ઈન્ટરવલ

તસવીરની આરપાર: પાનેલીનું પપૈયું ખાય જો… મીઠો મધુર સ્વાદ માણી જો!

ભાટી એન.

પપૈયું નામ પડતા જ મીઠો સ્વાદની અનુભૂતિ માનસપટ્ટ પર અંકિત થાય પણ પપૈયા સામાન્ય રીતે માંદા માણસો ખાય છે એવી લઘુતાગ્રંથિ બંધાય ગઈ છે,!. અરે પપૈયું તો દરેક વ્યક્તિ માટે ગુણકારી છે,!. તેમાંય કબજિયાત જેને રહેતી હોય તેમના માટે રામબાણ ઈલાજ છે, પપૈયું રેચક છે જેથી મળ પાતળો આવે છે, જેમાં અસંખ્ય ગુણકારિતા હોવાથી ખાવામાં મોજ આવે છે, અને તેની કિંમત પણ નજીવી હોવાથી સામાન્ય માણસને પણ પરવડે છે,પણ પપૈયું ખાતા પહેલા તાસીરને અનુરૂપ સેવન કરવું હિતાવહ છે, આમ તો આ ફળ સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્રમાં મળે છે,

પણ આજે પપૈયા વિશે પૂરક માહિતી આપતાં પહેલા તે કયાંના વખણાય તે જાણીએ.

મોરબી જિલ્લાનું પાનેલી ગામ રળિયામણું છે પણ પાનેલીનાં પપૈયા વિશ્વ વિખ્યાત છે, આથી હું પાનેલી ગયો, ત્યાંના માયાળુ માનવી ખેડૂત રાઘવજીભાઈ પોપટભાઈ ચાવડા લગભગ 20 વર્ષથી પપૈયાની ખેતી કરે છે, તેની માવજતનો પૂરો અનુભવ ધરાવે છે, આથી ગ્રીન લીલા છમ ઝાડમાં લૂંબોઝુંબો પપૈયા જોઈ મનમોહિત થઈ જાય એક ઝાડમાં 15થી 20 કિલો પપૈયા ઊતરે છે, ગયા વર્ષે એક ચાર કિલો બસો ગ્રામનું પપૈયું ઊતરેલ તેઓ બી લેતા નથી પપૈયાનાં જે બી નીકળે તેને રાખમાં ભેળવી સુકાઈ જાય પછી તેજ બી અમો વાવીએ છીએ, લીલાછમ પપૈયા થાય પછી તેને દાબો કરે જેમાં કાગળને કોથળા વીંટી રાખતા બે દિવસમાં પીળાસ જેવા થઈ પાક્કી જાય પછી ખાવ તો મીઠાં સાકર જેવા લાગે છે. પપૈયા જીયાં વાવે તેને ઘેરો કહે છે.

આ પણ વાંચો: તસવીરની આરપારઃ ડી.જે.- કેસિયો પાર્ટી – બેન્ડ- બાજાનો યુગ આથમતો જાય છે!

પપૈયાં વૃક્ષ જેવો દેખાતો એક છોડ છે જેમાં શાખાઓ હોતી નથી. આની લંબાઈ કે ઊંચાઈ 5 થી 10 મીટર જેટલી હોય છે. આના પાંદડાં માત્ર ટોચ પર ચક્રાકારે ગોઠવાયેલા હોય છે. તેના થડનો નીચેનો ભાગ રાતા રંગનો હોય છે જ્યાં ફળો અને પાંદડાં ઊગે છે. આના પાંદડાં મોટાં હોય છે, તેમનો વ્યાસ 50 થી 70 સેમી જેટલો હોય છે. આના વૃક્ષને મોટાભાગે ડાળીઓ હોતી નથી. આના ફૂલો પ્લુમેરિયાના ફૂલો જેવાં હોય છે પાન આકારમાં ખૂબ નાના હોય છે. અને મીણ જેવા લાગે છે. તેઓ પાંદડાની કાખમાં ઊગે છે. જેમાંથી 15થી 45 સેમી લાંબા અને 10 થી 30 સેમી વ્યાસ ધરાવતાં ફળો પાકે છે. આ ફળો નરમ થાય અને તેમની છાલ પીળા-કેસરીયા રંગની થાય ત્યારે પાકે છે. પપૈયાની ખેતીમાંથી ઉત્તર ગુજરાતના અનેક ખેડૂતો લાખોની કમાણી કરી પગભર બન્યા છે ઉત્તર ગુજરાતમાં અનેક ખેડૂતો પપૈયાની ખેતી કરી આર્થિક રીતે પગભર બન્યા છે.

આ પણ વાંચો: તસવીરની આરપારઃ સપ્તપદી વૃક્ષનાં ફૂલોની આ વિશેષતા જાણો છો?

જે ખેડૂતોની સંખ્યામાં આ વર્ષે વધારો થવાની બાગાયત વિભાગ શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે. જેમાં પપૈયાની ખેતી જે ખેડૂતો કરતા હતા અને તેમને થયેલા આર્થિક મોટા ફાયદાથી પ્રેરાઇને અન્ય ખેડૂતો પણ આ વર્ષે પપૈયાની ખેતીમાં ઝંપલાવી રહ્યા છે. ત્યારે પપૈયાનું વાવેતર કરનારા ખેડૂતો માટે કેટલીક બાબતો પણ ધ્યાને રાખવી જરૂરી છે. જે અંગે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા માહિતી અને સલાહ અપાઇ છે.

પપૈયા ઉષ્ણકટિબંધનો પાક છે, ફળપાકોમાં પપૈયા પાંચમા નંબરનો અગત્યનો ટુંકાગાળાનો રોકડિયો પાક છે. તેની વ્યાપારિક ખેતી ખૂબજ પ્રચલિત છે. અને એકમ દીઠ વધુ આર્થિક વળતર આપતો મહત્ત્વનો પાક છે. પોષક આહારની દ્રષ્ટિએ પાકા પપૈયા પાચક, રેચક, પિત્તનાશક અને પોષક ગણાય છે. તેમાં વિટામિન-એ, વિટામિન-સી અને વિટામિન- બી-1 અને બી-2 તથા ક્ષારોનું પ્રમાણ પણ સારું છે. પપૈયાના કાચા ફળોમાંથી મળતું પપેન મુખ્યત્વે ઔષધો તેમજ ઔદ્યોગિક બનાવટોમાં વપરાય છે. આ પપેનની આડપેદાશને લીધે સમગ્ર વિશ્વમાં તે અગત્યનું ફળ ગણાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button