ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
- ચાહુંગા મૈં તુઝે સાંજ સવેરે… તો બપોરે શું કરવાનું?
પ્રેમ કરવાની પ્રેક્ટિસ. - પુષ્પા પોસીબલ ક્યારે થાય?
પત્ની પિયર જાય ત્યારે… - પત્નીના ઈશારે નાચતા પતિને શું કહેવાય ?
ફૂલ ટાઈમ ફ્રી ડાન્સર…! - સંતાકૂકડી… એટલે કૂકડાની વાઈફ હશે?
ના, સંતાની મમ્મી પણ હોઈ શકે ! - ગાંડાના ગામ ના હોય તો?
એની હોસ્પિટલ કે સેન્ટર હોય… - વન મેન આર્મી તો વન વુમન?સુંદરી સેના….
ગુજરાતી ફિલ્મ માટે હવે કોણ સહાયતે? - નવી કથા અને પ્રેક્ષકો..
હવે તો વર-વધૂ અને મહેમાનો માટે કપડાં ભાડે મળે છે. રાહ જુઓ… તમે ચાંલ્લો (ભાડું) આપશો તો મહેમાનો પણ લગ્નમાં આવશે… - બોલે એના બોર વેચાય. ના બોલે તો?.
ખુદ વેચાય… - ચલણી સિક્કા ગોળ કેમ હોય છે ?
એ ચોરસ નથી એટલે… - પૈસા હાથનો મેલ હોય તો પગ શું?
પગલા પાડવાનો તાલમેલ… - ભેળસેળનું સેલ નીકળે?.
એનું સિઝનલ નહીં, બારમાસી સેલ હોય. - રાજા વાજા સાથે વાંદરાનો મેળ કેવી રીતે પડ્યો?
કૂતરાએ છેલ્લી મિનિટે ભસવાની ના પાડી હશે એટલે… - આળસુને મોર્નિંગ કે ઈવનિંગ વોક ના ફાવે તો?
એને ડ્રીમ વોક કરવાનું કહો … - કથાકાર કેમ વધતા જાય છે?
કથા ઓછી ને કલદાર વધુ હોય છે એ માટે… - હનીમૂનમાં ખર્ચ કેવી રીતે બચે?
કપલના બદલે સિંગલ જવાનું!



