ઈન્ટરવલ

તસવીરની આરપારઃ …તો પ્રેમભર્યું જીવતર પતંગ થઈ જાય છે

ભાટી એન.

14મી જાન્યુઆરીને મકરસંક્રાંતિ’નો દિવસ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. સૂર્ય (ભાસ્કર) ને ઉર્દૂમાં ખુરશીદના નામે સૃષ્ટિમાં અનુપમ પ્રકાશનો ઉપહાર આવે છે. તેની મૂલ્યવાન નિ:સ્વાર્થ સેવા–ભાવ પ્રત્યે દરેક બંધુ-ભગિનીને ગુત્વાકર્ષણ રહે છે. તેના વિના સૃષ્ટિનું વીજળી તંત્રનું સંચાલન કોણ કરે?

સૂરજનાં કિરણોની પ્રેમાળ હૂંફ સદીઓથો પ્રાણી માત્રને આપે છે, એક પાઈ લીધા વિના કે કોઈ વીજ બિલ આપ્યા વિના નોન સ્ટોપ પ્રકાશ આપે તેનું ઋણ આપણે કદી ચૂકવી ના શકીએ, પણ આજે મકરસંક્રાંતિનો પવિત્ર દિવસ છે, એટલે પતંગ ચગાવીશું ચીક્કી, શેરડી ખાશું અને મોજથી આકાશ સપ્તરંગી લાગશે. આજે સૂર્ય ઉપાસનાનો ઉત્તમ અવસર છે.

આમ જોઈએ તો સૂર્યની બાર સંક્રાંતિ વર્ષમાં આવે છે. ટોટલ 12 રાશિ અને 12 મહિનામાં સૂર્યદાદા દરેક મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં મંગલ પ્રવેશ કરે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. ધનાક માસ (ધનુર્માસ)માં શુભકાર્યો કરવાની અનુમતિ સાંપડે છે. 14 મી જાન્યુઆરીના દિવસે મકરસંકાંતિથી સૂરજ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની દિશા ચેન્જ કરે છે અને થોડી ઉત્તર તરફ ઢળીને ગતિમાન થાય છે. આ પ્રક્રિયા 14મી જાન્યુઆરીથી 5 મહિના સુધી રહે છે.

આ બીનાને ઉતરાયણ જયોતિષશાસ્ત્ર માંડે છે. ધન રાશિમાંથી સૂરજ મકર રાશિમાં પ્રવેશે તે ચોક્કસ સમયને દાન પુણ્યકાળને મકરસંક્રાંતિ’ કહે છે. હિન્દુ શાસ્ત્રોક વિધિમાં બારેય સંક્રાંતિમાંમકર સંક્રાંતિ’ને અતી વિશેષ મહત્ત્વ છે. તે દા’ડે દાન-પૂન કરવામાં આવે તો અનેકાનેક ગણું પુણ્ય સાંપડે છે. આજથી શુભ કાર્યો શરૂ થાય છે, ત્યારે ગુજરાતનાં વિખ્યાત કવિ રમેશ પારેખની પતંગ પરની અદ્ભુત કવિતાનું પઠન કરીએ.

કવિની ઉત્તરાણ…
દોર બાંધીને છોડયો છે મનનો ઉમંગ ઊડે આભે એ થઇને ઉત્તરાણની પતંગ,
હોય દોર હાથમાં ને હોય દોસ્ત સાથમાં તો તરત ઊડી પતંગ નભને લઇ લે બાથમાં.
પતંગ સંગ રંગરંગના લગાવી ફૂમતાં પતંગ તે મનુષ્યના નભે ઉમંગ ઘૂમતા કેટલા ખેલ્યા હતા તેં જંગ ? ખુદા પૂછશે તેં લૂંટયો’તો કેટલો ઉમંગ? ખુદા પૂછશે.
કેટલી ઉત્તરાણમાં આભે ચડાવી’તી પતંગ ?
તેં જીવનમાં કોને વહેંચ્યા રંગ ? ખુદા પૂછશે,
પ્રેમ કોઈ માણસની સંગ થઇ જાય છે તો પ્રેમભર્યું જીવતર પતંગ થઈ જાય છે.
ઉમળકો ઊભરાતો હોય અંગઅંગ દોસ્ત હોય સંગ, હોય મનમાં ઉમંગ,
દોર જરા ઢીલો હોય, હોય જરા તંગ તો જ સડસડાટ આભ ચૂમશે પતંગ.
પ્રેમ અને મસ્તીનો સંગ થઇ જાય તો માણસનો ચહેરો પતંગ થઇ જાય,
કલેશ સાથે જંગનો છે રોકડો હિસાબ
હોંશ ને ઉમંગનો છે રોકડો હિસાબ
દિલની સંગ રંગનો છે રોકડો હિસાબ
દોર ને પતંગનો છે રોકડો હિસાબ
પતંગ રૂપે માણસની આકાશે ઊડતી ભાષા કે અમને છે રંગીન થઇને ઊડવાની અભિલાષા
પતંગ પર લખી એ પ્રશ્ન મોકલી રહ્યા અમે પ્રભુ! તને પતંગ આ રીતે ઉડાડવી ગમે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button