ફોકસ પ્લસ : સ્ટ્રેચમાર્કને પણ સ્વીકારો…

-નીલોફર
કવિતાએ જ્યારે પોતાનું વજન ઓછું કરવા માટે જિમમાં પરસેવો રેડયો અને 80 કિલો વજન ઓછું કરીને 50 કિલો કર્યું ત્યારે તેના શરીરમાં ઘણું પરિવર્તન થઈ ચુકયું હતું. તેેમાં સૌથી મોટું પરિવર્તન હતું તેના પેટ પરના સ્ટ્રેચમાર્ક. જેના પર તેણે ઓછું ધ્યાન આપ્યું જ્યારે જિમમાં આવનારા બીજા લોકોએ આની પર સૌથી વધારે ધ્યાન આપ્યું હતું. સ્ટ્રેચમાર્કને આપણે હંમેશાં નકારાત્મક રૂપથી જોઈએ છે. આને સુંદરતાથી જોડવામાં આવે છે તે પણ એક આપણો વહેમ જ છે. સ્ટ્રેચમાર્ક આપણા શરીરનો એક પ્રાકૃતિક ભાગ છે જે પુરુષ અને મહિલા એમ બન્નેના શરીર પર દેખાય છે. જ્યારે કોઈ વ્યક્તિની ત્વચા વજન વધવાથી કે પછી હાઈટ વધવાથી ખેંચાય જાય ત્યારે સ્ટ્રેચમાર્ક થાય છે.
પ્રેગ્નેન્સી દરમિયાન અથવા વજન વધી જવાથી જ્યારે ત્વચા ખેંચાઈ જાય છે અને કોલેજનના વિભાજન થવાથી જે નિશાન રહી જાય છે તેને સ્ટ્રેચમાર્ક કહેવામાં આવે છે. જે શરૂઆતમાં લાલ અને બેંગની રંગમાં હોય છે પરંતુ ધીરે ધીરે આના રંગમાં બદલાવ આવે છે. આ એક સામાન્ય બદલાવ હોવા છતાં સ્ટ્રેચમાર્કથી બધાને ભય લાગે છે. મહિલાઓ પ્રેગ્નેન્સી બાદ આ સ્ટ્રેચમાર્કથી છુટકારો મેળવવા માટે જાત જાતના ક્રીમ અને લોશન લગાડે છે. આની માટે લોકો વિટામિન એ અને એલોવેરા જેવી વસ્તુઓ ટ્રાય કરે છે. તમે જો કોઈ પણ રીતે સ્ટ્રેચમાર્કની સમસ્યાઓથી પીડાવ છો તો તમારો દ્રષ્ટિકોણ પોઝિટિવ રાખવો અને ચાલો જાણીયે કયા ઉપાયો કરી શકાય.
આ પણ વાંચો…ફોકસ પ્લસઃ ચપ્પલની પસંદગી મોસમ અનુસાર
કસરત
કસરત દ્વારા ત્વચાની સ્થિતિસ્થાપકતામાં સુધાર આવે છે. તમારા વર્કઆઉટમાં એવી કસરતો કરવી જે સ્ટ્રેચમાર્કવાળા ભાગના વિસ્તારની માંસપેશીયો પર કામ કરે છે. નિયમિત કસરત ત્વચાને મજબૂત બનાવે છે અને સ્ટ્રેચમાર્કના નિશાનોને ઓછા કરે છે.
ક્રીમ અને તેલ
આજકાલ સ્ટ્રેચમાર્કને ઠીક કરવા માટે માર્કેટમાં ઘણા પ્રકારના ક્રીમ અને તેલ મળે છે. જેમાં રેટિનોલ, વિટામિન ઈ, હાઈલોરોનિક એસિડ જેવાં તત્ત્વો હોય છે. આને સ્ટ્રેચમાર્કવાળા ભાગ પર લગાડી ત્યાં સુધી માલિશ કરવું જ્યાં સુધી ક્રીમ કે તેલ ત્વચાની અંદર સુધી ન પહોંચે.
એલોવેરા
એલોવેરા એક એવો છોડ છે જેનો ઉપયોગ ત્વચા અને વાળ માટે કરવામાં આવે છે. એલોવેરા જેલને સ્ટ્રેચમાર્કવાળી જગ્યાએ લગાડી ઓછામાં ઓછું 20 થી 30 મિનિટ સુધી રાખવું જોઈએ ત્યાર પછી હૂંફાળા પાણીથી ધોવું જોઈએ.
એકસફોલિએશન
એકસફોલિએશનનો હેતુ એ છે કે, તે ત્વચાની મૃત કોશિકાને દૂર કરે છે. તેથી જ સ્ટ્રેચમાર્કવાળા હિસ્સા પર એક નરમ સ્ક્રબ અથવા બોડી બ્રશનો ઉપયોગ કરી તે ભાગ પર માલિશ કરવું. આનાથી રક્તસંચાર વધે છે અને એકસફોલિએશન કરવા પછી તે ભાગ પર મોઈસ્ચરાઈઝર લગાવવું જોઈએ.
ત્વચાની સંભાળ
પોતાની ત્વચાને લચીલી બનાવવા માટે મોઈસ્ચરાઈઝરનો ઉપયોગ કરવો અને સનસ્ક્રીન લગાડવું. પોતાની ત્વચાની સાર સંભાળ માટે ક્લીંઝરનો ઉપયોગ કરવો.
હાઈડ્રેટ રહેવું
સુંદર લાગવા માટે વધારેમાં વધારે પાણી પીવું . દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું જેથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળે.
આ પણ વાંચો…ફોકસ પ્લસ : બીમાર પડ્યા બાદ જ સમજાય છે સ્વાસ્થ્યનું મહત્ત્વ…