લાડકી

ફેશન: સૌની ફેવરિટ શોર્ટ કુરતી

-ખુશ્બુ મુલાણી ઠક્કર

યોક સ્ટાઇલ કુરતી એટલે. જે કુરતીમાં યોક હોય. યોક એટલે જે કુરતીને પેટર્ન વાઇસ અને ફેબ્રિક વાઇસ અલગ પાડવા માટે જેનો ઉપયોગ થાય તેને યોક સ્ટાઇલ કુરતી કહેવાય. અલગ અલગ પેટર્ન વાઇસ કુરતીમાં યોક આપવામાં આવે છે. મોટાભાગ યોક અન્ડર ધી બસ્ટ હોય અથવા અબવ બસ્ટ હોય. તમારા બોડી સ્ટ્રક્ચરને અનુરૂપ તમારે યોકની સ્ટાઇલ પસંદ કરવી પડે.
જેમકે, ઘણી કુરતીમાં અન્ડર બસ્ટ યોક હોય અને તે યોકમાં ચુન આપવામાં આવી હોય છે. જયારે યોકમાં ચુન હોય તો સાઈડમાં સ્લીટ ન હોય તેથી ફ્રોક સ્ટાઇલ જેવી ઇફેક્ટ આવે. આ કુરતીનો રાઉન્ડ ઘેરો વધારે નથી હોતો .અને અન્ડર બસ્ટ ચુન હોય તેને લીધે પેટ અને કમર પાસેથી ફૂલેલી લાગે છે. જયારે અબવ બસ્ટ યોકમાં ઉપરથી જ કુરતીનો ઘેરો ચાલુ થઇ જાય છે.

યોક વળી કુર્તિઓ સુડોળ યુવતીને વધારે સારી લાગે છે. આ સ્ટાઈલમાં ઘણા વેરિએશન આવે છે, ફેબ્રિક અને પેટર્ન વાઇસ. યોકવાળી કુરતીમાં પાછળ બેલ્ટ પણ આવે છે, જેને લીધે થોડું ફિટિંગ આવે છે. આ સ્ટાઈલની કુરતી પહેરવામાં ખૂબ જ કમ્ફર્ટેબલ હોય છે. જેઓ ફેશન કોન્શિયસ હોય છે તેઓ આ સ્ટાઈલની કુરતી પહેરવાનું પસંદ નથી કરતા કારણકે, યોક પછી જે ઘેરો હોય છે તેને લીધે કમર અને હિપનો ભાગ વધારે હેવી લાગે છે.
શોર્ટ કુરતીસ તમારી ચોઈસ પ્રમાણે ડેનિમ, પેન્ટ્સ, હેરમ પેન્ટ્સ અને ધોતી પર પહેરી શકાય. કઇક અલગ લૂક જોઈતો હોય તો, તમે સ્કર્ટ સાથે પણ પહેરી શકો. શર્ત માત્ર એટલીજ કે મિક્સ એન્ડ મેચ કરતા આવડવું જોઇએ.

શોર્ટ કુરતીસ

વર્ષોથી ચાલતી આવી છે અને હજી પણ ચાલશે. શોર્ટ કુરતીસ ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતી નથી. શોર્ટ કુરતીસમાં સીઝન પ્રમાણે ચેન્જીસ થતા રહે છે. લેન્થ વેરિએશન અને પેટર્ન વેરિએશન તો આવે જ છે. તમે તમારી હાઈટ અને બોડી સ્ટ્રક્ચર મુજબ શોર્ટ કૂર્તિઝની પસંદગી કરી શકો. શોર્ટ કુરતીસ એટલે, જે કુરતીની લેન્થ હિપ કવર કરે એટલી હોય તેને શોર્ટ કુરતીસ કહેવાય. શોર્ટ કુરતીસમાં અમુક પેટર્ન ખૂબ જ ચાલે છે જેમકે, બંધ ગલા, ઓપન નેક,યોક વાળી, કાળીદાર વગેરે. ચાલો જાણીયે કઈ પેટર્નની કુરતી કોણ કઈ રીતે પહેરી શકે.

આ પણ વાંચો…ફેશનઃ ઓલ ટાઈમ ફેવરિટ ડેનિમ સ્કર્ટ્સ

બંધ ગળા

બંધ ગળા એટલે, જે કુરતીનું નેક બંધ હોય. બંધ ગલામાં પણ વેરિએશન આવે છે જેમકે, ચાઈનીઝ કોલર, એટલેકે જે કોલર નેક બોન પર આવે અને બંધ થઇ જાય તેને ચાઈનીઝ કોલર કહેવાય. મોટા ભાગની કુરતી ચાઈનીઝ કોલર સાથે જ બનાવવામાં આવે છે. અને પછી તેમાં અલગ અલગ પેટર્ન જોવામાં આવે છે. આવી કુરતીસ ઓફિસ વેર માટે બેસ્ટ ઓપશન છે. આમાં પણ ફેબ્રિક વેરીશનને હિસાબે તમે એ કુરતી સિલેક્ટ કરી શકો. જેમકે , જો તમને આ સ્ટાઈલની કુરતી ઓફિસમાં પહેરવી હોય તો, લીનન ફેબ્રિકની કુરતી પહેરી શકાય અથવા તો પ્યોર કોટનમાં પહેરી શકાય. આવી કુરતીની લેન્થ મોટા ભાગે હિપ કવર થાય તેટલી હોય છે. સ્લીવ્સની લેન્થ થ્રિ ફોર્થ અથવા ફૂલ લેન્થ હોય છે.

આ સ્ટાઈલની કુરતી મોટાભાગની યુવતીઓ અને મહિલાઓને સારી જ લાગે છે. આ કુરતી તમે ડેનિમ કે સ્ટ્રેચેબલ પેન્ટ સાથે પહેરી શકો. આ કુરતી તમે ડેનિમ કે સ્ટ્રેચેબલ પેન્ટ સાથે પહેરી શકો. આમ તો બંધ ગલા સ્ટાઇલ કુરતી બધા જ પહેરે છે. જો તમારું શરીર બહુ ભરેલું હોય તો આ સ્ટાઈલની કુરતી ન પહેરવી કારણકે આ સ્ટાઈલની કુરતી પહેરવાથી તમારા શોલ્ડર વધારે હેવી લાગશે અને જો કમર અને હિપનો ભાગ વધારે હશે તો આગળથી કુરતી ઉપર ચડી જશે.

આ પણ વાંચો…ફેશન પ્લસ : મહાનગરોમાં ધૂમ મચાવી રહી છે સાયબરપંક ફેશન

ઓપન નેક

ઓપન નેક કુરતી એટલે , જે નેકમાં તમે અલગ અલગ પેટર્ન અને વેરિએશન આપી શકો. મોટાભાગે આ સ્ટાઈલની કુરતી પ્રિન્ટેડ કોટન ફેબ્રિકમાં હોય છે. ફેબ્રિકની પ્રિન્ટના હિસાબે નેકલાઇન આપવામાં આવે છે. ઓપન નેક વાળી કુર્તિઓ તમે કેઝ્યુઅલી પહેરી શકો ડીપેન્ડિંગ કે કયા ફેબ્રિકમાંથી કુરતી બનાવવામાં આવી છે. આ કુરતીનો ઓવરઓલ લૂક ખૂબ જ સિમ્પલ હોય છે.

કુરતીમાં માત્ર ફેબ્રિક વેરિએશન જોવામાં આવે છે અને નેકમાં હાઈલાઈટિંગ કરવામાં આવે છે જેમકે, કુર્તા પટ્ટી. કુર્તા પટ્ટીને હાઇલાઇટ કરવા માટે એમ્બ્રોઇડરી અથવા લેસનો ઉપયોગ થાય છે. આ સ્ટાઈલની કુરતીમાં મોટેભાગે નેકની આજુબાજુ વર્ક અથવા કોઈ જાતની પેટર્ન કરી આકર્ષિત બનાવવામાં આવે છે. વધારે સ્ટાઇલિંગ કરવા માટે જો કોઈ પ્લેન કલરની કુરતી હોય અને નેકમાં જે વર્ક હોય તે જ વર્ક સ્લિવ્ઝમાં હોય અને સાઈડ સ્લીટમાં પણ હોય છે.

પ્રિન્ટેડ કોટન ફેબ્રિકની કુરતી કેઝ્યુઅલી પહેરી શકાય જયારે પ્લેન કુરતી તમે ફોર્મલી પણ પહેરી શકો. આ સ્ટાઈલની કુરતીમાં નેક ઓપન હોવાથી ગળા અને શોલ્ડરનો ભાગ હેવી નથી લાગતો. જેમને બંધ ગલા કુરતીની પેટર્ન ન પહેરવી ગમતી હોય તેઓ આ સ્ટાઈલની જ કુરતી પહેરવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો…ફેશન : દુપટ્ટાનું અપ-ટુ-ડેટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button