સિક્કાની ત્રીજી બાજુઃ આ ત્રણ મહિલાએ સ્ત્રી સશક્તીકરણનો નવો પર્યાય શી રીતે આપ્યો?

જયવંત પંડ્યા
સામાન્ય રીતે કોઈ મહિલા સ્વબળે આગળ આવે તો તેની કથા સમાચાર માધ્યમોમાં છવાઈ જતી હોય છે. કોઈ નિર્દેશક ફિલ્મ બનાવવાની ઘોષણા પણ કરી દે. ભારતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી આવું ચાલતું આવ્યું છે. સન્ની લિયોનીને પણ મહિલા સ્વતંત્રતાની પ્રતિમા અહીં ચિતરી દેવામાં આવી છે. એકતા કપૂરને તો ટેલિવૂડની રાણીનો દરજ્જો મળી ચૂક્યો છે.
જોકે અત્યારે આરંભમાં ઉલ્લેર્ખ કર્યો એ ત્રણેય નારીની ચર્ચા ક્યાંય નથી. તે છે- દેશની સૌથી યુવાન ધારાસભ્ય મૈથિલી ઠાકુર, જાપાનનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન સાનાએ તાકાઈચી, જાપાની સંસદની આરોગ્ય, શ્રમ અને કલ્યાણ સમિતિનાં તેજતર્રાર મહિલા સાંસદ મિઝોહુ ઉમેમુરા. આ ત્રણની ચર્ચા એટલા માટે નથી, કારણ કે જે બોલકો સમુદાય ફેમિનિઝમ, નારી સ્વતંત્રતા, મહિલા મુક્તિ, પિતૃસત્તાક જેવા ભારે ભરખમ શબ્દો દ્વારા નારી-નારી, મહિલા-મહિલા જપ્યા રાખે છે તેમના સફળ સ્ત્રીના માપદંડ પશ્ચિમી છે.
આ પણ વાંચો : બોફર્સ તોપ કટકીએ હચમચાવી નાખી કેન્દ્રની કૉંગ્રેસ સરકારને
આ લોકો એને જ સફળ સ્ત્રી માને છે જે સ્ત્રી ઉન્મુક્ત જ હોવી જોઈએ. સ્ત્રી પશ્ચિમી ઢબનાં ડ્રેસ પહેરતી હોવી જોઈએ. સ્ત્રીને પુરુષો તરફથી સંઘર્ષનો સામનો કરવો પડ્યો હોવો જોઈએ. સ્ત્રીના વિચારો પુરુષ વિરોધી, પરિવારવિરોધી અને લગ્ન વિરોધી પણ હોવા જોઈએ. સેક્સ અંગે પણ મુક્ત વિચારો ધરાવતી હોવી જોઈએ. દારૂ-સિગરેટ પીતી હોવી જોઈએ. જો આ પરિભાષાની અંદર કોઈ સફળ સ્ત્રી ન આવતી હોય તો તેની ઉપેક્ષા કરવાની. તેને રોલ મોડલ નહીં બતાવવાની.
મૈથિલી ઠાકુરની પુરુષ વિરોધી કોઈ સંઘર્ષ ગાથા નથી. તેને ક્યાંયથી અસ્વીકાર મળ્યો નથી. વળી તે કથિત નિમ્ન જાતિ કે વર્ગમાંથી પણ આવતી નથી. તે ખૂબ નાની વયથી સફળ થઈ ગઈ છે, પરંતુ તેની સફળતા પશ્ચિમી રોક મ્યૂઝિક, જાઝ કે પછી ગોવા પ્રકારના સંગીતમાં નથી. તેની સફળતા ભજનો થકી છે.
આ પણ વાંચો : મગજ મંથન: દામ્પત્ય એટલે પુરુષનાં કર્તૃત્વ ને સ્ત્રીનું સમર્પણ…
આ મૈથિલી તો મૈથિલી અને હિન્દી ઉપરાંત મરાઠી, ગુજરાતી ભજનો પણ ગાય છે. સોશ્યલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. તે બૂમબરાડા પાડીને બોલતી નથી. ગમે-તેમ બોલીને વિવાદો સર્જતી નથી. તેણે આ ભજનોને નવું જીવન આપ્યું છે. મધુબાની કળાને ઉન્નત સ્થાન અપાવ્યું છે. તેના પરિવારને સફળતા અપાવી છે. તેના ભાઈઓ પણ તબલાં અને ઢોલકમાં તેને સાથ આપે છે.
મૈથિલી ઠાકુરને ભાજપે અલીનગરમાંથી ટિકિટ આપી. (જેનું નામ હવે સીતાનગર છે). આ મૈથિલી ન તો ટૂંકાં વસ્ત્રો પહેરે છે, ન તો તહેવારોની ઉજવણીનો વિરોધ ફિલ્મ કલાકારોની જેમ કરે છે, ન તો તે કોન્વેન્ટિયું ચાંપલું અંગ્રેજી બોલે છે, ન તો તેણે પોતાની અટક ત્યજી છે. ફેમિનિસ્ટોની સફળ નારીની વ્યાખ્યાના માપદંડોમાં મૈથિલી કોઈ રીતે ફિટ બેસતી નથી. આ બધાં સમીકરણોના લીધે મહિલાવાદીઓ મૈથિલી ઠાકુર બાબતે ચૂપ છે.
આ પણ વાંચો : સિક્કાની ત્રીજી બાજુ: એક લેખિકાને દોઢ વર્ષ પુરુષ તરીકે કેવો અનુભવ થયો?
આ જ રીતે જાપાનનાં નવાં મહિલા વડાં પ્રધાન સાનાએ તાકાઈચીની વાહવાહી પણ આ વર્ગ કરતો નથી. બાકી, તાકાઈચી તો તેમનાં કેટલાંક સમીકરણોમાં ફિટ બેસે તેમ છે. ઉદાહરણ તરીકે તાકાઈચી તો ટોપ-સ્કર્ટ અને બ્લેઝર પણ પહેરે છે અને યુવાવસ્થામાં તેઓ હેવી મેટલ ડ્રમર પણ હતાં. એ મોટરબાઇક પણ ચલાવતાં હતાં.
નારીવાદીઓની વ્યાખ્યામાં બીજી એ રીતે પણ સાનાએ તાકાઈચી ફિટ બેસે છે કે તે ટોક્યોની કેઇઓ અને વાસેદા યુનિવર્સિટીમાં ભણવા માટે પાત્રતા ધરાવતાં હોવા છતાં તેમના પિતાએ તેમને ત્યાં ભણવા જવાં દીધાં નહોતાં, કારણકે તે છોકરી હતાં અને જો તે ઘર છોડે કે ખાનગી વિશ્વ વિદ્યાલયમાં ભણવા જાય તો પોતે તેની ફી ચૂકવવા ના પાડી હતી. આથી સાનાએએ તાકાઈચીએ કોબે યુનિવર્સિટી પસંદ કરી. એ માટે તેમને ઘરેથી રોજ છ કલાકની મુસાફરી કરવી પડતી હતી. તે પાર્ટ ટાઇમ કામ પણ કરતાં હતાં. તેમણે બીબીએ કર્યું. પછી તેમણે અમેરિકામાં ડેમોક્રેટિકનાં નેત્રી પેટ શ્રોએડર સાથે કામ કર્યું.
આ પણ વાંચો : શરદ જોશી સ્પીકિંગ: નિંભર દેશમાં આત્મનિર્ભર હું…
રાજકારણમાં પણ તેમની યાત્રા સરળ નહોતી. જાપાનમાં મહિલા રાજકારણીઓનો બહુ પ્રોત્સાહન અપાતું નથી. જાપાન પિતૃસત્તાક સમાજ છે. તેમ છતાં એ આ પદે પહોંચી શક્યા તે મોટી સિદ્ધિ છે. ભલે સાનાએ તાકાઈચી બળુકાં હોય, ભલે તેમણે ડ્રમ વગાડ્યું હોય ને બાઇક ચલાવી હોય, પરંતુ તે સજાતીય લગ્નોના વિરોધી છે.
તે માને છે કે જાપાનના ઇતિહાસનું પુનર્લેખન થવું જોઈએ. યુદ્ધ અપરાધો માટે જાપાન દ્વારા મગાયેલી ક્ષમા સામે તેમણે પ્રશ્નો ઉઠાવ્યા છે. જાપાનના યુદ્ધ અપરાધીઓનું સન્માન કરતા યાસુકુની પંથસ્થળની તેઓ વિરોધ સહીને પણ મુલાકાત લે છે. તે રાષ્ટ્રવાદી છે. જાપાનનાં સૈન્યને મજબૂત કરવાનો આશય ધરાવે છે. તે માને છે કે પતિ-પત્નીની અલગ-અલગ અટક ન હોવી જોઈએ. ભારતની જેમ જાપાનમાં પત્ની પણ પરંપરા પ્રમાણે પતિની અટક જ અપનાવે છે.
આ પણ વાંચો : કચ્છી ચોવક: જીવતો નર ભદ્રા પામે!
હવે વાત કરીએ જાપાનનાં મહિલા સાંસદ મિઝોહુ ઉમેમુરાની. તેમણે ગત 27 નવેમ્બરે સંસદની આરોગ્ય, શ્રમ અને કલ્યાણ સમિતિમાં મુસ્લિમોને વધુ એક પણ કબ્રસ્તાન આપવાનો વિરોધ કર્યો. ખૂબ લોકપ્રિય બનેલાં આ ભાષણમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે જાપાનમાં શબને અગ્નિદાહ આપવાની પરંપરા છે તે માત્ર પરંપરા કે સંસ્કૃતિ નથી, તેની પાછળ વિજ્ઞાન છે.
તેને કોઈ વિદેશીઓની માગણીના કારણે બદલી ન શકાય. તેમણે કહ્યું કે જાપાનમાં અવારનવાર ભૂકંપ આવે છે. તે જ્વાળામુખી પર બેઠેલો દેશ છે. અહીં સુનામી આવે છે. તેની મોટા ભાગની જનસંખ્યા દરિયા કાંઠાનાં નગરોમાં વસેલી છે. આથી અગ્નિદાહ એ માત્ર સંસ્કૃતિ કે પરંપરા નથી, તે વૈજ્ઞાનિક આવશ્યકતા છે. બહારના કોઈને ખુશ કરવા માટે જાપાનની ઓળખને બદલી શકાય નહીં.



