ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ…

દર્શન ભાવસાર
ઈજ્જતના ફાલુદા કેવા હોય?
- મગજનું દહીં કરે એવા…
સિંહ છલાંગ હોય તો બીજા પ્રાણીનું શું? - અશ્વવેગી ચાલ, ગધ્ધા વૈતરું, અડિયલ ટટ્ટુ, શિયાળની લુચ્ચાઈ…
ધોળા દિવસે તારા દેખાડનાર રાત્રે શું બતાવે? - ઝળહળતો સૂર્ય પ્રકાશ…
પત્નીને ગર્લ ફ્રેન્ડ માનીએ તો? - તો અસલી ગર્લ ફ્રેન્ડ રાખડી બાંધવા આવે.
પત્ની રિસાઈ ત્યારે પતિએ શું કરવું? - સાસુજીને શરણે જવું…
રંગાઈ જાને રંગમાં…આ રંગ ક્યો??. - શ્વેત… પ્રેમ રંગ.
ભૂલનો પસ્તાવો ના થાય તો? - તો ભોગ તમારા…
રૂપિયો ગગડીને ક્યાં જાય? - ભ્રષ્ટાચારી નેતાની તિજોરીમાં…
બદામ ખાવાથી યાદશક્તિ કેટલી વધે? - બદામના વજન જેટલી…
સાસુ નાક ખેંચે તો કાન કોણ ખેંચે? - સાસુની દીકરી…
કૂતરાની પૂંછડી વાંકી કેમ હોય? - સીધી નથી હોતી એટલે!.
અમિતાભ બનવા શું કરું? - જયા વ્રત કરો.,, હૈય?!
શિયાળામાં કોને પરસેવો વળે? - કામચોરને…
ગાર્ડનમાં કેવા પંખી જોવા મળે? - પાંખવાળા પંખી અને પ્રેમ ઝંખતા પ્રેમીપંખી.
પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ ખોટો જવાબ આપવાનું શરૂ થાય તો? - કદાચ સાચું રિઝલ્ટ સારું પણ આવે !



