ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ…

દર્શન ભાવસાર
પાણી ગાળીને-દૂધ ઉકાળીને અને છાશ ફૂંકીને પીવાય તો દારૂ?
- થર્મોસમાં રાખીને સંતાઈને પીવાય…. ખાસ કરીને ગુજરાતમાં!
બનાવટમાં વટ કેમ રહેતો નથી?
- ચોખવટ ના કરી હોય એટલે…
ભારે હૈયે, ભારે પગલે, ભારેખમ.. તો હલકું શું?
- હાસ્ય અને હલકાફૂલકા રોટલી…
મારી પાડોશણ વારંવાર પિયર જતી રહે છે….
- પડોશણના દર્શન બંધ કરો,નહીંતર ઘરવાળી કાયમ માટે પિયર જતી રહેશે.
ભેદરેખા પાતળી હોય તો જાડી રેખા કેવી હોય?
- અમિતજીને ને ન ગમે તેવી…
ચર્ચાનું ચગડોળ હોય તો વિવાદનું?
- વાવાઝોડ઼ું….
મારે હીરોઈન સાથે લગ્ન કરવા છે….
- અત્યારે એનો ફોટો રાખીને કામ ચલાવી લો.
કોઈને બળથી જીતાય કે કળથી?
- ક્યારેક કળ બળથી નહીં, એને છળથી પણ જીતાય.!
નાચવાથી કમરનો દુ:ખાવા દૂર થાય?
- હા, પણ એ પહેલાં દુ:ખાવો ના હોય તો શરૂ પણ થાય.!
નોકરીમાં હાર્ડ વર્ક કરવું કે સ્માર્ટ વર્ક?
- શેઠને પોસાય એટલા પગાર જેટલું.
કામના અને નકામા માણસ કેવી રીતે ઓળખવા?
- પૈસા ઉછીના માગીને.
સૌથી અઘરૂં ઓપરેશન કયું?
- પત્ની પર સ્ટિંગ ઓપરેશન….
લેડી સેક્રેટરી કેવી પસંદ કરવી?
- એવી સેક્રેટરી જે બધું જ સિક્રેટ રાખે …



