દુનિયાને ફરિયાદ કરવાનું ટ્રુડોનું પગલું નિષ્ફળ જશે….
જી-20 પછી વિશ્વનું વાતાવરણ મોદીના પક્ષમાં

કેનેડામાં શીખ અલગાવાદી નેતાની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હતો, એવા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના પાયાવિહોણા આરોપો છતાં વિશ્વનું વાતાવરણ ભારતની તરફેણમાં હોવાનું જણાય છે. વિશ્વના અગ્રણી નેતાઓની સાથે અમેરિકન મીડિયા પણ જસ્ટિન ટ્રુડો વિશે નહીં પરંતુ ભારતની લોકપ્રિયતા વિશે વાત કરતા જોવા મળે છે.
અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે આ અંગે લખ્યું છે કે, ‘તાજેતરના વર્ષોમાં રાજદ્વારીઓ અને ગુપ્તચર એજન્ટોની હકાલપટ્ટીનો ઉપયોગ ક્યારેક મિત્ર દેશો પરના હુમલાનો જવાબ આપવા માટે કરવામાં આવે છે. જો કેનેડા પણ આ જ પ્રકારનું પગલું ભરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો ભારતના મામલામાં કેનેડા માટે મુશ્કેલ બની શકે છે, કારણ કે રશિયાની જેમ ભારતના કેનેડાના સહયોગી દેશો સાથે ખરાબ સંબંધો નથી.
ભારત વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશોમાંનો એક છે, એશિયાઈ ઉપખંડમાં એક વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે અને વધતી જતી ટેક્નોલોજી ક્ષેત્રમાં તેની ભૂમિકાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મોટા ભાગના દેશો મોદી સરકારના પક્ષમાં ઊભા રહી શકે છે.
ભારત પર કેનેડાના આરોપો પર વિશ્વના મોટાભાગના દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. યુએસ પ્રમુખ જો બાઇડેને યુએનએસસીમાં તેમના સંબોધનમાં કેનેડાનો ઉલ્લેખ પણ કર્યો ન હતો. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં ફરી એકવાર ફરી કહ્યું હતું કે પીએમ મોદી જ બોસ છે.
આવી સ્થિતિમાં વિશ્વભરના વરિષ્ઠ નેતાઓના આ નિવેદનો અમેરિકન અખબારના લેખની પુષ્ટિ કરતા હોય તેવું લાગે છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારતને બદનામ કરવાના પ્રયાસો નિષ્ફળ જશે. હવે જોવાનું એ રહે છે કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો આ મામલે શું પ્રતિક્રિયા આપે છે.