ચોમાસાની ઋતુમાં ખારેક ખાવાના અસંખ્ય ફાયદા છે!
તસવીરની આરપાર -ભાટી એન.
કુદરતની લીલા અપાર છે. સિઝન મુજબનું ફ્રૂટ આપી દે છે અત્યારે ઉનાળો પૂર્ણ થયો. અત્યાર સુધી લીલી, પીળી મીઠી મધુર કેરીનો આસ્વાદ લીધો ને વરસાદના છાંટા પડતા જ કેરીની સિઝન પૂર્ણ થતા જ ખારેકની સિઝન શરૂ થઈ ચુકી છે. અલગ બગલ ફ્રૂટની લારીઓ ગલ્લા પર પીળી અને લાલ રંગની ખારેક દૃષ્ટિ ગોચર થાય છે. અત્યારે ભરપૂર આવક ખારેકની શરૂ થઈ છે. સિઝન પ્રમાણે અલગ અલગ ફ્રૂટ બનાવી માણસને જાહોજલાલી કુદરત આપી જ દે છે…!? આ ખારેક વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો છે.
ચોમાસાની આ સિઝનમાં ખારેક બેસ્ટ છે. અન્ય કશામાંથી તમને આટલું વિટામિન્સ કે મિનરલ્સ મળતા નથી. કચ્છની ધરતીની તાસીરતો જુઓ છે ખારી તોય મીઠો ખારેકનો મેવો આપે છે…! કચ્છની ખારેક હવે દેશ-વિદેશમાં પણ ફેવરિટ અને ફેમસ બની છે. જેમ જેમ લોકો તેના લાભાલાભ જાણતા જાય તેમ તેની ડિમાંડ પણ વધતી જાય છે. ખારેક માંથી વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ અને બી કોમ્પ્લેક્સ મળી આવે છે. આ સિઝનમાં જાત જાતનાં રોગ થવાના કે ઈન્ફેક્શન લાગવાના ચાન્સ વધુ માત્રા હોય છે, ખારેક તમને આ બધા રિસ્કમાંથી બચાવે છે. ચોમાસામાં હેલ્ધી રહેવા માટે અને શરીરને ઈન્ફેક્શનથી બચાવા માટે સ્ટ્રોંગ ઈમ્યુનિટીની જરૂર હોય છે. માટે ખારેક ખાવી હિતાવહ છે.
લોકપ્રિય યાદીમાં ખારેકનું નામ ભલે ટોચ પર ન હોય, પરંતુ પોષક તત્ત્વોની બાબતમાં ખારેક કોઈનાથી ઊણી ઊતરે તેવી નથી…! ખાસ કરીને ચોમાસામાં ખારેક ખાવાના ઘણા ફાયદા છે. સામાન્ય રીતે ખારેકમાં રહેલા ઉચ્ચ પોષક તત્ત્વ શરીરમાં ઊર્જા જાળવી રાખે છે. કારણ કે તે અનેકાનેક ગુણોથી ભરપૂર છે.
ખાસ કરીને તેમાં વિટામિન એ, કે બી૬ અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેગેનિઝ, પોટેશિયમ, સલ્ફર, કોપર, પ્રોટીન વગેરે જેવા મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં સામેલ હોય છે. ખારેક કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. સામાન્ય રીતે ખજૂર ને ખૂબ જ ગુણકારી ગણાવામાં આવે છે. ખજૂરને સુકવવામાં આવે ત્યારે તે ખજૂરમાંથી ખારેક
બને છે.
ખજૂરને ખારેક ખાવાના અસંખ્ય ફાયદાકારક છે. ખારેક પણ સ્વાસ્થ્ય માટે અનહદ ફાયદા છે. ખારેકનું સેવન હૃદયની તકલીફોને રોકવા તેમ જ મગજની કામગીરી મજબૂત બનાવે છે તથા કબજિયાતમાંથી રાહત માટે પ્રાચીન કાળથી ઉપયોગ થતો આવે છે. ખારેક હાડકાને મજબૂત બનાવે છે.
સહન શક્તિમાં ઘટાડો ઉત્સુકતામાં ઘટાડો તેમજ જાતીય ઈચ્છાથી પીડાતા લોકો માટે ખારેક રામબાણ ઈલાજ છે. અત્યારે પીળા, લાલ રંગની ખારેક હબેચ આવી ગઇ છે. તેની મીઠાશની શું વાત કરું જાણે સાકર હોય તો મીઠી મધુરી ખારેક ખાવાનું ભૂલશો નહીં.