કચ્છી ચોવક : માણસ ડાહ્યો ન હોય કિસ્મત જ ડાહી હોય! | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

કચ્છી ચોવક : માણસ ડાહ્યો ન હોય કિસ્મત જ ડાહી હોય!

  • કિશોર વ્યાસ

મોટા ભાગે આપણને કર્મો કરતા હોવા છતાં પણ સફળતા નથી મળતી હોતી. ત્યારે આપણે સફળતાને ભાગ્ય પર જ છોડી દેતા હોઈએ છીએ. કચ્છી ચોવક પણ એવું જ કંઈક કહે છે: માડૂ ડાઓ નાંય કિસ્મત ડાઈ આય' અહીંમાડૂ’ એટલે માણસ. ડાઓ' એટલે ડાહ્યો.નાંય’ શબ્દ છે જેનો અર્થ થાય છે: નથી (હોતો) કિસ્મત એટલે ભાગ્ય. ડાઈ' એડાઓ’ શબ્દનો સ્ત્રી લિંગ શબ્દ છે, ડાઈ' એટલે ડાહી અનેઆય’ એટલે (હોય) છે! ચોવક કહે છે કે, માણસ ડાહ્યો નથી હોતો પરંતુ કિસ્મત ડાહી હોય છે. ભાવાર્થ એવો થાય છે કે, સફળતા ભાગ્યને આધારિત હોય છે.

ગુજરાતીની આ કહેવત બહુ પ્રચલિત છે કે, હલકું નામ હવાલદારનું'. કચ્છીમાં હવાલદારનેહવાલધાર’ કહે છે. ચોવક એ હવાલધાર શબ્દના પ્રયોગ સાથે કહે છે કે, હલકો લૂઈ હવાલધારજો'હલકો’ એટલે અહીં હલકું (નામ) લૂઈ એટલે લોહી. શબ્દાર્થ થાય છે: હલકું લોહી હવાલદારનું. જ્યારે ભાવાર્થ થાય છે: નામ જ બદનામ હોવું.

એક બહુ પ્રચલિત ચોવક છે: વાંણ, વરસાદ ને વીંયાં આયા ભલા’,વાંણ’ એટલે વ્હાણ, વીંયા’નો અર્થ થાય છે: લગ્ન.આયા’નો અર્થ થાય છે: આવ્યા અને `ભલા’નો અહીં અર્થ થાય છે: ખરું કે ખરા. વહાણ, વરસાદ અને આદરેલાં લગ્ન, આવે ત્યારે ખરું! ખેપ કરવા ગયેલું વહાણ. ઋતુમાં પડનારો વરસાદ અને આદરેલાં લગ્ન આરે આવે ત્યારે ખરાં! એ ત્રણેય જ્યારે આવે ત્યારે જ, આવ્યાં કહેવાય!

સમાજમાં આપણે ઘણીવાર બોલતાં હોઈએ છીએં કે, મગજમાં રાઈ ભરાણી છે’… મતલબ કે અહંકારી હોવું. ચોવક ત્રણ શબ્દમાં જ કહે છે કે:વા ભરાણૂં આય’ વા’નો અર્થ થાય છે: હવા.ભરાણં’ એટલે ભરાઈ અને `આય’નો અર્થ થાય છે: છે. શબ્દાર્થ સરળ છે: હવા ભરાઈ છે, અને ભાવાર્થ છે: અહંકાર આવી જવો!

હમણાં જ અખાત્રીજ જેવો સપરમો દિવસ ગયો. અખાત્રીજને વણી લઈને એક સુંદર મજાની ચોવક રચાઈ છે. વડો પિરભ ડીયારી ત ઓછી અખાત્રીજ ય નાંય’વડો’ એટલે મોટો અને પિરભ’ એટલે પર્વ કે તહેવાર.ડીયારી’નો અર્થ થાય છે દિવાળી. ત’ એટલે તો. છેલ્લા બે શબ્દો છે:પ નાંય’ જેનો અર્થ થાય છે, `પણ નથી’. ચોવક સરળ રીતે એ બન્ને દિવસોને પર્વ તરીકે ગણાવતાં કહે છે કે, જો દિવાળી મોટો તહેવાર હોય તો ઓછું મહત્ત્વ અખાત્રીજનું પણ નથી! એ બે પર્વને એક સરખા ગણાવીને ચોવક સમાજમાંના ગુણીયલ લોકોની વાત કહે છે. જો એ ગુણીયલ હોય તો પેલી વ્યક્તિ પણ તેનાંથી ઓછી ગુણીયલ નથી! બન્ને સરખા જ ગુણીયલ છે.

સંસ્કૃતમાં કહેવાય છે કે, મુંડે મુંડે મતિર્ભીન:’ એવા જ અર્થ સાથે એક ચોવક પણ રચાઈ છે કે:વણ વણજી કાઠી નોખી’ કોઈ એક બાબત માટે દરેક વ્યક્તિનો મત અલગ હોય છે. અહીં વણ વણજી’ એ બે શબ્દોનો અર્થ થાય છે: જણ જણની.કાઠી’ શબ્દનો આમ તો લાકડાં માટે વપરાતો હોય છે, પણ કચ્છીમાં એ ઘણા અર્થો પોતાનામાં સમાવીને વપરાતો શબ્દ છે. વળી કાઠી’ શબ્દ એક જાત માટે પણ વપરાય છે, પણ અહીંકાઠી’ એટલે મત કે અભિપ્રાય. નોખી’ શબ્દનો અર્થ થાય છે: જૂદો અથવા ભિન્ન. ચોવકને કહેવું એટલું જ છે કે, માણસ માત્રનો મત જુદો જુદો હોય છે. ગરીબીમાં પણ સંતોષ મનાવતી એક ચોવક છે.વા ગરીભી નેં વા મજા’ વાહ ગરીબી અને વાહ તારી મજા! મતલબ કે, ઈશ્વર જે સ્થિતિમાં આપણને રાખે તેમાં જ સંતોષ માનવો.

આ પણ વાંચો…કચ્છી ચોવક : જેને દુશ્મન વખાણે તે સાચા શૂરવીર!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button