વિશેષ : ચિનાબ આ નદી નથી, ભારત-પાક સંબંધનો જલસ્રોત છે

- વીણા ગૌતમ
(નદી જીવનદાયીની છે. નદી કિનારે જ માનવીનો જન્મ થયો છે. નદીના તટે બધી સભ્યતા અને સંસ્કૃતિ ફલીફુલી છે. પૃથ્વી પર નદી વિના જીવનની કલ્પના જ કરી શકાતી નથી. જોકે જલવાયુ પરિવર્તન, વધતી વસતિ અને નદી પ્રત્યે લોકોની ઉદાસીનતાને લીધે ધરતીમાં જલસંકટ ઘેરું બન્યું છે. નદીના અસ્તિત્વ પર સંકટનાા વાદળો ઘેરાયા છે. આથી નદીઓના સંરક્ષણ જરૂરી છે. આફણે આફણી નવી પેઢીને આ અંગે સંવેદનશીલ બનાવાની જરૂર છે જેથી નદીનું અસ્તિત્વ બચી રહે અને ધરતી પર માનવીની સભ્યતા અને સંસ્કૃતિ ફલેફુલે. આ દૂરગામી માનવ હેતુની પૂર્તિ માટે ચિનાબ નદીની ગાથી પ્રસ્તુત છે.)
ચિનાબ નદી ભલે આકારમાં ગંગા કે બ્રહ્મપુત્રા જેવી ન હોય, પરંતુ તે રાજકીય, ભૌગોલિક અને રાજદ્વારી દૃષ્ટિએ મહ્ત્વની છે. હાલમાં ઑપરેશન સિંદૂર દરમિયાન આપણએ તેનું રાજદ્વારી મહત્ત્વ જોઈ ચુક્યા છે.
આ ભારત-પાક સંબંધોનું સંવેદનશીલ સૂત્ર છે. તદુપરાંત આ નદી દેશની સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા, રાજનીતિ, અને રાજનીતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ચિનાબ હિમાચલ પ્રદેશમાં બે મુખ્ય જળધારા ચંદ્રા અને ભાગાના સંગમમાંથી નીકળે છે. આ બન્ને ધારા લાહોર અને સ્પાતી ક્ષેત્રમાં સ્થિત છે. એની કુલ લંબાઈ 974 કિલોમીટર છે જેમાં તે ભારતના 486 કિલમીટર ક્ષેત્રમાં વહે છે. તે મૂળ સ્રોતથી જમ્મુ ક્ષેત્રમાં વહીને પાકિસ્તાન જાય છે. આ નદીનો ભારતમાં મુખ્ય પ્રવાહ જમ્મુમાં છે. આ નદી પૂંચ, ડોડા, કિશ્તવાડ, રિયાસી, રામબન અને કઠુઆ જિલ્લાને પ્રભાવિત કરે છે.
પાકિસ્તાનમાં પંજાબના મધ્યમાં પસાર થઈને સતલજને મળે છે.આ સંગમ પંજાબ સિંચાઈ તંત્ર માટે મહત્ત્વનું છે.
ભારતની સૌથી મોટી નદી લંબાઈ, જલગ્રહણ કે પ્રભાવક્ષેત્રના માપદંડના આધારે નક્કી કરીએ તો ગંગા, બ્રહ્મપુત્રા, સિંધુ, ગોદાવરી, નર્મદા, યમુના અને સતલજ નદી ચિનાબ કરતા મોટી છે. ચિનાબ નદી સિંધુ નદીની પ્રણાલીની પાંચ મુખ્ય નદીમાંની એક છે. બીજી ચાર નદી ઝેલમ, સતલજ, રાવી અને વ્યાસ છે.
રણનીતિ પ્રમાણે જોઈએ તો ભારતની ટોચની 10 નદીમાંની એક છે. આ ભારત-પાકિસ્તાન જળસંધિનું કેન્દ્રબિંદુ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં વિશ્વ બૅન્કની મધ્યસ્થીતી સિંધુ જળસંધિ થઈ હતી. આ સંધિ પ્રમાણે પૂર્વની ત્રણ નદી રાવી, વ્યાસ અને સતલજ ભારતના અધિકારમાં આવે છે, જ્યારે સિંધુ, ઝેલમ અને ચિનાબ પાકિસ્તાનને આપવામાં આવી છે. જોકે આમાં ભારતને નદીનો સીમિત ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે જેવા કે સિંચાઈ, વીજળી ઉત્પાદન અને પૂરનિયંત્રણ વગેરે.
આ સંધિને લીધે ચિનાબ નદી પાકિસ્તાનની જીવનરેખા બની છે કારણ કે પંજાબના પ્રાંતની સિંચાઈ આ નદીને લીધે જ સંભંવ બને છે. ભારતે ચિનાબ નદીની પરિયોજનાઓ બનાવી છે.
બગલીહાર પરિયોજના : જમ્મુમાં 450 મેગાવોટની વિધુતયોજના
પકલડૂલ પરિયોજના : કિશ્તવાડમાં 1,000 મૅગાવોટની પરિયોજના છે.
રાતલે પરિયોજના : રાતલેની 850મૅગાવોટની પરિયોજના છે.
આ પરિયોજના સામે પાકિસ્તાને વિરોધ નોંધાવ્યો છે અને મામલો વિશ્વ બૅન્ક આગળ ગયો. ખાસ કરીને બગલીહાર પરિયોજના અંગે 2005માં વિવાદ થયો હતો. તટસ્થ નિષ્ણાતોએ ભારતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ભારતે એવા સંકેત દીધા છે કે પાકિસ્તાન સીમાપારનો આતંકવાદ બંધ નહીં કરે તો સિંધુ જલ સંધિની સમીક્ષા કરાશે. ચિનાબ ઘાટી ભૌગોલિક મહત્ત્વ અને જૈવ વિવિધતા માટે જાણીતું છે. આમાં દુલર્ભ પર્વતીય વનસ્પતિ અને જીવજંતુ છે.
આ ક્ષેત્ર હિમાલયના ઈકોઝેનનો હિસ્સો છે અને વન્ય જીવના અભ્યારણ્યોની નિકટ છે. ચિનાબ પર જલવાયુનો પ્રત્યક્ષ પ્રભાવ છે. નદીનેો મુખ્ય જળસ્રોત હિમનદી છે. ગ્લેશિયરો પીગળવાને લીધે નદીના પ્રવાહમાં અનિશ્ચિતતા આવી છે. ગરમીમાં પૂર અને ઠંડીમાં ઓછું જળ જોવા મળે છે. આનાથી સ્થાનિક પર્યાવરણ અને માનવજીવન બન્ને પર પ્રભાવ પડે છે. જલવાયુ પરિવર્તનને લીધે જ પૂર અને ભૂસ્ખલન થાય છે. જમ્મુમાં ચિનાબને લીધે પૂર અને ભૂસ્ખલન થાય છે. આને લીધે મૂળભૂત ઢાંચા અને ખેતીને નુકાસન થાય છે. આથી આના પ્રવાહ પર નિયંત્રણ અને ચેતાવણી સિસ્ટમ વિકસાવવી જરૂરી છે.
આપણ વાંચો: આ તો સ્કેમ છેઃ અસ્તિત્વ ન ધરાવતું એરપોર્ટ વેચ્યું 2.42 કરોડ ડૉલરમાં!
ચિનાબ ઘાટીમાં રહેનારા મોટા ભાગના લોકો ખેતી કે પશુપાલવ અને જળવિધુત પરિયોજના સાથે જોડાયેલા હોય છે. ચિનાબને લીધે જમ્મુમાં સારી ઉપજ થાય છે અને પીવાનું પાણી મળે છે. અહીં અનેક હાઈડ્ર્રો પ્રોજેક્ટ છે જેથી રોજગાર અને ઊર્જા મળે છે. સ્થાનિક સમુદાય માટે આ જીવનદાયીની છે.
આખા માહાદ્વિપ માટે આ વોટર ડિપ્લોમેસીની પરિક્ષા છે. નદીનું સર્વેક્ષણ, તેનો ઉપયોગ અને ન્યાયી મેનેજમેન્ટ પર્યાવરણ જ નહીં પરંતુ વ્યૂહાત્મક દૃષ્ટિએ જરૂરી છે.