ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
નસીબનો બળિયો શું કરી શકે?
- `અલ્લાહ મહેરબાન તો ગદ્ધા પહેલવાન’ કહેવત તમે સાંભળી છેને?!
જનમ જનમના સાથીની જેમ દોસ્ત કેમ ના હોય? - દિલવાલે એક હોય, દોસ્ત બદલાતાં રહે.
નવોદિત કવિ જમાઈ બને તો? - એના તાજા સાસુમા પરની કૃતિ `શ્રેષ્ઠ’ જ હોય!
રસ્તા પર નાચતા જાનૈયા કેવા લાગે? - ફ્રીમાં જોવા મળતા ફ્રી સ્ટાઈલ શિખાઉ ડાન્સર જેવા…
ડૂબી શકાય એવી ઢાંકણી કેટલી મોટી હોય? - તળાવ કરતાં નાની અને બાથટબ કરતાં મોટી!
જલસા અને સાલસામાં શું ફરક? - જ અને સ નો.
ભિખારી કેવી રીતે અમીર થઈ શકે? - પૈસાદાર થવાનો લાઈફ-ગોલ નક્કી કરીને…
સમય વર્તે સાવધાન…તો વિશ્રામ કયારે? - વિરામ વખતે.
ટ્યૂશન શિક્ષકનું જીવન ધોરણ કેવું હોય? - દર 45 મિનિટના બદલાતા પિરિયડ જેવું…
રામ રાજ્યની જેમ લક્ષ્મણ રાજ્ય બને તો? - ત્યાં લક્ષ્મણરેખાને બદલે રામરેખા રાખવી પડે…
વન ફાઈન મોર્નિંગ હોય તો નાઈટમાં શું? - મોર્નિગમાં
વન ફાઈન' હોય તો નાઈટમાંટુ શાઈન’!
`કે.બી.સી’ વિશે ક્યા સવાલનો જવાબ મળવો મુશ્કેલ? - શો હજી કેટલા એપિસોડ ચાલશે?
મનમાની ના થાય તો? - ધનાધની કરવાની…!
ભાજી પર પાણી છાંટવાથી કેમ તાજી થઈ જાય? - એ પાણીના પ્રેમમાં હોય એટલે!



