તસવીરની આરપાર : પોરબંદરનો હુજૂર પૅલેસ કળા-સ્થાપત્યનો ઉત્તમોતમ નમૂનો છે…

-ભાટી એન.
પોરબંદર ખાસ કરી પૂજય મહાત્મા ગાંધીજી અને સુદામા જે શ્રીકૃષ્ણ ભગવાનનાં સખાના નામે ઓળખાય છે! તો સુરખાબનગરી તરીકે પણ ખ્યાતિ પ્રાપ્ત છે! પોરબંદરનાં છેલ્લાં રાજવી મહારાણા નટવરસિંહજી ભારતનાં આદર્શ રાજવીઓમાનાં એક હતા. પ્રજાવત્સલ રાજવી નટવરસિંહ હંમેશાં પ્રજાનું હિત દિલમાં રાખી નિર્ણયો કરતા હતા. તેમણે પોરબંદર દરિયા કિનારે બનાવેલ ‘હુજૂર પૅલેસ’ની દીવાલે સાગરનાં મોજાં અફળાય છે. પૅલેસમાંથી મહાસાગરના બ્લૂઇશ પાણીના શ્વેત ફિણ મોજાં જોવા ને ઘૂઘવાતા સાગરનું સંગીત તન, મનને પ્રફૂલ્લિત કરે છે! મહારાણા નટવરસિંહજીના લગ્ન બાદ યુરોપમાં ફરવા ગયાને ‘હુજૂર પૅલેસ’ જેવા કલાત્મક સ્થાપત્ય જોયા બાદ તે સમયે તેના ફોટા પાડયા ને પોતાની જાતે નકશા બનાવી આ પૅલેસને યુરોપિયન સ્ટાઇલ બનાવેલો છે.
Also read : સળગતી આગને નહીં, પણ ઠંડી પડેલી રાખને લોકો રગદોળે છે
આ રાજમહેલ નહીં, પરંતુ એનાથી પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે…! આ રાજવીના બંગલાના દરેક ઓરડાઓ અલગ વિશેષતા ધરાવે છે…! દરેક રૂમની સિલિંગ, ફલોરિંગ ને લાઇટ શેડ, કલર શેડ, ફોટોગ્રાફ્સ, ફર્નિચર અનોખુ હોવાથી દરેક રૂમ આગવું સ્થાન ધરાવે છે. ભારતીય ભભકાદાર કલરથી દૂર રહી યુરોપિયન લાઇટ કલર જેના કારણે માનસિક શાંતિ વધુ અનુભવી શકાય એ રીતે મકાનની ઊંચાઇ વધુમાં વધુ રાખી છે. ઓરડાઓની ઊંચાઇ 16 ફૂટ જેવી ઊંચી રાખી છે અને વેન્ટિલેશન જે રીતે હવા ઉજાસ બારે માસ બધી રીતે બરાબર આવે તે માટે બારી-બારણા ખૂલે તો કુદરતની સાથે તાદામ્યતા થાય ને પોતે હળવાશ અનુભવે આવી દીર્ઘદૃષ્ટિ રાખી છે. મોટા ભાગના રાજવીઓના બંગલા, મહેલો, કિલ્લાઓ ઊંચાઇ પર હોય છે! એક તો ઊંચાઇવાળી જગ્યાને ઊંચી પ્લિન્થ ને ઓરડાની ઊંચાઇ 16 કે 18 ફૂટની તેથી ઓરડાઓમાં હવા-ઉજાસ આવી શકે છે. આજે લોકો વેન્ટિલેશન મુકતા જ ભૂલી જાય છે…!? હવા ઉજાસ પૂરતા પ્રમાણમાં રાખો તો પોતાનું આરોગ્ય સારું રહે.
પોરબંદરના રાજવી નટવરસિંહએ પોતાની સૂઝબૂજથી પોરબંદરને આયોજનબદ્ધ ડેવલપિંગ કેવી રીતે કરી શકાય તેના ઉત્તમ નમૂના તરીકે વાડી, પ્લોટ, ભોજેશ્ર્વર પ્લોટ, યુગાન્ડ રોડ, સ્ટેશન રોડ, વાડિયા રોડ બનાવ્યા છે.
આ રાજા વ્યક્તિને અનુરૂપ પ્લોટ આપતા ને મકાન કેવી રીતે ચણવું જોઇએ. તેનું સંપૂર્ણ માર્ગદર્શન પણ આપતા. આથી પોરબંદર દરિયા કિનારે બનાવેલ હુજૂર પૅલેસ બંગલો કલા, સ્થાપત્યનો આદર્શ નમૂનો છે. નટવરસિંહજી ખૂબ ભલા હતા. તેમણે પોતાની પ્રજા માટે કદી તુકારે શબ્દ વાપરેલ નથી. હંમેશાં માનાર્થે પ્રજાને સંબોધન કરતા. પ્રજાનું દુ:ખ પોતાનું દુ:ખ સમજીને પોતાનો વહિવટ ચલાવતા. તેમના સદ્ગુણો પારાવાર છે. તેમને વાંચનમાં જેને વોરેસિએશ રિડર કહી શકાય તેવી વાંચનની તીવ્ર ભૂખ ધરાવતા. તેમની આદર્શ લાઈબ્રેરી જે બ્રિટનની બકિંગઘમ પૅલેસની લાઈબ્રેરી જેવી હતી. નટવરસિંહજી ભારતીય ક્રિકેટ ટીમના 1932માં પ્રથમ કેપ્ટન હતા.
Also read : ભારતમાં સંપૂર્ણ મુખારવિંદવાળું ક્લાત્મક કાલિકા માતાજીનું મંદિર – પાટણ
પોરબંદરની પ્રજા ખાસ ક્રિકેટની તાલિમ મળે તે માટે એશીયાની બેસ્ટ સ્કૂલ બનાવી. જામનગરના રાજવી પ્રિન્સ દિલીપના નામથી દિલીપ સ્કૂલની સ્થાપના કરી. તો પોરબંદરમાં મસ્ત ક્રિકટ સ્ટેડિયમ બનાવી ક્રિકેટર વિજય મર્ચન્ટના નામ રાખેલ. તેમ જ ક્રિકેટ રસિયાને ક્રિકેટમાં વધુ રસ લેવા માટે એક કરતા વધુ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવેલા ને ગરીબ લોકોને ક્રિકેટનાં સાધનો આપતા આવા પ્રજાવત્સલ રાજવીનો ‘હુજૂર પૅલેસ’ (બંગલો) એકવાર જોવા જેવો છે.