તસવીરની આરપાર : શ્રાવણ માસે જાણો ભસ્મ આરતીનો અદ્ભુત મહિમા…

-ભાટી એન.
12 માસમાં પરમ પવિત્ર શ્રાવણ માસનો મહિમા અપરંપાર છે, ભોળાને રિઝવા માટે જલાભિષેક, દૂધાભિષેક, બીલીપત્ર ચઢાવવામાં આવે છે. તો ઉજ્જૈનમાં 12 જયોતિર્લિંગમાંનું એક શિવલિંગ પર નિત્ય ભસ્મ આરતી થાય છે, તેવી આરતી વાંકાનેરમાં આવેલ અખિલ બ્રહ્માંડના નાયક દેવાધિદેવ મહાદેવ શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરનાં પ્રથમ પાટોત્સવ મહોત્સવની ભાવભેર ઉજવણી દરમિાયન કરવામાં આવી હતી.
પાટોત્સવમાં ભસ્મ આરતી સહિતના કાર્યક્રમો યોજાયેલા.વાંકાનેર શહેરથી જડેશ્વર રોડ પર આવેલી વૃંદાવન વાટિકા સોસાયટી ખાતે બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરને તા.22.07.2025 અષાઢ વદ તેરસ મંગળવારના રોજ એક વર્ષ પૂર્ણ થયેલ,આખી સોસાયટી વાસીઓ દ્વારા મંદિરના પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવેલી.
જ્યારે સાંજે 6.30 વાગ્યે સવિશેષ ભસ્મ આરતી સમયે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવને મહાકાલનો શણગાર કરવામાં આવેલો, જેમાં શિવલિંગ પર ઉજ્જૈનની જેમ શંકર ભગવાનનું મોરુ રાખી જટામાં રુદ્રાક્ષની માળા ગાળામાં ખોપડીઓ, ફૂલ, લીંબુ, ગુલાબનો હાર, શંકર ભગવાનનાં મોરા આગળ મોટી ખોપડી રાખેલ બેકગ્રાઉન્ડમાં કાળો પડદો તેમાં મોરા રાખેલ મંદિરમાં અંધારું ને ટોપ ઉપરથી લાઇટિંગ આપેલી.
આપણ વાંચો: તસવીરની આરપાર: અમદાવાદની મેટ્રો ટ્રેન, સસ્તો ને આરામદાયક પ્રવાસ…
બાદમાં શણગાર ઉપર એક કપડું રાખી ભસ્મ છાંટેલી પછી પડદો ઊંચકી ફુલહાર ચડાવેલ ને ભસ્મથી ભરેલ પોટલીમાંથી સફેદ બારીક ભસ્મ શિવ શણગાર પર છાંટતા હતા. ત્યારે ઉજ્જૈન જેવું દ્રશ્ય નિહાળવા મળતું હતું. બાદમાં મહાકાલેશ્વર સફેદ શણગારમાં આવી ગયા હતા.
સંગીતનાં તાલે મહા આરતી થતા ભોળાનાથ સાક્ષાત આવી ગયા હોય તેવી અનુભૂતિ થતી હતી. આ ભસ્મ આરતી નિહાળવા હજારો શિવ ભક્તો આવતા મંદિર બહાર L. E. D. સ્ક્રીન રાખેલ તેમાં આરતી જોવા મળતી હતી.
શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંડળ દ્વારા વૃંદાવન વાટિકા, જડેશ્વર રોડ વાંકાનેર ખાતે ભસ્મ આરતીનો લાભ તમામ શિવભક્તોએ લીધો હતો.
આપણ વાંચો: તસવીરની આરપાર : વાંકાનેર છે સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ
ધર્મ શાસ્ત્રો અનુસાર બધા દેવી દેવતીઓ પાસે પોતપોતાના લોક છે અને ત્યાં તેઓ ખૂબ જ અપાર સંપત્તિ અને વૈભવ વચ્ચે સિંહાસન પર બેસે છે. પરંતુ દેવોના દેવ મહાદેવ જ એક એવા છે જેઓ માતા પાર્વતી સાથે કૈલાશ પર્વતની ઠંડી ગુફામાં બેસે છે અને ફક્ત મૃગ ચર્મ અને ભસ્મ ધારણ કરે છે.
દેશમાં આવેલ 12 જ્યોતિર્લિંગમાં એકલા ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં રોજ ભસ્મ આરતી થાય છે અને તેના દર્શન કરવા દેશ વિદેશથી હજારો લોકો આવે છે, પરંતુ તમને એ ખબર નહીં હોય કે શા માટે શિવજીને કંઈ નહીં અને ચિતા ભસ્મની આરતી થાય.!?
ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે શિવ પહેલાથી જ ભસ્મ નહોતા લગાવતા, પરંતુ તેમની પત્ની પાર્વતી જે પૂર્વ જન્મમાં પ્રજાપતિ દક્ષની પુત્રી માતા સતિ સ્વરૂપે પ્રગટ્યા હતા. પરંતુ પોતાના જ પિતાના યજ્ઞમાં પતિ શિવનું અપમાન થતું જોઈ સતિએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરનો નાશ કર્યો.
જેથી ક્રોધિત શિવ ત્રણેય લોકોમાં તેમની ચિતા સાથે ફર્યા અને ત્યાર પછી જ તેમણે આ ચિતા ભસ્મને પોતાના શરીર પર લગાવી. આ સમયથી શિવજીના શ્રૃંગાર માટે ચિતાની ભસ્મ લગાવવાનો રિવાજ છે.
આપણ વાંચો: તસવીરની આરપાર: અષાઢી બીજે ભગવાન જગન્નાથની મનો રથયાત્રા
શિવપુરાણ અનુસાર ભગવાન શિવ તમામ દેવતાઓથી અલગ છે. તેમની ઉત્પત્તિ અને અંત અંગે કોઈ ઉલ્લેખ નથી. માટે જ તેમને અજન્મા અનાદી કહેવાય છે. તેઓ ભોળાનાથ પણ છે અને નટરાજ પણ છે.
ભગવાન શિવની રહેણીકહેણી તમામ દેવતાઓ કરતાં સાવ અલગ છે. શાસ્ત્રોમાં જ્યાં તમામ દેવી દેવતાઓ સુંદર વસ્ત્રાભૂષણોથી અલંકૃત કરવામાં આવ્યા છે ત્યારે શિવ ફક્ત એક ચર્મ અને ભસ્મ સાથે ખોપડીઓની માળા ધારણ કરનાર વર્ણવાયા છે. નાગને ગળામાં વિંટાળી ફરે છે.
માનવામાં આવે છે કે ત્રેતા યુગ, સત યુગ, દ્વાપર યુગ અને કલિયુગ આ ચારેય યુગોના અંતે સૃષ્ટિનો વિનાશ નિશ્ચિત જ છે એવી લોક વાયકા છે, અંતમાં તમામ વસ્તુઓ રાખ થઈ જશે શિવપુરાણ અનુસાર આ રાખ એટલે કે ભસ્મ જ સૃષ્ટીનો સાર છે.
મહાકાલેશ્વરની મૂર્તિ દક્ષિણામૂર્તિ તરીકે જાણીતી છે, જેનો અર્થ એ થાય કે તે દક્ષિણ તરફ છે, આ એક અનોખી વિશેષતા છે, જે તાંત્રિક શિવનેત્ર પરંપરા દ્વારા સમર્થન આપવામાં આવે છે. જે ફક્ત 12 જ્યોતિર્લિંગોમાં મહાકાલેશ્વરમાં જ જોવા મળે છે.
આપણ વાંચો: તસવીરની આરપાર : કંથકોટનો કિલ્લો કચ્છનો અતુલ્ય વારસો છે
ઓમકારેશ્વર મહાદેવજીની મૂર્તિ મહાકાલ મંદિરની ઉપરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત છે. ગર્ભગૃહના પશ્ર્ચિમ, ઉત્તર અને પૂર્વમાં ગણેશ, પાર્વતી અને કાર્તિકેયની મૂર્તિઓ સ્થાપિત છે. દક્ષિણમાં શિવના વાહન નંદીની મૂર્તિ છે. ત્રીજા માળે નાગચંદ્રેશ્વરની મૂર્તિ ફક્ત નાગ પંચમીના દિવસે જ દર્શન માટે ખુલ્લી છે, મંદિરમાં પાંચ સ્તર છે, જેમાંથી એક ભૂગર્ભ છે.
મંદિર પોતે તળાવની નજીક વિશાળ દીવાલોથી ઘેરાયેલા વિશાળ આંગણામાં સ્થિત છે. શિખર અથવા શિખર શિલ્પકૃતિથી શણગારેલું છે. પિત્તળના દીવા ભૂગર્ભગર્ભગૃહ તરફ જવાનો માર્ગ પ્રકાશિત કરે છે. એવું માનવામાં આવે છે કે અહીં દેવતાને અર્પણ કરવામાં આવતો પ્રસાદ (પવિત્ર અર્પણ) અન્ય બધાં મંદિરોથી વિપરીત અર્પણ કરી શકાય છે.
સમયના પ્રમુખ દેવતા, શિવ, તેમના બધા વૈભવમાં, ઉજ્જૈન શહેરમાં શાશ્વત રીતે શાસન કરે છે. મહાકાલેશ્વરનું મંદિર, તેનો શિખર આકાશમાં ઊંચો છે, આકાશરેખા સામે એક પ્રભાવશાળી અગ્રભાગ, તેના મહિમા સાથે આદિકાળના વિસ્મય અને આદરને ઉત્તેજિત કરે છે.
મહાકાલ શહેર અને તેના લોકોના જીવન પર પ્રભુત્વ ધરાવે છે, આધુનિક વ્યસ્તતાઓની વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ, અને પ્રાચીન હિન્દુ પરંપરાઓ સાથે એક અતૂટ જોડાણ પૂરું પાડે છે,મહા શિવરાત્રીના દિવસે, મંદિર પાસે એક વિશાળ મેળો ભરાય છે, અને રાતભર પૂજા ચાલુ રહે છે,વાંચક મિત્રો શ્રાવણ માસમાં આપ ઉજ્જૈન જાવ કે હળવદવાળા ભસ્મ શણગાર કરે તો ચોક્કસ જોજો શંકર ભગવાનનું વિશેષતાસભર મૂલ્યાંકન થશે દેવાધિદેવ મહાદેવની ભસ્મ આરતી જોઈ નાં હોય તેને આ વાંચી દિલમાં અતુલ્ય ભાવ થશે.