રમૂજી સવાલના મનમોજી જવાબ | મુંબઈ સમાચાર

રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

હવામાન વિભાગ કયા વાતાવરણની આગાહી કરી શકતું નથી?

  • કોઈના ઘરની (ને ટ્રમ્પ મિજાજની!)
    મોસાળમાં માતાના બદલે મામી જમવાનું પીરસે તો?
  • મામાની જેમ ચૂપચાપ જમી લેવાનું.
    હોઠ સાજા તો ઉત્તર ઝાઝા… પણ, હોઠ માંદાં હોય તો?
  • તો મગજમારી થાય…
    મહાન ક્યારે બનાય?
  • લોકો બનાવે ત્યારે…
    લિવ ઈન રિલેશનમાં છૂટાછેડા લેનારને શું કહેવાય?
  • લિવોર્સી….
    અંધારામાં તીર છોડીએ તો ક્યાં વાગે?
  • અજવાળું થાય ત્યારે ખબર પડે!
    મહેલ ક્યારે તૂટી પડે?
  • પત્તામાંથી બનાવ્યો હોય ત્યારે…
    ધુમાડાના ગોટા ઊડે તો ભજિયા કે વડાં કેમ નહીં?
  • ભજિયા અને વડા વજનદાર હોય માટે…
    કાળી રાત રંગીન રાત્રિ કેવી રીતે બને?
  • પ્રેમની રોશની પ્રગટાવીને…
    આંખ મારીએ તો ક્યાં વાગે?
  • ન વાગવાની જગ્યાએ એ વાગે ને ઉઝરડાં પાડે ……..
    મીઠું ઝહર ને ઝેરનો કડવો ઘૂંટડો…આવું જુદું કેમ?.
  • ઝેરમાં પણ ફ્લેવર- સ્વાદ હોય છે!
    કિસ્મત એ કોનો મત છે?
  • ઈશ્વરનો પહેલો ને આખરી મત …
    કાકાકાકી, મામામામી, માસામાસી, નાનાનાની.. એ રીતે રાજા રાજી કેમ નહીં?
  • એમાં રાણી વચ્ચે આવે ને?!
    ઘી ઢોળાય તો ખીચડીમાં જ કેમ પડે?
  • ખીચડી સાથે ખાનગી ગઠ બંધન હોય એટલે…
    શાળી પરિવારમાં કોણ ગણાય?
  • ભણશાળી, ભાનુશાળી, ભાગ્યશાળી, પ્રતિભાશાળી, વૈભવશાળી, વગેરે.
    સૌથી સારો અને સૌથી ખરાબ વાર કયો?
  • પરિવાર અને ખુવાર…
    અંધારામાં તીર મારીએ તો ક્યાં વાગે?
  • અજવાળું થાય ત્યારે ખબર પડે!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button