પહેરી એક અલગ લુક આપી શકો. સાટિનના ડ્રેસ પણ બન્ને ટાઈપના એટલે કે કેઝ્યુઅલ અને ફોર્મલ એમ બન્ને લુક આપી શકે. સાટિનના ડ્રેસની પ્રિન્ટ અને પેટર્ન નક્કી કરશે કે ડ્રેસ કેઝ્યુઅલ લુક આપે છે કે ફોર્મલ.

શોર્ટ ડ્રેસ સાથે બેલીઝ, હાઈ હિલ્સ કે કેઝ્યુઅલ લુક માટે લોફરસ, સ્લીપર્સ કે સ્પોર્ટ્સ શૂઝ ચાલશે. ડ્રેસ પ્રમાણે તમે હેરસ્ટાઇલ અને એક્સેસરીઝ પસંદ કરી શકો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button