તસવીરની આરપારઃ સપ્તપદી વૃક્ષનાં ફૂલોની આ વિશેષતા જાણો છો?

ભાટી એન.
સપ્તપદી (સપ્તપર્ણી) કોનોકારપસ નામનું વૃક્ષ (ઝાડ) એક અલગ ભાતનું વિશિષ્ટ ધરાવે છે! ‘જી હા’ શિયાળાનો સમય હતો મંદ મંદ શિતલહેરમાં મસ્ત માદક સુગંધ રોડ પર આવે હું સ્કૂટર લઈ જતો હતો ત્યારે કયારેક આવે પાછી સુગંધ ગાયબ થઈ જાય. હું તો આ મહેકથી મોહિત થયો થયું કે કોઈ સેન્ટનો સ્પ્રે છાંટતો હોય તેવી અનુભૂતિ થતી હતી.
હું નિત્ય આ ફીલિંગ્સ અનુભવતો. આથી આ સુગંધ શેની શોધ ચાલુ કરી તો ખ્યાલ આવ્યો કે રસ્તા પર સપ્તપદી વૃક્ષનાં પુષ્પોમાંથી મહેક આવે છે. રાત પડે ને સપ્તપદીનાં સફેદ ફૂલ ગલગોટા જેમ ખીલી જાય અને મહેક અનહદ પ્રસરાવે, આવી રીતે રાતરાણીનાં નાનાં સફેદ ફૂલમાંથી મહેક આવે.
સપ્તપદી નામ જ એવું છે કે સાત પાંદડીવાળુ વૃક્ષ લીલુંછમ અને પાન પણ સાત, તેમાં વચ્ચે ગોળાકાર ફૂલનાં ઝુમખા પર ગોળાકાર બીજું ઝુમખું તેમાં નાનાં નાનાં પાંચ પાંખડી વાળા ફૂલ જે નીરખીને જુઓ તો જ ખ્યાલ આવે. બાકી ખબર ના પડે. સુપ્રભાત થતા જ સપ્તપદી વૃક્ષનાં ફૂલ ચીમળાય જાય! અને મહેક જતી રહે બોલો કેવી છે કુદરતની કલાકારી? આજે વિગતવાર સપ્તપદી વૃક્ષ વિશે જાણીએ.
આપણ વાચો: તસવીરની આરપારઃ ગજરૂપ સાગર સવંગિયા માતાજીનું ક્લાત્મક મંદિર…
સપ્તપર્ણી: દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alstonia scholaris R. Br. (સં. સપ્તપર્ણ તે મોટું, સદાહરિત, આધારવાળું (butressed) 12 મી.થી 18 મી. ઊંચું વૃક્ષ છે. કેટલીક વાર તે 27 મી.ની ઊંચાઈ અને 2.4 મી.નો ઘેરાવો ધારણ કરે છે, જેનું સીધું થડ 12 મી. ઊંચું હોય છે. પ્રકાંડ ઘણી વાર લાંબી ઊંડી ખાંચોવાળું હોય છે. ભારતમાં ઘણી જગ્યાએ જોવા મળે છે અને ખાસ્સુ ઊંચાઈ સુધી થાય છે.
છાલ ખરબચડી, ભૂખરી-સફેદ, અંદરની બાજુએથી પીળી હોય છે અને ઈજા થતાં કડવા ક્ષીરરસ(latex)નો સ્રાવ કરે છે. પર્ણો 4થી 7ની સંખ્યામાં (સામાન્ય રીતે સાત) ગોઠવાયેલાં હોય છે. તેઓ ઉપરની સપાટીએથી ઘેરાં લીલાં અને નીચેની સપાટીએ સફેદ પડતાં લીલાં અને બદામી રોમિલ હોય છે. પુષ્પો લીલાશ પડતાં સફેદ કે પીળાં, સઘન પરિમિત છત્રક સ્વરૂપે ગોઠવાયેલાં અને સુગંધિત હોય છે.
આપણ વાચો: તસવીરની આરપારઃ વિસરાતી જતી જાદુગરની કલા…
ક્ષીરરસ ચાંદાં, સોજો, ગાંઠ અને વાના દર્દમાં તથા દાંતના દુખાવામાં આપવામાં આવે છે. એન્ટિએરિસના વિષ સામે તે પ્રતિકારક માલૂમ પડ્યું છે. તેલ સાથે મિશ્ર કરી કાનના દુખાવામાં અને કોપરેલ સાથે ઉકાળી તેનો ઉપયોગ ખૂજલીમાં કરવામાં આવે છે. ક્ષીરરસ ચીકણો હોવાથી તેનો લૂગદી બનાવવામાં ઉપયોગ થાય છે. ક્ષીરરસમાં 2.8 ટકાથી 7.9 ટકા કૂચુક (caoutchouc) હોય છે. ક્ષીરરસનું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે: પાણી 67.8 ટકા, જલદ્રાવ્ય પદાર્થો 3.9 ટાકા, ભસ્મ 1.1 ટકા, રાળ 16.7 ટકા, લિપિડ અને રાળના એસ્ટર 2.5 ટકા, પ્રોટીન અને રેસાયુક્ત દ્રવ્ય 3.5 ટકા છે.
આ છાલથી પ્રાપ્ત ડિટેઇન અને ડિટેમિન જેવા રસાયણોને ક્વિનાઇનથી ઉચ્ચતમ છે. આદિવાસીઓનાં જણાવ્યા અનુસાર, આ વૃક્ષની છાલને સુકવીને ચૂર્ણ બનાવીને 2-3 ગ્રામ જો સેવન કરવામાં આવે, તો મેલેરિયાનાં તાવમાં ખૂબ ઝડપથી ફાયદો થાય છે. મજાની વાત તો એ છે કે તેની અસર કંઇક આવી રીતે થાય છે કે શરીરમાં પરસેવો નથી થતો, જ્યારે ક્વિનાઇનની દવા લેવાથી પુષ્કળ પરસેવો થાય છે.
આપણ વાચો: તસવીરની આરપારઃ દિવાળીના વેકેશનમાં જેસલમેર રણ સફારીની મોજ માણવા જેવી ખરી
કાષ્ઠનો ઉપયોગ પરિવેષ્ટન (packing) માટેનાં ખોખાં, ચાની પેટીઓ, લખવાનાં પાટિયાં, રાચરચીલું, માળખાં (frames), દીવાસળીઓ, પેન્સિલ, બૂચ અને કાગળ-ઉદ્યોગમાં થાય છે. લાકડાના કોલસાનો ઉપયોગ દારૂગોળો બનાવવામાં થાય છે. કાષ્ઠ કડવું હોય છે અને પાણી સાથે ઘસી વા અને વ્રણ પર લગાડવામાં આવે છે. છાલમાંથી રેસો પ્રાપ્ત થાય છે. વનસ્પતિની ભસ્મ ફોલ્લા ફોડવા માટે દાહક (caustic) તરીકે વપરાય છે.
આયુર્વેદ અનુસાર તે કડવી, ઉષ્ણ, અગ્નિદીપક, મદગંધી, તૂરી, સ્નિગ્ધ, સારક, હૃદ્ય અને સુગંધી છે. સપ્તપદી વૃક્ષનાં ફાયદા છે તેમ નુકસાન પણ કરે છે તેવું અવલોકન પણ થયું છે, માટે સપ્તપદી વૃક્ષ વિશે આ તો માહિતી છે પણ તેનો ઉપયોગ કરતા પહેલા વૈદ રાજ ડોક્ટરની સલાહ લીધા બાદ જ ઉપયોગ કરવો તેવું આ લેખક પણ સલાહ આપે છે.



