ઈન્ટરવલ

હવે ઈટલીમાં બોલાશે મહારાષ્ટ્રની બોલબાલા

મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચર્મોદ્યોગ સાથે સંકળાયેલા ચર્મકાર સમાજના નવા ઉદ્યોજકોને આંતરરાષ્ટ્રીય  માર્કેટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઈટલીના મિલાન શહેરમાં 124મા એમઆઈપીઈએલ પ્રદર્શનમાં ભારતની કોલ્હાપુરી ચપ્પલ અને અન્ય ચામડાની વસ્તુઓની નોંધણી કરવામાં આવી છે. 

આ પ્રદર્શન ૧૭ તે ૨૦ સપ્ટેમ્બર દરમિયાન આયોજિત કરવામાં આવ્યું છે. 
આ પ્રદર્શનમાં કોલ્હાપુરી ચપ્પલ માટે લોકોને સારો રસ હોવાનું જોવા મળ્યું છે. આટલું જ નહીં ધારાવીના કારીગરો દ્વારા બનાવવામાં આવેલા લેડીઝ બેગને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ કોલ્હાપુરી ચપ્પલોને જીઆઈ ટેગ મળ્યો છે અને ત્યારબાદના પહેલા જ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં આ ચપ્પલને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જોવા મળ્યું છે. આગામી દિવસોમાં કોલ્હાપુરી ચપ્પલની સારી એવી િનકાસની શક્યતા જોવાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button