લાડકીસ્પેશિયલ ફિચર્સ

નિજાનંદમાં મસ્ત ને વ્યસ્ત રહેતા તરુણ…

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી 

અરે યાર, ચોવીસે કલાક ને ત્રણસો પાસંઠ દિવસ કામ કરતી જાત ક્યારેક બીમાર તો પડે કે નહી? રોજની માફક સ્ફૂર્તિથી કામ કરતી મા આજે સાવ ઢીલીઢફ છે એ શું તારી નજરે નથી ચડતું?     

અંતરાનો આવો બબડાટ  દાદર ચડતી અનોલીની પીઠે અથડાયો. અનોલી કોઈ જવાબ આપ્યા વગર પોતાના રૂમમાં ચાલી ગઈ. એનું વર્તન અંતરાના મગજને રીતસર હલબલાવી ગયું. નબળાઈના કારણે એનાથી પાસે પડેલી ડાઈનિંગ ટેબલની ખુરશીનો હાથો પકડાઈ ગયો. થોડી ક્ષણ એમજ પસાર થઇ હશે ત્યાં ‘મમ્મી હું જાઉં છું’  કહી પાછળ જવાબ સાંભળવાની દરકાર રાખ્યા વગર અનોલી ઘરની બહાર નીકળી ગઈ. અંતરા કંઈ બોલે એ પહેલા સ્કુટરને સેલ્ફ મારવાના અવાજે એના મનને ધણધણાવી મૂક્યું. 

Also read: કથા કોલાજ : અમે પ્રેમમાં પડીને લગ્ન કર્યાં ને સહમતીથી છૂટાછેડા લીધા

સ્કૂલમાં મનાઈ હોવા છતાં પણ ધરાર સ્કુટર લઈ ભાગી જતી અનોલી પર એને દાઝ ચડી. આની પહેલા બે-ત્રણ વખત નોટિસ આવી ગયેલી કે, ‘તમારા બાળકને વાહન લઈ સ્કૂલ મોકલવા નહીં….’ 

પણ, ટીનએજ જેનું નામ. અનોલી તક મળ્યે ધરાર સ્કુટર લઈ ભાગી જતી. રોજ તો અંતરા એની પાછળ ફર્યા કરતી એટલે પરાણે સાઈકલનો સહારો લેવો પડતો, પણ, આજે મમ્મી કંઈક નબળી છે એટલે પીછો કરી શકશે નહી એનો અંદાજો લગાવી અનોલીએ સ્કુટર ભગાવી મૂકેલું. 

 સ્કુટીની ઘરરરાટી અંતરાના મગજમાં ક્યાંય સુધી ચકરાતી રહી. ખેર, આખરે તો માનો જીવને? અનોલી તો જતી રહી. સ્કૂલમાંથી ફરી ફરિયાદ આવશે તો ખોટું થશે એમ વિચારી માંદી હોવા છતાં પણ ઉતાવળા પગલે ઘર બંધ કરી અંતરાએ સ્કૂલ તરફ પોતાનું વાહન હંકારી મૂક્યું. રસ્તામાં એનું મન વિચારે ચડ્યું : અધૂરા મહિને અનોલી જન્મી અને કઈ રીતે બચી એ એનું મન જાણે છે. એ પછી પણ નાનપણમાં અનોલી વારંવાર બીમાર પડે. મા તરીકે અંતરાનું મન ઉચાટથી ઉભરાય જાય. દીકરી માટે રાતભરના ઉજાગરા વેઠવા જાણે સાવ સામાન્ય વાત હતી. જોકે, અત્યારે પણ દીકરીના સ્વાસ્થ્ય પરત્વે અંતરા એટલી જ સજાગ રહે છે.

Also read: ભારતની વીરાંગનાઓ : વિદેશમાં શૂટિંગ કરનાર પ્રથમ ભારતીય અભિનેત્રી: નલિની જયવંત

પોતાનું સંતાન સ્વસ્થ રહે એ માટે પોતે કેટલી અસ્વસ્થતા ભોગવતી આવી છે, પણ જ્યારથી અનોલીને તરુણાવસ્થાની પાંખો આવી છે ત્યારથી મમ્મીને ઉલટી થાય તો હવે એને સૂગ ચડે છે. ઉધરસ આવે તો આઘી ભાગે છે. નબળાઈ લાગે તો ‘તું ફીટ રહેવા જીમ કેમ નથી જતી?’ એવી સૂફીયાણી સલાહ સૂઝે છે. જાતે ઉડતા શીખી ગયેલી અનોલીને માને ચાલવામાં પડતી તકલીફ દેખાતી નથી. ક્યારેક તો અનોલી એની તરફ નજર સુધ્ધાં નાખતી નથી. એમાં ક્યાંથી ખબર પડે કે મા ને આજે મજા છે કે નહી? આવા વિચારોથી અંતરાની આંખો ભરાય આવી. ગળે ડૂમો બાઝી ગયો. જાણે એની અનોલી અચાનક એકદમ સ્વાર્થી બની ગઈ એવો પહેલીવાર અહેસાસ થયો. 

સ્કૂલના મુખ્ય દરવાજા પાસે પંહોચતા અંતરાએ આંખોમાં ઘસી આવેલા આંસુઓને પરાણે ખાળવાની કોશિશ કરી. શરીર તો અસ્વસ્થ હતું એમાં  હવે મન પણ અસ્વસ્થતાની લગોલગ પહોચી ગયું. પતિ કે અન્ય કોઇથી આ પ્રકારની અપેક્ષા રાખવાની એણે વર્ષો થયે મૂકી દીધેલી, પરંતુ અનોલી તરફથી એને આવી આશા નહોતી. આ દુનિયામાં બીજું કોઈ નહી તો પોતાનું સંતાન પોતાના નિ:સ્વાર્થ પ્રેમને ઝીલી શકશે એવી એને ખાતરી હતી,  પરંતુ બીજી તરફ કુંપળમાંથી છોડ  બનવાની પ્રક્રિયામાં વ્યસ્ત અનોલીને પોતાના મૂળથી વિખુટા થવાનો ખ્યાલ નથી.

 ત્યાં  જ સ્કૂલમાં ‘લાઈફ સ્કિલ’નો વિષય ભણાવતા માન્યતા મેમની નજર ઉદાસ આંખે અનોલીને શોધતી અંતરા પર પડી. પાસે આવીને એણે હળવેથી  પૂછ્યું, તમે બરાબર છો? આર યુ ઓકે?  અંતરાને પાડવી હતી તો હા, પણ માથું નકારમાં હલી ગયું. ‘ઓહ, કંઈ વાંધો નહી તમે મારી સાથે ચાલો…’  એમ બોલી માન્યતા મેમ એને પોતાની કેબિનમાં સાથે લઇ ગયાં.

થોડી વાર સેટલ થયા બાદ અંતરાને પુછ્યું : 

શું થયું છે? તમે નિશ્ર્ચિતપણે મને કહી શકો છો….’

જવાબમાં અંતરાએ એ બધું જ વર્ણવ્યું જે એ થોડા સમય પહેલા વિચારી રહી હતી. માન્યતા મેમ તરુણોની પરિસ્થતિઓ સુપેરે સમજતાં. એમણે અંતરાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, ક્યારેક માત્ર પોતાનું જ વિચારતા તરુણો સ્વાર્થી લાગવા એ સાવ સામાન્ય ઘટના છે.

 પણ, હજુ થોડાં વર્ષો પહેલાં તો અનોલીના મારો કેડો નહોતી મૂકતી. ‘તને મજા નથી? ચાલ, ડોક્ટર પાસે જઈએ… મને રસોઈમાં મદદ કરવા દે. તું એકલી કામ કરી થાકી જઈશ…’  આવી કાળજી કરતી અનોલી હવે એવું કશું પૂછતી પણ નથી…’  ફરી અંતરાએ ફરિયાદ કરી. અંતરાના હાથ પર હથેળી દબાવી માન્યતા મેડમે શાંતીથી જવાબ આપ્યો:

‘માત્ર તમે નહી, પણ જો અનોલીના ફ્રેન્ડસની મમ્મીઓને પૂછશો તો એ પણ આ પ્રકારની જ ફરિયાદ તમને કરશે. હા, તરુણો સ્વાર્થી હોય છે- સ્વકેન્દ્રી બનતા જાય,  પરંતુ એનો અર્થ એ નહી કે એ ખરાબ બની ગયા છે.’

Also read: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: વાત ઈન્ડો-વેસ્ટર્ન યુવતીની…

 અંતરા સામે જોઈ એમણે આગળ ચલાવ્યું:

‘માત્ર તમારી અનોલી નહી, વિશ્ર્વભરમાં બધાં ટીનએજર હોર્મોન ચેન્જીસના શિકાર બને છે. જેના કારણે એ તયહર ફબતજ્ઞબિયમ કે તયહર ભયક્ષયિંયિમ બની જતા હોય છે. આ સમય દરમિયાન શરીરમાં ઓક્સિટોસીન નામનો અંત:સ્ત્રાવ ઉત્પન થાય છે, જે મગજની ઈમોશનલ સાઈડને વધુ ઉજાગર કરે છે. એના કારણે તરુણો પોતાની જરૂરીયાતો પરત્વે વધુ સંવેદનશીલ બને છે. સંતાનમાં આવેલી આ ટીનએજની નવી ઓળખાણ પચાવતા આપણને વાર લાગે એ સ્વાભાવિક છે. તમે થોડા રિલેક્સ થઈ જાઓ પછી આપણે આ વિશે વધુ વાતો કરીશું…. રહી વાત સ્કુટર લઈ આવવાની. તો એને લઈને  હું અનોલી સાથે વાત કરી લઉ છું,  પણ  આપણે ચોક્કસ ફરી મળીશું. આઈ હોપ તમને થોડુ સારું લાગ્યું હશે.‘ડોન્ટ વરી’ કહી મેડમે પોતાની વાત આટોપી.

Also read: કથા કોલાજ: યુવા વયે સલામતીની ખેવના ઓછી ને સાહસની ઝંખના વધુ હોય છે

 જોકે, અંતરાને બહુ રાહત તો નહોતી મળી, પણ, એ આભાર માની બહાર નીકળી જ રહી હતી ત્યારે અનોલીને ક્લાસમાંથી બોલાવવા મેડમે બેલ મારી એ જોઈ એના અસ્વસ્થ મનને થોડો સધિયારો ચોક્કસ મળ્યો.  કાશ, અનોલી થોડું સમજે એમ મનોમન પ્રાર્થના કરી અંતે એણે ઘર તરફ ડગ માંડ્યા.                    

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker