પુરુષલાડકી

ફોકસઃ શરીરને નિરોગી બનાવતા સરળ યોગાસન થકી સચોટ ઈલાજ

  • ઝુબૈદા વલિયાણી

શું આપ જાણો છો કે સરળ યોગાસનો થકી સમૃદ્ધ આરોગ્ય મેળવી શકાય છે?

  • યોગની અસર આપણા શારીરિક, માનસિક સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે?
  • ચક્રાસન કરવાથી મહિલાઓના ગર્ભાશયના રોગ દૂર થાય છે. જો કિશોર અવસ્થાથી જ આ આસન કરવામાં આવે તો જનનાંગો તથા સ્તનનો વિકાસ સારી રીતે થાય છે. હા, કોઈ પણ યોગાસન કરતાં પહેલા યોગ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
  • સમૃદ્ધ આરોગ્ય મેળવી શકાય એવાં કેટલાંક આસનો જોઈએ.

શશકાસન

  • આ આસન હૃદયની સ્વાભાવિક માલિશ કરે છે.
  • આંતરડાં, યકૃત, અગ્નાશય અને કિડનીને શક્તિ આપે છે.
  • માનસિક રોગ, તણાવ, ક્રોધ, ચીડચીડિયાપણું વગેરે દૂર કરે છે. સ્ત્રીઓના ગર્ભશયને શક્તિ આપે છે. પેટ, કમર અને હિપ્સની ચરબી દૂર કરે છે.

અર્ધમત્સ્યેંદ્રાસન

  • બધી જ ઉંમરના લોકો માટે ઉપયોગી છે.
  • મધુપ્રમેહ અને કમરદર્દમાં લાભદાયક છે.
  • કરોડરજ્જુની આસપાસ ફેલાયેલી બધી જ નસ-નાડીઓમાં રક્ત સંચાર સારી રીતે થાય છે.
  • પેટના વિકારો દૂર કરી આંતરડાને શક્તિ આપે છે.

મકરાસન

  • આ આસનની મુદ્રા ઘણી જ સહેલી છે.
  • સ્લિપડિસ્ક, સર્વાઈકલ અને સિયાટિકા માટે ઉપયોગી અભ્યાસ છે.
  • અસ્થમા તથા ફેફસાંના કોઈ પણ વિકાર તથા ઘૂંટણોનાં દર્દ માટે ખાસ ગુણકારી છે.

અર્ધચંદ્રાસન

  • અર્ધચંદ્રાસનના અનેક લાભ છે.
  • શ્વસનતંત્રનું આરોગ્ય વધે છે.
  • ફેફસાંના ભાગ સક્રિય થાય છે.
  • દમવાળા રોગીઓને આ આસનથી લાભ થાય છે.
  • સર્વાઈકલ, સ્પોન્ડીલાઈટિસ અને સિયાટિકા વગેરે મેરુદંડના રોગો દૂર કરે છે.
  • થાઈરોઈડ માટે ઉત્તમ અભ્યાસ છે.

ત્રિકોણાસન

  • આ આસનથી લંબાઈ વધે છે.
  • કમર લચીલી બને છે.
  • પાછળની ચરબી ઘટે છે.
  • પૃષ્ઠ ભાગની માંસપેસીઓ પર વળ પડવાથી તેનું સ્વાસ્થ્ય સુધરે છે.
  • છાતીનો વિકાસ થઈ તેનું આરોગ્ય વધે છે.
  • હાથ-પગની શક્તિ વધે છે અને તેની માંસપેસીઓ મજબૂત થાય છે.

પર્વતાસન

  • જે વ્યક્તિ શરીરને બરાબર આકાર આપવા ઈચ્છતી હોય તેમના માટે આ આસન ઉત્તમ છે.
  • આના નિયમિત અભ્યાસથી સહનશક્તિ વધે છે.
  • ઓછો અને વધુ બંને રક્તચાપ દૂર કરે છે.
  • તણાવ દૂર થાય છે.
  • હાથ-પગની માંસપેસીઓ મજબૂત થાય છે.
  • ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે.
  • મનની એકાગ્રતા વધે છે.

સિંહાસન

  • કમર, ગળું, પીઠને સીધા રાખતાં વજ્રાસનમાં ઘૂંટણને આધારે બેસી ઘૂંટણો પહોળા કરો.
  • બંને હથેળીઓ અંદર રાખી ઘૂંટણોની વચ્ચે જમીન પર રાખો અને આંગણીઓ પહોળી કરો, મોંઢાને જેટલું ખોલી શકાય તેટલું ખોલી, જીભને જેટલી બહાર કાઢી શકો તેટલી કાઢી, આંખો ખુલ્લી રાખી અથવા ભૂમધ્યમાં રાખી ગળાની નસ-નાડીઓને તાણતાં સિંહાસનની જેમ પોતાનું ઉગ્ર રૂપ બનાવો. આનેજ સિંહાસન કહેવાય.
  • સિંહાસન કરવાથી સૌંદર્ય વધે છે. આ આસનના અભ્યાસથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે. કરચલીઓ ન હોય તો ભવિષ્યમાં પણ આનાથી બચાવ થશે.
  • દરરોજ સતત 1 થી 5 મિનિટ સુધી અભ્યાસ કરવાથી ટોન્સિલનું ઑપરેશન કરાવવાની જરૂર પડતી નથી.
    આમ યોગ દ્વારા નવપલ્લવિત થતી બેડરૂમ લાઈફ સાથે યોગના વિવિધ આસનોથી શરીરના અંગે સુદૃઢ બને છે, શરીરને નિરોગી બનાવે છે. (સંપૂર્ણ)

આપણ વાંચો:  ફેશનઃ નાણાવટી રે સાજન બેઠું માંડવે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button